સંરક્ષણ
કરતા વધુ બજેટ આરોગ્ય અને શિક્ષણને ફાળવવું જોઈએ ઃ નિયમિત ટેક્ષ ભરનારને
સ્પેશ્યલ રાહત આપો ઃ જીવલેણ રોગો સામે રક્ષણની નીતિ લાવો
રેલવે બજેટમાં 'અચ્છે દિન'ના સંકેત મળ્યા નથી, સરકાર પોતાની આવક
વધારવાનું ચૂકી નથી. રેલવે બજેટના બીજા દિવસે આર્થિક સમીક્ષા રજૂ થાય છે
અને ત્યારબાદ બીજા દિવસે સામાન્ય બજેટ રજૂ થાય છે. ગુજરાતના બજેટની અસર
રોજીંદા જીવન પર થતી નથી પરંતુ તેની આડકતરી અસરો ધીરે ધીરે વર્તાય છે.
જ્યારે શનિવારે બહાર પડનાર બજેટ પર સૌની નજર છે કેમ કે તેની સીધી અસર
રોજીંદા જીવન પર પડવાની છે.
એક
તરફ ભારત- યુ.એ.ઇ. વચ્ચેનો વર્લ્ડ કપ જંગ ચાલતો હશે તો બીજી તરફ બજેટની
વિગતો- દરખાસ્તો સંસદમાં રજૂ થતી હશે. વર્ષોથી બજેટ પર નજર રાખનારાઓ માને
છે કે, બજેટમાં કોઈ લાંબી ઉથલપાથલ થતી નથી કેમ કે બજેટ બહાર પાડનારાઓએ અનેક
પાસાઓનો વિચાર કરવાનો હોય છે.
સરકાર કોઈ પણ રીતે દેશના ૮૦ ટકા એવા મધ્યમ વર્ગને ખુશ કરવા માગે છે
પરંતુ આવી ખુશી ઉપરછલ્લી હોય છે અને મધ્યમવર્ગના હાથમાં સવલતોનો ચાંદો
બાતાવવામાં આવે છે. સામાન્ય રીતે બજેટ સૌને ઠેરના ઠેર રાખે છે. જો કોઈ
સરકાર એક હાથ સે લે ઔર દૂસરે હાથે ખેંચી લે તેવી નીતિ ના અપનાવે તો સરકાર
તેના પ્રોજેક્ટ આગળ ન વધારી શકે !!
વડાપ્રધાન મોદીએ લોકોની કોણીએ અચ્છે દિનનો ગોળ લગાડયો છે. મોદી કંઈ પણ
કરવા ઇચ્છતા હશે તો તે બજેટ દરમ્યાન કરી શકે છે. રેલવેના બજેટમાં સરકારે
ચીલાચાલુ નિર્ણયો લીધા છે તેમાં અચ્છેદિનવાળો કોન્સેપ્ટ દેખાતો નથી. સરકારે
રેલવે બજેટમાં શક્ય હોય ત્યાંથી આવક મેળવવાનો પ્રયાસ કર્યો છે. લોકોની
સવલતો અંગે પણ ધ્યાન આપ્યું છે.
પરંતુ જે મોદી- મેજિકની અપેક્ષા રખાય છે તે શનિવારે બહાર પડનારા સ્થાનિક બજેટમાં જોવા મળશે.
સરકાર પાસે નિયમિત ટેક્સ ભરતો એક વર્ગ છે અને તે છે પગારદાર વર્ગ ! નથી
તો તે ઇન્કમટેક્સ છૂપાવી શકતો નથી તો તે ટેક્સ ભરવામાં લાલિયાવાડી કરી શકતો
કમનસીબી એ છે કે આ પગારદાર વર્ગને કોઈ એવા વિશેષ લાભ નથી મળતા. મોદી સરકાર
પાસે એવી કોઈ જાદૂઈ લાકડી નથી કે દરેકને બજેટમાં લાભ અપાવી શકે.
સરકાર મોંઘવારી ઘટાડવાના પગલા લે તે જરૃરી છે. ક્રૂડ ઓઇલના ભાવ અડધો અડધ
તૂટયા હોવા છતાં રોજીંદી ચીજોના ભાવમાં કોઈ ઘટાડો થયો નહોતો. મોદી સરકાર
સત્તા પર આવ્યા પછી ભલે પેટ્રોલમાં ૧૭ રૃપિયા અને ડિઝલમાં ૧૫ રૃપિયા જેવો
ઘટાડો થયો હોય પરંતુ રોજીંદા વપરાશની ચીજોના ભાવો ઘટવાના બદલે વધ્યા છે.
બજેટનું કેન્દ્ર બિંદુ મધ્યમવર્ગ અને કોર્પોરેટ ક્ષેત્ર છે. કોર્પોરેટ
ક્ષેત્ર મોદીનું ફ્રેન્ડ છે એવા આક્ષેપો વિરોધપક્ષ કરી રહ્યા છે પરંતુ મોદી
સૌથી વધુ મધ્યમવર્ગની વચ્ચે રહ્યા છે અને ઉછર્યા છે. મધ્યમ વર્ગ તેમની
પાસે અપેક્ષાઓ રાખે છે તેની પાછળ તેમણે આપેલા પ્રોમીસો જવાબદાર છે.
વેપારી વર્ગની એવી ફરિયાદ છે કે અમે પણ નિયમિત ટેક્સ ભરીએ છીએ તો અમારી
નિવૃત્તિના સમયમાં કે અમારી નબળી સ્થિતિમાં સરકારે અમારી બાજુમાં ઉભા રહી
સહાય કરવી જોઈએ. કેટલાક વેપારીઓએ એવો મત રજૂ કર્યો હતો કે જે નિયમિત ટેક્સ
ભરે અને ૧૦ હજારથી વધુ ટેક્સ ભરે તેને શિડયુલ બેંકોએ લાખ રૃપિયા સુધીની લોન
આપવી જોઈએ.
અચ્છે દિનનો અહેસાસ કરાવવા સરકાર ઘણાં પગલા ભરી શકે છે. સરકાર ચીલાચાલુ
બજેટમાંથી બહાર આવીને પ્રજાલક્ષી બજેટ બહાર પાડે ! બજેટ વિશે અનેક
અભિપ્રાયો મળે છે. સંરક્ષણ જેવા ખાતા માટે બજેટ જાહેર ના કરવા જોઈએ. સરકાર
સંરક્ષણનું બજેટ બહાર પાડે એટલે પાડોશી દેશના બજેટ સાથે તેની સરખામણી થાય
છે આ સ્પર્ધામાં વધુ બજેટ ફાળવવામાં આવે છે.
પ્રજાની મૂળભૂત જરૃરિયાતોની યાદીમાં રોટી- કપડા ઔર મકાન છે પરંતુ સરકાર
તેના પર ફોક્સ રાખવાના બદલે અન્ય જરૃરિયાતો પર પણ વધુ બજેટ ફાળવે છે.
તંદુરસ્ત સમાજ અને શિક્ષિત સમાજ માટે આરોગ્ય તેમજ શિક્ષણને પણ પ્રાધાન્ય
આપવું જરૃરી છે. સરકાર પાસે શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાનો કોઈ પ્લાન નથી
એટલે તેને વધુ બજેટ ફાળવાય છે પણ એવું વળતર મળતું નથી.
સરકાર સામે શિક્ષણ કરતા વધુ મહત્ત્વનું આરોગ્ય ક્ષેત્ર છે. અપોષણ આહાર,
બાળ મરણ, વિવિધ ઘાતક રોગ જેમ કે હાલમાં સ્વાઇન ફ્લુનો આતંક છે આ સ્થિતિમાં
આરોગ્ય ક્ષેત્રને વધુ બજેટ ફાળવવાની જરૃર છે. લોકોની એવી પણ માગ છે કે
સંરક્ષણ કરતા આરોગ્ય અને શિક્ષણનું બજેટ વધુ હોવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ કંઈક નવું કરવું જોઈએ એમ માને છે. તેમણે આ અંગે પોતાનો
મત વ્યક્ત કર્યો છે. તે લોકોને વધુ સવલતો આપવા ઇચ્છે છે. પરંતુ સત્તા પર
બેઠા પછી તેના હાથ બંધાયેલા હોય એમ લાગે છે.
લોકશાહીમાં બજેટ એક ઉત્સવ સમાન હોય છે. આપણે ત્યાં બજેટના એક એક
મુદ્દાની સમીક્ષા હોય છે. કેમ કે તે લોકોના જીવન સાથે જોડાયેલું છે. નવી
સરકારો રાહત આપે એવી અપેક્ષા હોય છે. પરંતુ બજેટમાં રાજકારણ પણ જોવા મળે
છે. બજેટમાં વધુ પડતી છૂટછાટને મતલક્ષી કહેવાય છે વધુ પડતા વેરાને પ્રજા
વિરોધી કહેવાય છે, કોર્પોરેટ ક્ષેત્રને વધુ રાહતોને પૈસાદાર તરફી કહેવાય છે
!
રેલવે બજેટમાં સુરેશ પ્રભુએ કોઈ બહુ ખાસ ધાડ નથી મારી. પ્રજા ઇચ્છતી હતી
કે પ્રવાસી ભાડા વધારો પણ સવલતો વધુ આપો પરંતુ રેલવે પ્રધાને ભાડા પણ ન
વધાર્યા અને સવલતો પણ નહિવત આપી છે !
શનિવારે બહાર પડનારા બજેટમાં કેવી રાહતો અપાશે તે અંગે સરકાર મૌન ધારણ
કર્યું છે. શુક્રવારે આર્થિક સમીક્ષામાં આર્થિક સ્થિતિ નબળી દર્શાવાઈ છે.
સરકાર સબસીડીના ભારણમાંથી મુક્ત થવા ઇચ્છે છે પરંતુ સબસીડી પગમાં બેડી સમાન
બની ગઈ છે. સરકારી યોજનાઓમાં થતા જંગી ખર્ચ પણ આર્થિક તંત્ર માટે ફટકા
સમાન છે. કેટલીક યોજનાઓ ગરીબલક્ષી છે એટલે તેને છંછેડી શકાતી નથી.
મોદી કંઈક નવું આપવા ઇચ્છે છે.
રેલવે બજેટ ચિત્તાકર્ષક નહોતું, સામાન્ય બજેટમાં મોદી- છાંટ નહી વર્તાય
તો તે પણ મધ્યમવર્ગ લક્ષી નહિ હોય ! ભારતની પ્રજા અચ્છે દિનની અપેક્ષા બજેટ
દ્વારા સંતોષાય એમ ઇચ્છે છે. ગઈકાલે આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી વચન
પ્રમાણે વીજળી- પાણીમાં રાહત આપી છે. ચૂંટણી વચનની કિંમત કેજરીવાલ સમજ્યા
છે, મોદીએ પણ સમજવું જોઈએ.
ઘરેણાંની નિકાસને પ્રોત્સાહન મળે તો હૂંડિયામણની આવક ને રોજગારી વધશે
દાણચોરીનું સોનું આયાતી સોના કરતાં છ ટકા નીચા ભાવે ભારતીય બજારમાં
વેચાતું હોવાથી તેની ગેરકાયદે આયાત પર કડક અંકુશ રાખવા હવે જરૃરી
સોના પર લેવામાં આવતી દસ ટકાની આયાત ડયૂટી ઘટાડીને ૪.૯ ટકા કરી દેવી જરૃરી
૩૬૦ દિવસની મુદતની સસ્તા દરની ગોલ્ડ લોન આપવામાં આવે વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો થઈ શકશે
વિદેશી હૂંડિયામણનો ખર્ચ નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે સોનાની
આયાત પર ઇમ્પોર્ટ ડયૂટી લગાડી દીધી છે. તેને પરિણામે સોનાની દાણચોરી વધી
રહી છે. ગુજરાતમાં દરિયાકાંઠો મોટો હોવાથી ગુજરાતમાંથી સ્મગલિંગ કરવાના કેસ
વધ્યા છે. છતાંય ભારતમાંથી જ્વેલરીની નિકાસ છેલ્લા થોડા વર્ષમાં વધી રહી
છે. ૨૦૧૧-૧૨માં દાગીનાની નિકાસમાં ૧૧ ટકાના થયેલા વધારા સામે ૨૦૧૨-૧૩માં ૩૬
ટકાનો વધારો થયો છે. આ જ રીતે ૨૦૧૩-૧૪ની સાલમાં આ વધારો ૨૨ ટકાનો જ રહ્યો
છે. સોનાની આયાત પરના અંકુશને કારણે આ ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.
ડૉલરના મૂલ્યમા નિકાસ છ અબજ ડૉલરની થઈ છે. આયાતી સોનાનો સીમિત પ્રમાણમાં
ભારતના બજારમાં વપરાશ થાય તે માટે રિઝર્વ બૅન્કે લાગુ કરેલો ૮૦ ઃ ૨૦નો નિયમ
થોડા દિવસ પૂર્વે જ હળવો કરી દેવાયો છે.
ભારતમાંથી નિકાસ કરવામાં આવતા દાગીના બહુધા જોબ વર્ક પર તૈયાર કરાવવામાં
આવી રહ્યા છે. કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો અને માઈક્રો ેક્ટરના
કારીગરો આ કામગીરી કરતા હોવાથી ઘટેલી નિકાસની સીધી અસર તેમની રોજગારી પર
પડી છે. સોનાની આયાત કરનારાઓ પરના અંકુશને પરિણામ બૅન્કો આંતરરાષ્ટ્રીય
બજારના ભાવ ઉપર દસ ટકા પ્રીમિયમ ચઢાવીને સોનું આપી રહી છે. તેથી પણ તેની
દાણચોરી કરવાની લાલચ વધી રહી છે. પરિણામે સરકારે ને રિઝર્વ બૅન્કની દરેક
સ્કીમ લાભ અપાવવાને બદલે ગેરલાભ કરાવનારી બની ગઈ હતી.
ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસીટમાં છેલ્લા થોડા મહિનાઓમાં થયેલા વધારા
માટે પણ સોનાની આયાતને જવાબદાર ગણીને તેના પર અંકુશ લગાવવામાં આવ્યા હતા.
દાગીનાના નિકાસકારો નિકાસ વધારીને ભારત સરકારની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં
ઘટાડો કરી શકે છે. તેમ જ હૂંડિયામણ બજારમાં ભારતીય રૃપિયાના ભાવને સ્થિર
બનાવવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. જ્વેલરી મેન્યુફેક્ચરર્સને
ગોલ્ડ મેટલ્સ પર ૩૬૦ દિવસની લોન આપવાની રિઝર્વ બૅન્કે રાષ્ટ્રીયકૃત
બૅન્કોને છૂટ આપવી જોઈએ. તેમ કરવાથી નિકાસમાં વધારો થશે. સ્થાનિક સ્તરે
રોજગારીમાં વધારો થશે. ગોલ્ડ મેટલ્સ લોનની સુવિધાનો લાભ આંતરરાષ્ટ્રીય
બજારમાં દાગીનાની નિકાસ કરનારાઓની માફક જ સ્થાનિક વેપારીઓને પણ આપવો જોઈએ.
લાંબા ગાળા માટે ગોલ્ડ મેટલ લોન આપવાને કારણે ફોરેક્સની આવક વધારવા ઉપરાંત
ફોરેક્સની જાવકમાં પણ ઘટાડો કરશે. એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ કરે તો તેના
પર ૫થી ૬ ટકા વ્યાજ ચૂકવવું પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની બૅન્કો તે માટે
બેથી ત્રણ ટકાના દરે લોન આપે છે.
ગોલ્ડની આયાત પર ૨૦૧૨ની સાલ સુધી માત્ર એક ટકાના દરે આયાત ડયૂટી લેવામાં
આવી હતી. તેથી સોનાની દાણચોરી કરવામાં ખાસ કોઈ આકર્ષણ રહ્યું નહોતું.
કસ્ટમ્સ ડયૂટી ભરીને અનધિકૃત ચૅનલના માધ્યમથી આ આયાત કરવામાાં આવતી હતી.
સોનાની આયાત ઘટી ત્યારે પેટ્રોલિયમની આયાતમાં એકાએક વધારો થઈ જતાં ભારતની
હૂંડિયામણની આવક પરનું દબાણ ફરીથી વધી ગયું હતું. પેટ્રોલિયમની માફક
ઇલેક્ટ્રોનિક્સની આઈટેમ્સની આયાતમાં પણ વધારો થયો હતો. બીજી તરફ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પણ ઐતિહાસિક ઊંચી સપાટીને આંબી ગયા હતા.
તેથી સોનાની આયાત ૫૦૦ ટનની આસપાસની રેન્જમાં ચાલી રહી છે. તેથી ઓગસ્ટ
૨૦૧૩થી તેના પરની આયાત ડયૂટી વધારીને ૧૦ ટકા કરી દેવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદેલું સોનું ભારતમાં આવે ત્યાં સુધીમાં તેની
કિંમતમાં ૨૦ ટકાનો વધારો થઈ જાય છે. તેથી ૨૦૧૩ની સાલમાં ભારતમાં અદાજે ૧૮૦
ટનથી વધુ સોનું દાણચોરીથી ઘૂસાડી દેવામાં આવ્યું હતું. તેનું મૂલ્ય અંદાજે
૧૦ અબજ ડૉલરનું થાય છે. તેથી તેટલા જ રૃપિયાની ફોરેન એક્સચેન્જની આવક ઘટી
ગઈ હતી. ક્રૂડના અને સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટયા હોવાથી કરન્ટ
એકાઉન્ટ ડેફિસિટમાં પણ ઘટાડો થયો છે. તેથી તેના પરની આયાત ડયૂટી ઘટાડીને
૪.૯ ટકા કરી દેવી જોઈએ. રિઝર્વ બૅન્કે ગોલ્ડ સેવિંગ સ્કીમ ચાલુ કરવી જોઈએ.
ગોલ્ડની ડિપોઝિટ કરાવનારને વર્ષે એક બે કે ત્રણ ગ્રામના પ્રમાણમાં સોનું જ
વ્યાજ પેટે આપવું જોઈએ. ઑલ ઇન્ડિયા જ્વેલર્સ એસોસિયેશને આ પ્રકારની યોજના
ભારત સરકારને મોકલાવી પણ હતી. સોનાની આયાત ઘટાડીને ફોરેક્સ બચાવવાની
સાથેસાથે નીચી સપાટીએ દેશનું જૂનું સોનું વેલ્યુએડિશન કરીને નિકાસ કરીને
હૂંડિયામણની સારી આવક પણ કરી ઔશકાય છે.
ડાયમન્ડ જ્વેલરી ઉદ્યોગને ટકાવવા સસ્તા દરની મૂડી પૂરી પાડો
રફ ડાયમન્ડની આયાત કરનારી કંપનીઓએ ડાયમંડની ખાણ ધરાવતી કંપનીઓને રફ
હીરાનો સપ્લાય મેળવવા માટે એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે.
મેન્યુફેક્ચરિંગની સાઈકલ વ્યવસ્થિત રીતે ચાલતી રહે તે માટે તેમને ક્રેડિટ
પિરિયડ પણ મળવો જરૃરી છે. હીરા પૉલિશ કરીને તેનો દાગીનામાં ઉપયોગ કરનારાઓએ
તૈયાર કરેલા દાગીના રિટેઈલરને આપવા માટે વધારાનો ક્રેડિટ પિરિયડ પણ આપવો
જોઈએ. આ રીતે તેમના પૈસા અંદાજે ૫૪૫ દિવસ સુધી અટકેલા રહે છે. તેથી તેમની
કાર્યકારી મૂડી લાંબા સમય સુધી જોખમ હેઠળ રહે છે. તેમને સસ્તા દરની મૂડી
પૂરી પાડવામાં આવે તો એક્સપોર્ટસ વધારી શકશે. તેમ જ હૂંડિયામણની આવકમાં
વધારો પણ કરી શકશે.
મોંઘવારીનું વિષચક્ર
મોદી સરકારનું પહેલું પૂર્ણ બજેટ વધતી જતી મોંઘવારીને ડામવા કેવાં પગલાં
ભરે છે એ તો હવે થોડાં દિવસમાં ખબર પડશે, પરંતુ અહીં આપણે આઝાદીથી આજ
સુધીના કાળમાં મોંઘવારી કેટલી વધી તે દર્શાવતા આંકડા પર નજર કરીએ
અંગ્રેજીમાં એક ઉક્તિ છે. લાયઝ, ડેમ લાયઝ એન્ડ સ્ટેટેસટિક્સ ગુજરાતીમાં
આનો સાદો અર્થ ખોટું બોલવું, એકદમ ખોટું બોલવું અને આંકડા શાસ્ત્ર એમ
કહેવાય છે કે મોટામાં મોટા જૂઠાણાને આંકડાઓની માયાજાળ હેઠળ છુપાવી શકાય છે.
જે વસ્તુ આઝાદી વખતે જે કિંમતમાં મળતી હતી તે જ વસ્તુનો ભાવ ફુગાવાને
કારણે આજે અનેકગણો વધી ગયો છે. તો સામી દલીલ લોકો એવી પણ કરે છે કે આની
સામે નાગરિકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક લોકો વધતી જતી
મોંઘવારીની સામે નિસાશા નાંખતા કહે છે કે કોને ખબર મોદી સાહેબના 'અચ્છે
દિન' ક્યારે આવશે ?!
આઝાદીના અરસા દરમિયાન જેઆરડી ટાટાએ ચાલુ કરેલી વિમાનકંપની કે જેનું
સિત્તેરના દાયકામાં રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવ્યું અને ૨૦૧૫માં પાછી
તાતા - વિસ્તારા ચાલુ થઇ એ દરમિયાન સોનાનો ભાવ દસ ગ્રામનો અઠયાસી રૃપિયાથી
લઇને આજે આશરે અઠયાવીસ હજાર જેટલો થઇ ગયો.
૧૯૪૭માં નાગરિકો થિયેટરમાં ફિલ્મ જોવા જાય ત્યારે ચાર આનામાં એક ટિકીટ,
એક કપ કોફી અને એક સમોસુ ખરીદી શકતો હતો જ્યારે આજે બપોરના શોમાં અઠવાડિયા
જૂનું બેબી પિક્ચર જોવા જાવો તો પણ એક ટીકીટના સવાસોથી દોઢસો રૃપિયા, કોફી
માટે સાંઠ રૃપિયા ખર્ચવા પડે છે. બે સમોસાના પડીકા માટે સો રૃપિયા ફેંકી
દેવા પડે છે.
ભારતના નાણા પ્રધાનોને મુઝંવતી કરન્ટ એકાઉન્ટ ડેફિસીટના મહત્વના પરિબળ
ડોલર ૧૯૪૭માં રૃપિયાની સમકક્ષ હતો અને એક રૃપિયાની સામે એક ડોલર મળતો હતો.
૧૯૪૭માં સરકારી ક્લાર્કનો પગાર મહિને ત્રીસ રૃપિયા હતો જે આજે વીસ હજાર
જેટલો છે. દિલ્હીના ચાંદની ચોકમાં અથવા મુંબઇની ચોપાટી પર એક પૈસા આપીને
માણસ એક પ્લેટ છોલે કુલચા અથવા મુઠ્ઠી ભરીને સિંગદાણા ખરીદી શકતો હતો.
જ્યારે આજે વીસ દાણા સીંગ માટે દસ રૃપિયા ખર્ચવા પડે છે. દાલ મખ્ખની અને એક
રોટી માટે નહીં નહીં તો સિત્તેર રૃપિયા ખર્ચવા પડે છે.
૧૯૪૭માં કિલો દીઠ અગિયારથી વીસ પૈસે મળતા ચોખાનો ભાવ આજે પચાસથી સો
રૃપિયા જેટલો છે. દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસતી લગભગ ચૌંત્રીસ કરોડ હતી
જે આજે વધીને એક્સો વીસ કરોડ જેટલી થઇ ગઇ છે. ૧૯૪૭માં ભારતના નાગરિકનું
સરેરાશ આયુષ્ય સરકારી આંકડા પ્રમાણે એકત્રીસ હતું. જ્યારે આજે સરેરાશ
આયુષ્ય સિત્તેર વર્ષનું છે. ૧૯૪૭માં ભારતના માત્ર બાર ટકા લોકો શિક્ષીત
હતા. આ જે ભારતના આશરે ચુમોતેર ટકા લોકો શિક્ષીત હોવાની વ્યાખ્યા નીચે આવે
છે.
સેક્શન ૮૦-સી રહેશે કે જશે?
આવકવેરાને લઈને શું અપેક્ષા છે?
વર્ષ ૨૦૧૫નું કેન્દ્રિય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સૌથી
મહત્ત્વનું આવકવેરા પરની મર્યાદા કેટલી વધારવામાં આવે છે એ આમ આદમી માટે
સૌથી મહત્ત્વનો મુદ્દો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, હવે નાણા મંત્રી અરુણ
જેટલીએ વ્યક્તિગત આવકવેરો ભરવાની મર્યાદા રૃ. ૫૦ હજાર વધારીને રૃ. ત્રણ
લાખ સુધી કરવી જોઈએ. જો આવું શક્ય બને તો, રૃ. ત્રણ લાખથી રૃ. ૧૫ લાખની
વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ અનુક્રમે રૃ. ૩,૦૯૦ અને રૃ. ૫,૧૫૦ બચાવી શકશે.
જો રૃ. ૫૦ હજારનો સ્લેબ રૃ. એક લાખ સુધીનો કરવામાં આવે તો રૃ. ત્રણથી ૧૫
લાખની વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓ રૃ. ૩,૦૯૦થી રૃ. ૧૦,૩૦૦ બચાવી
શકે.
એ તો સુવિદિત છે કે સેક્શન ૮૦-સીની અસર ગણનાપાત્ર પગારદારોને અસર કરતી
કલમ છે જેમાં કરદાતા દ્વારા જીવન વીમા, પ્રોવિડન્ટ ફંડ કે અન્ય બચત
યોજનાઓમાં કરાતા રોકાણને કરમુક્તિ મળે છે અને ૨૦૧૪-૧૫ના બીજેપી સરકારના
પ્રથમ બજેટ વખતે નાણા પ્રધાન અરુણ જેટલીએ આ કરમુક્તિ મર્યાદા રૃા. ૧.૫૦
લાખથી વધારી રૃા. બે લાખની કરી હતી અને કરમુક્ત આવકની મર્યાદા પણ રૃા. બે
લાખથી વધારી રૃા. ૨.૫૦ લાખની કરી હતી. આની અસર હેઠળ સરકારની કર આવકમાં
આશરે રૃા. ૨૨,૦૦૦ કરોડનો ઘટાડો અંદાજાયો હતો જેની ખરી અસર અને ઘટાડો તો
આવનાર બજેટ વખતે જાહેર થશે ત્યારે જ ખબર પડશે, પણ આવી સવલતો છતાં આપણો બચત
દર નાણાકીય વર્ષ ૨૦૦૮માં જીડીપીના ૩૬.૮ ટકા હતો તે નાણાકીય વર્ષ ૨૦૧૩માં
ઘટીને ૩૦ ટકા જેવો રહ્યો હતો. આવી કર રાહતોની સીમા વધારવાના આશય તરીકે
રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને ૮૦-સી કલમમાં વધારો કરી તેને રૃા. ત્રણ
લાખથી રૃા. ચાર લાખ કરવાની હિમાયત અગાઉ કરી હતી, પણ હવે તે પણ માને છે કે
આવી સીમા વધારાની કવાયત કરવાના બદલે જો આ છૂટછાટો વધારીને રૃા. ચારથી પાંચ
લાખ સુધીની કરાય તેમ જ આવક મર્યાદા પરના કરનો દર પણ સુયોજિત કરાય તો હાલ
રૃા. ૧૦ લાખની આવક પરના ૩૦ ટકાના દરના લીધે આવા કરદાતાઓ કર બચાવવા તેમની
આવકો છૂપાવવા મજબૂર થાય છે. હાલ આવા કરદાતાઓનું પ્રમાણ ટકાવારીની દ્રષ્ટિએ
ભલે ૧.૧ ટકા હોય, પણ તેમના દ્વારા ચૂકવાતો કર કુલ કરના ૬૩ ટકા જેટલો થાય
છે.
કદાચ આને લીધે જ રૃા. પાંચ લાખ સુધીની આવક દર્શાવનારા કરદાતાઓ કુલ કરદાતાઓમાં ૯૦ ટકા જેટલા હતા.
નાણા પ્રધાન અરુણ જેટલીએ આ બાબતે ઘટતું કરવાની હૈયા દારણ તો આપી જ છે
અને તે માટે ડીટીસી (ડાયરેક્ટ ટેક્સ કોડ)માં બદલાવ કરવા પ્રયત્નશીલ છે. પણ
જો તેઓ સીધા કરવેરા માળખાને વધુ સરળ બનાવી શુભ શરૃઆત કરશે તો તેનો સૌથી
વધુ લાખ વ્યક્તિગત કરદાતાઓ સુધી પહોંચશે. બજારમાંથી જાણવા મળ્યા મુજબ આવી
સીમામાં વધારા માટે વ્યક્તિગત મેડિકલ સારવાર માટેની કરમુક્ત મર્યાદા જે હાલ
માત્ર રૃા. ૧૫૦૦૦થી ૨૦૦૦૦ની છે તેમાં લઘુતમ મર્યાદા રૃા. ૫૦ સુધી ઓછામાં
ઓછી થાય એ જરૃરી છે.આ સરકાર લોકોપયોગી પોલિસી લાવવા કટિબદ્ધ છે અને
વ્યક્તિગત મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવા પ્રયત્નશીલ છે તો એ માટે આ રોકાણ
મર્યાદામાં વધારો કરવાની તાત્કાલિન જરૃર છે. આવી છૂટછાટોની મર્યાદા જો રૃા.
ચારથી પાંચ લાખની કરાશે તો બચત દરમાં ઉજળી તકો રહે છે.
કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડિંગ વધારવા CTT ઘટાડવો જરૃરી
ઉદ્યોગ જગતને એક્સચેન્જોમાં
ટ્રેડિંગ વધારવા સીટીટી અને સોનાની આયાત ડયૂટીમાં ઘટાડો તેમજ જીએસટીના અમલની આશા
ભારતના રાજકારણમાં વર્ષ ૨૦૧૫-૧૬નું કેન્દ્રિય બજેટ વર્ષ ૨૦૧૫ની અનેક
રીતે મહત્ત્વની ઘટના સાબિત થઈ શકે છે. સમગ્ર ઉદ્યોગ જગતને એવી આશા છે કે,
નવી સરકાર 'હિંમતભર્યા' પગલાં ભરશે. હિંમતભર્યા પગલાંનો સીધોસાદો અર્થ એ છે
કે, આ પ્રકારના પગલાં 'આમ આદમી'ને માફક આવતા નથી. ભારતમાં બજેટ રજૂ કરવું
હંમેશાં રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. આ વર્ષે કોમોડિટી
ટ્રાન્ઝેક્શન ટેક્સની પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
ટ્રેડિંગ અને સોનાની આયાતની સ્થિતિ
નાણા મંત્રાલયે વર્ષ ૨૦૧૩-૧૪ના બજેટમાં ધાતુઓના બુલિયન ટ્રેડિંગ વખતે
પ્રતિ લાખ રૃ. દસ સીટીટી લાદ્યો હતો. આ યાદીમાં પછી કૃષિને લગતી કેટલીક
ચીજવસ્તુઓનો પણ કેન્દ્ર સરકારે સમાવેશ કર્યો હતો. જોકે, આ પગલાં પછી
કોમોડિટી એક્સચેન્જમાં થતા ટ્રેડિંગમાં ખાસ્સો ઘટાડો થઈ ગયો છે. એમસીએક્સ
એક્સચેન્જના ડેટા પ્રમાણે, આ ફેરફારો પછી ફેબુ્રઆરી ૨૦૧૫માં એક્સચેન્જમાં
ટ્રેડિંગનું વોલ્યુમ ઘટીને રૃ. ૨૪,૫૦૮ કરોડે પહોંચી ગયું છે, જે ફેબુ્રઆરી
૨૦૧૩માં રૃ. ૬૦,૨૦૪ કરોડ હતું.
એટલે કે, આ ફેરફાર પછી એક્સચેન્જમાં ટ્રેડિંગ વોલ્યુમ ૬૦ ટકા જેટલું ઘટી
ગયું છે. આ ઉપરાંત માસિક ટ્રેડિંગ વોલ્યુમ પણ ફેબુ્રઆરી ૨૦૧૫માં ઘટીને રૃ.
૩,૧૦૨ કરોડે પહોંચી ગયું છે, જે આંકડો વર્ષ ૨૦૧૩માં રૃ. ૩,૯૭૨ કરોડ હતું. આ
આંકડા છેલ્લાં બે વર્ષમાં માસિક ૨૨ ટકાનો ઘટાડો દર્શાવે છે.
કરન્ડ એકાઉન્ટ ડેફિસિટને સંતુલિત કરવા માટે કેન્દ્ર સરકારે સોના પરની
આયાત ડયુટી ચાર ટકાથી વધારીને દસ ટકા કરી દીધી હતી. આ સિવાય સરકારે સોનાની
આયાત માટે ૮૦-૨૦ નિયમો પણ બનાવ્યા હતા, પરંતુ નવી સરકારે આ નિયમ પણ ફગાવી
દીધો છે. એટલે કે, હવે નિકાસકારોએ સોનાની આયાત કરીને ચોક્કસ જથ્થાની ફરી
નિકાસ કરવાની જરૃર નથી. વર્ષ ૨૦૧૩માં કેન્દ્ર સરકારે સોનાના સિક્કાની આયાત
પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. આ નીતિનિયમો કારગર નીવડયા હતા પણ તેના કારણે
દેશમાં ગેરકાયદે રીતે સોનાની આયાત પણ વધી ગઈ હતી.
બીજી તરફ, છેલ્લાં કેટલાક મહિનામાં સોનાની આયાતમાં જંગી ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતની સોનાની
કુલ આયાત ૬૬૨ મિલિયન ટન હતી, એપ્રિલ ૨૦૧૪થી નવેમ્બર ૨૦૧૫માં ૬૨૫ મિલિયન ટન
હતી. જોકે, વર્ષ ૨૦૧૨-૧૩માં સોનાની આયાત ૧૦૧૪ મિલિયન ટન થઈ હતી. જોકે,
ક્રૂડ ઓઈલના ભાવ નીચે ગયા ત્યારે આપણી નાણાકીય ખાધ ખાસ્સી ઘટી હતી અને
આપણું વિદેશી હુંડિયામણ પણ ખાસ્સું બચી ગયું છે.
સરકાર પાસેથી અપેક્ષા શું છે?
આ કારણોસર એક્સચેન્જ તેમજ કિમતી ધાતુની આયાત-નિકાસ સાથે સંકળાયેલા
ઉદ્યોગકારોને આશા છે કે, આ બજેટમાં સરકાર સીટીટીથી લઈને સોનાની આયાતમાં
કેટલીક છૂટછાટો જાહેર કરશે. આ ઉપરાંત સરકાર દસ ટકા આયાત ડયૂટીમાં ઓછામાં
ઓછા ત્રણેક ટકાનો ઘટાડો કરે એવી પણ આ ક્ષેત્રના નિષ્ણાતો આશા સેવી રહ્યા
છે. જોકે, સીસીટી જેવો એક્સચેન્જના ટ્રેડિંગને નુકસાન પહોંચાડતો કરવેરો હાલ
પૂરતો નાબૂદ કરવામાં આવે એવી પણ આ ક્ષેત્રના લોકોને નાણા મંત્રી પાસેથી
અપેક્ષા છે. આ ઉપરાંત સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં યોગ્ય રૃપરેખા રજૂ
કરે એવી પણ આશા સેવાઈ રહી છે. જીએસટીનો ચુસ્ત અમલ ટેક્સેશનના લેયર્સને હળવા
કરીને આયાત-નિકાસના ટેક્સેશનમાં મદદરૃપ થઈ શકે છે. આ ઉપરાંત તેના અમલથી
હાલ વિવિધ રાજ્યો વચ્ચેના ટેક્સેશનના અવરોધો દૂર થશે.