સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 27 August 2014

પામતેલ પાચં વર્ષના તળિયે છતાં ઉત્પાદન કોસ્ટ કરતાં હજી ઉંચા રહેલા ભાવો!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

પામતેલ પાચં વર્ષના તળિયે છતાં ઉત્પાદન કોસ્ટ કરતાં હજી ઉંચા રહેલા ભાવો!

મલેશિયામાં પામતેલમાંઆગળ ધપતી મંદી

સોયાખોળના ભાવો રૃ.૮૦૦ તૂટયાઃ અમેરિકા શિકાગોમાં જો કે સોયાતેલ વાયદો ઉંચકાયો

મુંબઈ,તા.૨૭
મુંબઈ તેલ-બિયાં  બજારમાં આજે ભાવોમાં નરમ હવામાન ચાલુ રહ્યું હતું.  વિશ્વ બજારમાં મલેશિયામાં આજે પામતેલનો વાયદો  વધુ ૩૪ પોઈન્ટ  ઘટયો હતો જ્યારે અમેરિકામાં  શિકાગો સોયાતેલ  વાયદો  ઓવરનાઈટ  ૨૧ પોઈન્ટ   વધ્યા પછી  આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે  ૧ પોઈન્ટ  પ્લસમાં ચાલી રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં પામતેલના ભાવો  હવાલા રિસેલના સાંજે  ૪૯૫ તથા જેએનપીટીના  રૃ.૪૯૨ રહ્યા હતા જયારે  ડાયરેકટ ડિલીવરીના ભાવો સીસામાં  વઘઘટ  સાંકડી રહી હતી.  ત્યાં આજે વિવિધ રિફાઈનરીઓના રૃ.૪૯૫ થી ૪૯૮ રહ્યા હતા. નવા કામકાજો  પાંખા રહ્યા હતા. મલેશિયામાં  હાલ પામતેલના ભાવો ૧૯૫૦થી  ૨૦૦૦ રિંગીટ  રહ્યા છે  જયારે  વિશ્વ બજારના તજજ્ઞાોના જણાવ્યા મુજબ  મલેશિયા તથા ઈન્ડોનેશિયામાં ઉત્પાદન કોસ્ટ આશરે ૧૫૦૦થી ૧૬૦૦ રિંગીટ (૪૭૫ ડોલર)  આસપાસ  રહી છે એ જોતાં વિશ્વ બજારમાં  પામતેલના ભાવો  જે હાલ  ઘટી પાંચ  વર્ષના તળિયે ઉતરી ગયાહોવા છતાં હાલ વિશ્વ બજારમાં  ઉત્પાદન કોસ્ટ કરતાં બજારભાવો હજી ઉંચા  રહ્યા છે  એવા સમાચારો  હતા. દરમિયાન, ઘરઆંગણે  આજે ક્રૂડ પામ ઓઈલ  (સીપીઓ)  કંડલાના ભાવો  રૃ.૪૯૦ રહ્યા હતા.  ઈન્દોર  બાજુ આજે  મથકોએ સોયાબીનની આવકો  ૧૫થી ૨૦ હજાર ગુણી  આવી હતી તથા સોયાતેલ  વાયદાના ભાવો સપ્ટેમ્બરના  સાંજે રૃ.૬૨૧ બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં આજે બજાર ભાવો સિંગતેલના રૃ.૭૬૫,  સોયાતેલ રિફા.ના રૃ.૫૯૦,  સનફલાવરના  રૃ.૫૪૦ રિફા.ના  રૃ.૫૯૦, કપાસિયા તેલના રૃ.૬૨૫ વાળા રૃ.૬૨૩ રહ્યા હતા. કોપરેલના ભાવો દક્ષિણ પાછળ ૧૦ કિલોના રૃ.૧૬૨૦ વાળા  આજે ઘટી રૃ.૧૫૭૦  રહ્યા હતા.   રાજકોટ બાજુ આજે સિંગતેલના  ભાવો રૃ.૭૬૦ વાળા રૃ.૭૫૦  તથા ૧૫  કિલોના રૃ.૧૨૦૦ વાળા રૃ.૧૧૮૦ રહ્યાના  સમાચારો હતા. મુંબઈ ખોળ બજારમાં  આજે ભાવો સોયાખોળના રૃ.૮૦૦ ગગડી રૃ.૩૫૫૦૦ રહ્યા હતા   જ્રે અન્ય ખોળોના ભાવો  શાંત રહ્યા હતા.
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ મળીને ૧૫ થી ૧૭ હજાર ગુણી આવી હતી. તથા ત્યાં  મથકોએ આજે હાજર એરંડાના  ભાવો ગામડાના  રૃ.૮૧૫થી ૮૨૦ રહ્યા  હતા જયારે  રાજકોટ એરંડા સપ્ટે. વાયદાના ભાવો રૃ.૪૧૬૭ વાળા આજે  છેલ્લે રૃ.૪૧૪૯ રહ્યા હતા. હૈદ્રાબાદ  બાજુ આજે  ભાવો  એરંડાના રૃ.૩૭૫૦ તથા દિવેલના રૃ.૮૨૮થી ૮૩૦ રહ્યા હતા.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment