સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 28 August 2014

અદાણી પાવરે ગુજરાતનો વીજપુરવઠો ઘટાડી નાખ્યો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

અદાણી પાવરે ગુજરાતનો વીજપુરવઠો ઘટાડી નાખ્યો

સુપ્રીમ કોર્ટના આદેશ પછી અદાણી પાવર આડી ફાટી

સુપ્રીમ કોર્ટે ભાવ વધારો મંજૂર ન કર્યો તેથી સપ્લાય અટકાવી દેનાર અદાણી પાવરનું લા

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,ગુરૃવાર
વીજળીના દરમાં યુનિટદીઠ ૫૬ પૈસાનો વધારો કરી આપવાના એપેલેટ ટ્રિબ્યુનલના આદેશને બે દિવસ પૂર્વે જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો તે પછી પોતાની વીજ સપ્લાયર તરીકને મોનોપોલીનો એડવાન્ટેજ લઈને અદાણી પાવરે ૪૮ કલાકમાં જ ગુજરાતને આપવામાં આવતો વીજ પુરવઠો ૨૧૪૦ મેગાવોટથી ઘટાડીને ૩૦૦ મેગાવોટ કરી નાખ્યો છે. હરિયાણાને આપવામાં આવતો વીજ પુરવઠો તો અદાણી પાવરે સદંતર બંધ જ કરી દીધો છે. અદાણી પાવર ગુજરાતની વીજ કંપનીઓને ૨૦૦૦ મેગાવોટ અને હરિયાણાની વીજ વિતરણ કંપનીઓને ૨૪૦૦ મેગાવોટ વીજળીનો પુરવઠો આપવા કરારથી બંધાયેલી છે.
સુપ્રીમ કોર્ટના આદેશને ગંભીરતાથી ન લઈને અદાણી પાવરે કોલસાની અછત અને પ્લાન્ટના વાર્ષિક મેઈન્ટેનન્સના નામે તથા તેમના પ્લાન્ટ બ્રેકડાઉન થયા હોવાના બહાનાઓ કે ક્ષુલ્લક કારણો આગળ કરીને ૪૮ કલાકમાં જ ગુજરાતને આપવામાં આવતો વીજળીનો પુરવઠો ૨૧૪૦ મેગાવોટથી ઘટાડીને ૩૦૦ મેગાવોટ કરી દીધો હોવાથી કેન્દ્રિય વીજ નિયમન પંચે અદાણી પાવરનું લાઈસન્સ રદ કરી દેવાની માગણી કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીએ કરી છે.
અદાણી પાવર લિમિટેડે જુદા જુદા કારણો આપીને તેના આઠ વિદ્યુત પ્લાન્ટ બંધ કરી દીધા છે. આ રીતે તેણે ૪૨૯૦ મેગાવોટનું ઉત્પાદન ઘટાડી નાખ્યું છે. અત્યારે તે માત્ર ૩૩૦ મેગાવોટનું એક જ એકમ ચલાવે છે. અદાણી પાવરે વીજ પુરવઠો ઘટાડી નાખ્યો તેને પરિણામે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની કંપનીઓએ ગેસ આધારિત પાવર પ્લાન્ટ ચલાવવાની ફરજ પડી રહી છે. ગુજરાત સરકારની આ કંપનીઓએ ૧૫૦૦ મેગાવોટના ગેસ આધારિત પાવર પ્લાન્ટ ચાલુ કરતાં તેમણે વીજ ઉત્પાદનનો યુનિટદીઠ રૃા. ૮થી ૧૦નો ખર્ચ કરવો પડી રહ્યો છે. તેને પરિણામે ગુજરાતના વીજ વપરાશકારોને માથે મોટો ખર્ચ બોજ આવશે.
કન્ઝ્યુરમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીનું માનવું છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો પ્રતિભાવ આપવાના વ્યૂહના હિસ્સારૃપે અદાણી પાવરે તેના પાવર પ્લાન્ટ બંધ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે એપટેલના અદાણી પાવરને યુનિટદીઠ દરમાં ૫૬ પૈસાનો વધારો કરી આપવાના વચગાળાના આદેશ પર સ્ટે મૂક્યો છે. પોતાની મોનોપોલીનો લાભ ઊઠાવી અદાણી પાવરે પ્લાન્ટ બંધ કરી દેવાના લીધેલા નિર્ણય સામે સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ લેખિત ફરિયાદ ને રજૂઆત પણ કરવામાં આવી છે. એપેલેટ ટ્રીબ્યુનલ ફોર ઇલેક્ટ્રીસિટી-એપટેલે ૨૫મી ઓગસ્ટે આપેલા ચૂકાદામાં અદાણી પાવરને યુનિટદીઠ આપવામાં આવતા ભાવમાં ૫૬ પૈસાનો વધારો કરી આપવાની મંજૂરી આપી હતી. તેઓ ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવતા કોલસાનો ઉપયોગ કરતાં હોવાથી ગુજરાત સરકારની જે વીજ વિતરણ કંપનીઓ પાસેથી વીજળીના લેવામાં આવતા દામ માર્ચ ૨૦૧૪ ઊંચા લેવાની મંજૂરી આપવામાં આવી હતી. એપેલેટ ટ્રિબ્યુનલના આ આદેશને ગુજરાત, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની વીજ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અદાણી પાવરે સપ્લાય ઘટાડયો છે ત્યારે બીજી તરફ છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી વરસાદ થંભી ગયો હોવાથી ગુજરાતમાં વીજળીની માગ ૯૦૦૦ મેગાવોટથી વધીને ૧૨૦૦૦ મેગાવોટથી પણ આગળ નીકળી ગઈ હોવાથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે તેના ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં બે જ દિવસમાં ઉત્પાદન વધારીને ૧૨૪૨ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવું પડી રહ્યું છે. પરિણામે તેનો વીજ ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ રહ્યો છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 27 August 2014

પામતેલ પાચં વર્ષના તળિયે છતાં ઉત્પાદન કોસ્ટ કરતાં હજી ઉંચા રહેલા ભાવો!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

પામતેલ પાચં વર્ષના તળિયે છતાં ઉત્પાદન કોસ્ટ કરતાં હજી ઉંચા રહેલા ભાવો!

મલેશિયામાં પામતેલમાંઆગળ ધપતી મંદી

સોયાખોળના ભાવો રૃ.૮૦૦ તૂટયાઃ અમેરિકા શિકાગોમાં જો કે સોયાતેલ વાયદો ઉંચકાયો

મુંબઈ,તા.૨૭
મુંબઈ તેલ-બિયાં  બજારમાં આજે ભાવોમાં નરમ હવામાન ચાલુ રહ્યું હતું.  વિશ્વ બજારમાં મલેશિયામાં આજે પામતેલનો વાયદો  વધુ ૩૪ પોઈન્ટ  ઘટયો હતો જ્યારે અમેરિકામાં  શિકાગો સોયાતેલ  વાયદો  ઓવરનાઈટ  ૨૧ પોઈન્ટ   વધ્યા પછી  આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે  ૧ પોઈન્ટ  પ્લસમાં ચાલી રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં પામતેલના ભાવો  હવાલા રિસેલના સાંજે  ૪૯૫ તથા જેએનપીટીના  રૃ.૪૯૨ રહ્યા હતા જયારે  ડાયરેકટ ડિલીવરીના ભાવો સીસામાં  વઘઘટ  સાંકડી રહી હતી.  ત્યાં આજે વિવિધ રિફાઈનરીઓના રૃ.૪૯૫ થી ૪૯૮ રહ્યા હતા. નવા કામકાજો  પાંખા રહ્યા હતા. મલેશિયામાં  હાલ પામતેલના ભાવો ૧૯૫૦થી  ૨૦૦૦ રિંગીટ  રહ્યા છે  જયારે  વિશ્વ બજારના તજજ્ઞાોના જણાવ્યા મુજબ  મલેશિયા તથા ઈન્ડોનેશિયામાં ઉત્પાદન કોસ્ટ આશરે ૧૫૦૦થી ૧૬૦૦ રિંગીટ (૪૭૫ ડોલર)  આસપાસ  રહી છે એ જોતાં વિશ્વ બજારમાં  પામતેલના ભાવો  જે હાલ  ઘટી પાંચ  વર્ષના તળિયે ઉતરી ગયાહોવા છતાં હાલ વિશ્વ બજારમાં  ઉત્પાદન કોસ્ટ કરતાં બજારભાવો હજી ઉંચા  રહ્યા છે  એવા સમાચારો  હતા. દરમિયાન, ઘરઆંગણે  આજે ક્રૂડ પામ ઓઈલ  (સીપીઓ)  કંડલાના ભાવો  રૃ.૪૯૦ રહ્યા હતા.  ઈન્દોર  બાજુ આજે  મથકોએ સોયાબીનની આવકો  ૧૫થી ૨૦ હજાર ગુણી  આવી હતી તથા સોયાતેલ  વાયદાના ભાવો સપ્ટેમ્બરના  સાંજે રૃ.૬૨૧ બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં આજે બજાર ભાવો સિંગતેલના રૃ.૭૬૫,  સોયાતેલ રિફા.ના રૃ.૫૯૦,  સનફલાવરના  રૃ.૫૪૦ રિફા.ના  રૃ.૫૯૦, કપાસિયા તેલના રૃ.૬૨૫ વાળા રૃ.૬૨૩ રહ્યા હતા. કોપરેલના ભાવો દક્ષિણ પાછળ ૧૦ કિલોના રૃ.૧૬૨૦ વાળા  આજે ઘટી રૃ.૧૫૭૦  રહ્યા હતા.   રાજકોટ બાજુ આજે સિંગતેલના  ભાવો રૃ.૭૬૦ વાળા રૃ.૭૫૦  તથા ૧૫  કિલોના રૃ.૧૨૦૦ વાળા રૃ.૧૧૮૦ રહ્યાના  સમાચારો હતા. મુંબઈ ખોળ બજારમાં  આજે ભાવો સોયાખોળના રૃ.૮૦૦ ગગડી રૃ.૩૫૫૦૦ રહ્યા હતા   જ્રે અન્ય ખોળોના ભાવો  શાંત રહ્યા હતા.
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ મળીને ૧૫ થી ૧૭ હજાર ગુણી આવી હતી. તથા ત્યાં  મથકોએ આજે હાજર એરંડાના  ભાવો ગામડાના  રૃ.૮૧૫થી ૮૨૦ રહ્યા  હતા જયારે  રાજકોટ એરંડા સપ્ટે. વાયદાના ભાવો રૃ.૪૧૬૭ વાળા આજે  છેલ્લે રૃ.૪૧૪૯ રહ્યા હતા. હૈદ્રાબાદ  બાજુ આજે  ભાવો  એરંડાના રૃ.૩૭૫૦ તથા દિવેલના રૃ.૮૨૮થી ૮૩૦ રહ્યા હતા.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 26 August 2014

વેપાર ધોરણોનો ભંગ કરવા બદલ કાર કંપનીઓને રૃા.૨૫૪૫ કરોડની પેનલ્ટી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

વેપાર ધોરણોનો ભંગ કરવા બદલ કાર કંપનીઓને રૃા.૨૫૪૫ કરોડની પેનલ્ટી

સ્પેરપાર્ટસ તથા ડાયગ્નોસ્ટિક ટુલ્સ પર

ઈજારાશાહીને કારણે ઊંચા ભાવ વસુલાતા હતા

મુંબઈ, મંગળવાર
સ્પેર પાર્ટસ અને વેચાણ પછીની સર્વિસ પૂરી પાડવામાં વેપાર ધોરણોનો ભંગ કરવા બદલ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)એ દેશની ટોચની ૧૪ કાર ઉત્પાદક કંપનીઓને રૃપિયા ૨૫૪૫ કરોડની પેનલ્ટી લગાડી છે.  આ કંપનીઓના છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ ટર્નઓવરની બે ટકા લેખે પેનલ્ટી સીસીઆઈનો ઓર્ડર પ્રાપ્ત થવાના ૬૦ દિવસની અંદર ચૂકવવાની રહેશે. સીસીઆઈ દ્વારા કરાયેલી વિગતવાર તપાસમાં આ કંપનીઓએ સ્થાનિક ઈક્વિપમેન્ટ સપ્લાયરો તથા સત્તાવાર ડીલરો સાથેના કરારનો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. આ કંપનીઓએ બજારમાં પોતાના પ્રભુત્વનો દૂરુપયોગ કર્યો છે જેને કારણે બે કરોડ ગ્રાહકોને અસર થઈ છે.
આ કંપનીઓએે સ્વતંત્ર રીતે રિપેરિંગ કરનારાઓને બ્રાન્ડેડ સ્પેરપાર્ટસ તથા ડાયગ્નોસ્ટિક ટુલ્સથી વંચિત રાખ્યા હતા જેને કારણે મિકેનિકોની  કારના ચોક્કસ મોડેલ રિપેર કરવાની તેમની ક્ષમતા પૂરી થઈ શકી નહોતી એમ સીસીઆઈએ પોતાના ઓર્ડરમાં જણાવ્યું છે. સ્પેરપાર્ટસ તથા ડાયગ્નોસ્ટિક ટુલ્સ પર ઈજારાશાહીને કારણે કંપનીઓ મનફાવે તેમ ઊંચા ભાવ વસુલી શકતી હતી એમ સીસીઆઈએ પોતાના ઓર્ડરમાં નોંધ કરી છે.
ધારાની વિવિધ જોગવાઈઓનો ભંગ કરવાથી દૂર રહેવા સીસીઆઈએ કંપનીઓને તાકીદ કરી છે.  સ્વતંત્ર રિપેર કરનારા તથા ગ્રાહકોને સ્પેરપાર્ટસ તથા ડાયગ્નોસ્ટિક ટુલ્સ ખુલ્લા બજારમાંથી આસાનીથી પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ કંપનીઓને જણાવાયું છે. સ્વતંત્ર રિપેરરોની કામગીરી પર કોઈ મર્યાદા લાગુ નહીં કરવા પણ કાર કંપનીઓને જણાવાયું છે.
સ્પેર પાર્ટસના વેચાણને મર્યાદિત બનાવીને કાર કંપનીઓ એન્ટી-કોમ્પિટિટીવ કામગીરી આચરતી હોવાની મળેલી ફરિયાદને આધારે સીસીઆઈએ તપાસ આદરી હતી. જાન્યુઆરી ૨૦૧૧માં ત્રણ કંપનીઓ વિરુદ્ધ ફરિયાદ કરાઈ હતી પરંતુ સીસીઆઈ ૧૭ કંપનીઓને આવરી લીધી હતી. દરમિયાન સીસીઆઈના ઓર્ડર સામે  યોગ્ય મંચ પર પોતે અપીલ કરશે એેમ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એનએસઈને લખેલા પત્રમાં જણાવ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપે તો પાવર સેક્ટરમાં અંધારપટ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપે તો પાવર સેક્ટરમાં અંધારપટ

સુપ્રીમ કોર્ટ કોલ બ્લોકની ફાળવણી રદ્ કરવાનો

સંખ્યાબંધ કંપનીઓ પણ તકલીફમાં મુકાઇ શકે એવું તારણ

મુંબઇ,  મંગળવાર
૧૯૯૩ પછી ફાળવાયેલ કોલસાની ખાણોના બ્લોકોનું સાગમટે થયેલ કેન્સલેશનના કારણે દેશને ૩ અબજ ડોલરની કિમતની વધારાની આયાતો કરવી પડશે અને આ ક્ષેત્રને ધિરાણો  આપનાર નાણાકીય પેઢીઓને પણ નુક્શાન કરસે એવું ઘણા દલાલોનું માનવું છે.સોમવારે સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપ્યો હતો કે ૨૦૦થી પણ વધુ કોલ બ્લોક્સની ફાળવણી ગેરકાયદેસર હતી.૧લી સપ્ટેમ્બરે હવે કોર્ટ નક્કી કરશે કે ા ફાળવણી રદ્ કરવી કે પછી કોઇ પ્રકારની પેનલ્ટી લગાવવી.
આ ચૂકાદાના પરિણામે કોલસો અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોની કંપનીઓના શેરોની સ્થિતી ડામાડોળ થઇ ગઇ છે અને આ બ્લોક પર  આધાર રાખતા પ્રોજેક્ટો ખોરંભે પડવા ઉપરાંત બળતણની તંગી પણ સર્જાશે.આ ચૂકાદાના પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાનો જલ્દી ઉકેલ લાવવો જોઇએ એવું એનાલિસ્ટો માને છે અને ઇચ્છે છે કે ૧લી સપ્ટેમ્બરે સર્વેાચ્ચ અદાલત આ બાબતમાં સ્પષ્ટ માર્ગ સૂચવશે.
આ કૌભાંડમાં સરકારે સ્ટીલ,સિમેન્ટ અને પાવર કંપનીઓને ફાળવેલ કોલસાના બ્લોકો કેન્દ્ર સ્થાને છે.કંમ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)એ૨૦૧૨ના એમના અહેવાલમાં જણાવ્યું હતુ કે નીચા ભાવે થયેલી ફાળવણીના કારણે દેશની તિજોરીને ૩૩ અબજ ડોલરનું નુકશાન થયું હતુ.
જોકે એનાલિસ્ટો માને છે કે  સાગમટે કોલ બ્લોક ફાળવણી રદ્ કરવાની સૌથી ખરાબ સંભાવના મુકી શકાય અને એવું થાય તો પાવર પ્લાંટો હાલ જે કોલસાની તંગી અનુભવી રહ્યા છે તેમાં ઓર વધારો થશે.દેશની ૬૭  ટકા વિજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે.એક અગ્રણી પેઢીના અંદાજ મુજબ જો આવી ગેરકાયદેસર થયેલી તમામ ફાળવણી રદ થઇ જાય તો ભારતનું આયાત બીલ ત્રણ અબજ ડોલર વધી જવાની સંભાવના  છે.આ જ પેઢીના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છ ે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિ.નું કોલસો,પાવર અને સ્ટીલ ક્ષેત્રે ધિરાણ ૧૦ થી ૧૨ અબજ ડોલરનું છે  અને તેથી જ તેમના પર પણ આફાળવણી રદ્ થાય તો અસર થઇ શકે છે.
એનાલિસ્ટો માને છે કે સરકાર કોર્ટને કોલસાની તંગી,પાવર કટ્સ અને રોકાણની ગાડી પાટેથી ઉતરી જવાની ખરાબ અસરો સમજાવવામાં સફળ થશે.ઊર્જા અને કોલસા પ્રધાને ઘણા વર્ષથી ચાલ્યા આવતા આ પ્રશ્નનો નિવેડો લાવવાની તેમને આશા છે.માત્ર ૩૦ બ્લોક જ કાર્યરત છે અને તેમની વાર્ષિક ક્ષમતા ૪૦૦ લાખ ટનની છે એવું એક એનાલિસ્ટે જણાવ્યું હતુ.
  
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 11 August 2014

તમારે પ્રોપર્ટી ખરીદ્યા વગર જ એમાં રોકાણ કરવું છે?

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

તમારે પ્રોપર્ટી ખરીદ્યા વગર જ એમાં રોકાણ કરવું છે?

નવી દિલ્હી, 11 ઓગસ્ટ

પ્રોપર્ટીમાં રોકાણ કરવું એ ફાયદાનો સોદો ગણવામાં આવે છે. પરંતુ પ્રોપર્ટીમાં રોકાણ કરવું એ કંઈ સરળ વાત નથી કારણ કે રોકાણ સાથે તેને લગતી મુશ્કેલ પ્રક્રિયામાંથી પણ રોકાણકારને પસાર થવું પડે છે. આવી મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવાના કંટાળાના કારણે રોકાણકાર ખચકાટ અનુભવે છે. જોકે રોકાણકારો માટે ખુશ ખબર સમા સમાચાર છે.

રોકાણકારો હવે પ્રોપર્ટીના ગુંચવણ ભરેલી પ્રક્રિયામાંથી રાહત મળશે. અને રોકાણકાર આ ક્ષેત્રમાં સીધું રોકાણ કરવાને બદલે ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની મદદથી રોકાણ કરી શકશે. બજાર નિયામક સેબીએ હવે રોકાણને સરળ બનાવવા માટે એવા ટ્રસ્ટની સ્થાપનાની મંજૂરી આપી છે. એટલું જ નહીં સેબીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટોની પણ મંજૂરી આપી છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણ કરશે. લિસ્ટેડ ટ્રસ્ટ અત્યારે કોર્મશીયલ પ્રોપર્ટીમાં રોકાણ કરશે. જોકે, આમાં પણ રોકાણના પૈસાની એક સીમા નક્કી કરવામાં આવી છે. આવા રોકાણમાં ઓછા પૈસા નહીં લઈ શકાય.

Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 10 August 2014

વ્યાજદર બીજા છએક મહિના ઘટે એમ લાગતું નથી!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

વ્યાજદર બીજા છએક મહિના ઘટે એમ લાગતું નથી!

ઇન્ડોનોમિક્સ : * જીતેન્દ્ર સંઘવી
બજારોની ધારણા પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની મોનેટરી પોલિસીમાં વ્યાજના દરમાં ઘટાડો કર્યો નથી. પરિણામે રિપોરેટ (જે દરે આરબીઆઈ બેંકોને ધિરાણ કરે છે) ૮ ટકા અને રિવર્સ રિપો રેટ (જે દરે આરબીઆઈ બેંકો પાસેથી નાણાં લે છે) ૭ ટકા જેટલા રહ્યા છે. કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) પણ બદલાયા વિના ૪ ટકા રહ્યો છે.
ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં આરબીઆઈ ગવર્નર ડો. રાજને વ્યાજના દર ઘટાડયા નથી. તેમના મતે આ ઘટાડો કામચલાઉ હોઈ શકે. સીપીઆઈ વરસના બાકીના મહિનાઓમાં વધી પણ શકે. આ ખેતીપ્રધાન દેશ માટે આઝાદીના ૬૭ વર્ષ પછી આજે પણ વરસાદ જ 'સર્વેસર્વા-ભગવાન' છે એટલે ચોમાસું ધાર્યા કરતાં નબળું જાય અને ફુગાવો, ખાસ કરીને 'ફૂડ ઇન્ફલેશન' વકરે તો શું એ પ્રશ્ન સતત આરબીઆઈ સામે ઝળુંબે છે. સીપીઆઈ ઇન્ફલેશનનું આરબીઆઈનું ટાર્ગેટ જાન્યુઆરી, ૨૦૧૫ માટે ૮ ટકા અને જાન્યુઆરી, ૨૦૧૬ માટે ૬ ટકાનું છે. એટલે રિઝર્વ બેંકે નીતિની જાહેરાતમાં પણ 'ઉટ્વૈં ટ્વહઙ્ઘ ઉટ્વંષ્ઠર'ની નીતિ અપનાવી છે. બેંક ઇન્ફલેશનની બાબતમાં તસુભાર જોખમ લેવા માગતી નથી.
ગવર્નરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે : "પહેલાં ઇન્ફલેશન સામેની લડત લડીએ અને જીતીએ તો આપોઆપ જ આર્િથક વિકાસ (ર્ખ્તિુંર) માટેના સંજોગો નિર્માણ થશે. અત્યારની પરિસ્થિતિમાં કદાચ આવતા વરસની શરૃઆત સુધી તો વ્યાજના દરના ઘટાડાને ભૂલી જઈને જ કોર્પોરેટ ક્ષેત્રે તેના ચાલુ ખર્ચ કે મૂડીરોકાણ માટેનું આયોજન કરવું પડશે.
સતત ત્રીજી વારના પોલિસી રિવ્યૂમાં વ્યાજના દર યથાવત્ રખાયા છે. વ્યાજના દર ઘટાડવાને બદલે સતત બીજીવાર બેંકે એસએલઆર-સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ઘટાડીને ૨૨ ટકા કર્યો છે. પરિણામે બેંકોને તેમની ડિપોઝિટના સરકારી જામીનપત્રોના રોકાણ થોડું ઓછું કરવું પડશે. અડધા ટકાનો આ ઘટાડો બેંકોના હાથમાં ૪૦,૦૦૦ કરોડ રૃપિયા વધારાના રહે જેનો ઉપયોગ બેંકો વેપાર ઉદ્યોગના ધિરાણ માટે કરી શકે, પણ વાસ્તવિકતા કાંઈક જુદી છે. નિયમ પ્રમાણે બેંકો તેમને સરકારી પત્રોમાં જે નાણાં રોકવા પડે તે કરતાં ૫ ટકા (૨૨ ટકા સામે ૨૭ ટકા) વધુ નાણાં તેમાં રોકીને બેઠી છે એટલે આ અડધા ટકાની રાહત પેપર પરની રાહત જ ગણાય.
આનું એક કારણ છેલ્લા થોડા મહિનાઓમાં બેંકો પાસે કર્મિશયલી વાયેબલ પ્રોજેક્ટ ધિરાણ માટે આવતા ન હોય એ પણ હોઈ શકે. ઘણાં બધાં પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે મંજૂર થયા હોય, પણ પછી અનેક મંજૂરીઓના તાણાવાણામાં અટવાઈ જાય એટલે બેંકો તેમાં ધિરાણ કરે તો પણ તેવા પ્રોજેક્ટ ઉત્પાદનના સ્ટેજે જલદી પહોંચે નહીં. પરિણામે બેંકોએ કરેલ ધિરાણ બિનઉત્પાદક સાબિત થાય એટલું જ નહીં, આ નાણાં જલદી પરત ન આવે અને બેંકોની એનપીએે વધે અને તેમની બેલેન્સશીટ બગડે. એટલે બેંકો પણ આવું ધિરાણ કરવાનું જોખમ સહેલાઈથી ન લે.
ઘણીવાર આવા નોન-વાયેબલ પ્રોજેક્ટો માટે ધિરાણ આપવા માટે બેંકોના અધ્યક્ષ પર રાજકીય દબાણ પણ થતું હોય છે. જે નકારવાનું એટલું સહેલું નથી હોતું. કોઈક કેસમાં ધિરાણ કર્યા પછી બજારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ બદલાય અને ધિરાણ પાછું ન આવે કે તેમાં ઢીલ થાય ત્યારે બેંકની મેનેજમેન્ટ પર તવાઈ આવે કે આવા ધિરાણના નાણાં પરત ન આવે તો રિટાયરમેન્ટ પછી પણ એક કોઈ ખાસ વ્યક્તિએ તે માટેની જવાબદારી વહન કરીને કોર્ટ-કચેરીમાં જવાબ આપવા પડે એ સ્થિતિ ટાળવાનો પણ બેંકો પ્રયાસ કરતી હોય. એટલે એવા જોખમવાળા ધિરાણ કરવા કરતાં અને તે દ્વારા બેંકનું હિત જોવા કરતાં સરકારી પત્રોના સહીસલામત રોકાણનો સરળ માર્ગ બેંક મેનેજરો અપનાવે તે સ્વાભાવિક છે.
નવી સરકારના શાસનમાં ઘણા સમયથી અટવાયેલા પ્રોજેક્ટો ક્લિયર થવા માંડયા છે. બ્યુરોક્રેટિક ડિલે પણ ન રહે એ સંજોગોમાં ધિરાણ માટેની માગ નીકળે તે સંજોગોમાં નાણાંના અભાવે બેંકો ધિરાણ ન કરી શકે એ સ્થિતિ અટકાવવા રિઝર્વ બેંકે બેંકોના હાથમાં ૪૦,૦૦૦ કરોડ રૃપિયા વધારાના રહે અને તેનો ઉપયોગ કરી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે. વિશ્વબજારમાં દબાયેલા કોમોડિટીના ભાવો, ફૂડ મેનેજમેન્ટ સુધારવા લેવાયેલ પગલાં અને માગના અભાવમાં કોર્પોરેટ ક્ષેત્રની ભાવો ન વધારી શકવાની મર્યાદા ઇન્ફલેશનને અંકુશમાં રાખી શકે તે સામે પક્ષે ચોમાસાની અનિશ્ચિતતા, ડિઝલ-પેટ્રોલના છૂટક ભાવોમાં સમયાંતરે વધારો કરવાની છૂટ અને ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો ક્યારે પણ ફુગાવાને ભડકાવી શકે. આ ભય સાચો પડતો હોય તેમ છેલ્લા સમાચાર મુજબ ઇરાકના ત્રાસવાદીઓ પર અમેરિકાએ કરેલ હુમલાની વિપરીત અસર 'ઓઈલ'ના ભાવોમાં જોવા મળી શકે. વિકાસના થોડાઘણા આંકડા ખાસ કરીને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા (જે છેલ્લા બે વરસના શ્રેષ્ઠ દેખાવની શાખ પૂરે છે) અને જુલાઈના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સના આંક, એમ દર્શાવે છે કે, વ્યાજના ઊંચા દર ઉત્પાદન વધારવા આડે આવતા નથી. જો બીજા બધા સંજોગો અનુકૂળ હોય તો. સરકાર દ્વારા લેવાયેલ પગલાં ડાંગર (ચોખા) માટેના પ્રાપ્તિભાવનો નહિવત્ વધારો, સરકારી ગોદામોના અનાજમાંથી ખુલ્લા બજારમાં અમુક જથ્થો વેચવાની જાહેરાત અનાજ પ્રાપ્તિ માટે રાજ્ય સરકારો ખેડૂતોને બિનજરૃરી ઈન્સેન્ટિવ ન આપે તેની તકેદારી ફુગાવામાં ખાસ કરીને અનાજના ફુગાવામાં થોડી રાહત કરી શકે. રિઝર્વ બેંક સીપીઆઈ-ઇન્ફલેશને ૭.૫થી ૮.૫ ટકા વચ્ચે અને વિકાસનો દર ૫.૫ ટકા રહેવાની અપેક્ષા રાખે છે. બીજા શબ્દોમાં નવી સરકારના પ્રથમ બજેટની બહુ મોટી અસર નહીં થાય એમ ગણાય. સપ્ટેમ્બર-૩૦ની પછીની પોલિસી જાહેરાતમાં વ્યાજના દર નહીં ઘટે કે નહીં વધે સિવાય કે કોઈ અસાધારણ સંજોગો ઊભા થાય. એટલે કોર્પોરેટ ક્ષેત્ર તેનો ટૂંકા ગાળાનો રોડમેપ નિશ્ચિત રીતે તૈયાર કરી શકશે.

Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 8 August 2014

ઇન્ડિયન હોટેલ્સની ખોટ છતાં MDનું કમિશન ૭૫% વધ્યું

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

ઇન્ડિયન હોટેલ્સની ખોટ છતાં MDનું કમિશન ૭૫% વધ્યું

તાતા ગ્રુપની કંપની ઇન્ડિયન હોટેલ્સે ૨૦૧૩-'૧૪માં ખોટ કરી હતી તો પણ એના મેનેજિંગ ડિરેક્ટરના કમિશનમાં ૭૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન હોટેલ્સે ૨૦૧૩-'૧૪માં ૫૯૦.૫૦ કરોડ રૂપિયાની ખોટ કરી હતી, પરંતુ એના મેનેજિંગ ડિરેક્ટર રેમન્ડ બિક્સનનું ર્વાિષક કમિશન ૭૫ ટકા વધારીને બે કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. એમનો કુલ પગાર મામુલી વધીને ૧૦.૪૦ કરોડ રૂપિયા થયો હતો. કેટલાક શેરહોલ્ડરોએ આ બાબતની ટીકા કરી હતી, પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે રેમ્યુનરેશનની દરખાસ્ત માટે કંપનીને શેરહોલ્ડરોની મંજૂરીની જરૂર નથી. કારણ કે કંપનીએ એક્સેપ્શનલ આઇટમ્સને ગણતરીમાં ન લઈએ તો નફો કર્યો છે.
Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 7 August 2014

અલ્ટ્રાટેક ઉત્પાદન વધારવા રૂ. ૩,૮૦૦ કરોડ રોકશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

અલ્ટ્રાટેક ઉત્પાદન વધારવા રૂ. ૩,૮૦૦ કરોડ રોકશે

અલ્ટ્રાટેક સિમેન્ટ ઉત્પાદનક્ષમતામાં ૨૯ લાખ ટનનો વધારો કરવા માટે રૂ. ૩,૭૯૮ કરોડનું રોકાણ કરશે, ઉપરાંત ગુજરાતસ્થિત સિમેન્ટ પ્લાન્ટનું મોડર્નાઇઝેશન કરશે. કંપનીના ચેરમેન કુમારમંગલમ બિરલાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે કંપનીમાં રૂ. ૩,૦૫૩ કરોડ અને વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૨૦૫ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સાથે કંપનીએ રૂ. ૨૫,૦૦૦ કરોડનું રેકોર્ડ ટર્નઓવરનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગત વર્ષે કંપનીએ રૂ. ૨૦,૦૭૮ કરોડ ટર્નઓવર દર્શાવ્યું હતું. નવા વર્ષથી કંપનીની ઉત્પાદનક્ષમતા હાલની ૬૨૦ લાખ ટનથી વધીને ૭૦૦ લાખ ટને પહોંચશે. કંપનીએ ગત વર્ષે ૭૪.૪ લાખ ટન સિમેન્ટની નિકાસ કરી છે.
વીતેલ વર્ષમાં આર્િથક અસ્થિરતાને પગલે સિમેન્ટની ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો છે પણ આગામી વર્ષોમાં ફરી માર્કેટડિમાન્ડ વધવાની અપેક્ષાએ સિમેન્ટ કંપનીઓ ઉત્પાદનક્ષમતા વધારશે. વીતેલ વર્ષમાં કાચો માલ, રેલવે ફ્રેઇટ અને ડીઝલના ભાવ વધતાં ઉત્પાદનખર્ચ વધ્યું છે.
 
Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 6 August 2014

ડોલર ઉછળતાં સોનાના ભાવમાં તેજીનો ચમકારો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ડોલર ઉછળતાં સોનાના ભાવમાં તેજીનો ચમકારો

ચાંદીમાં કડાકો

ડોલર ઉછળતાં રૃપિયો ગગડી પાંચ મહિનાના તળિયે ઉતર્યો

રશિયા-યુક્રેન તંગદીલી વધતાં વિશ્વ બજારમાં સોનું ઉછળી ૧૩૦૦ ડોલર નજીક પહોંચ્યું ઃ ચાંદીએ ૨૦ ડોલરની સપાટી ગુમાવી

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવો ઝડપી વધી આવ્યા હતા. જ્યારે ચાંદીના ભાવો ગગડયા હતા.  સોનાના ભાવો આજે  ૧૦ ગ્રામના રૃ.૧૮૫ વધ્યા હતા. જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૩૭૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૨૮૭.૯૦ ડોલરવાળા  ઉછળી ઉંચામાં  ૧૨૯૯.૯૦ થઈ સાંજે ૧૨૯૭.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
 મુંબઈમાં આજે  સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૯૩૦ વાળા રૃ.૨૮૧૨૫ ખુલી  રૃ.૨૮૧૧૫ બધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૦૮૦ વાળા રૃ.૨૮૨૭૫ ખુલી રૃ.૨૮૨૬૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના  ભાવો ઉછળવા ઉપરાંત ઘરઆંગણે  આજે રૃપિયા  સામે  ડોલરના ભાવો ઉછળી ફરી ૬૧ પાર કરી ઉંચામાં રૃ.૬૧.૫૩  થઈ છેલ્લે રૃ.૬૧.૪૮ બોલાતાં  ઘરઆંગણે સોનાની આયાત પડતર વધી જતાં મુંબઈ હાજર બજારમાં આજે સોનામાં નવી વેચવાલી  અટકી માનસ લેવાનું રહ્યું હતું.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો  ઉછળી પાંચ મહિનાની ટોચે પહોંચી ગયા હતા સામે  રૃપિયો ગગડયો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં રશિયા અને  યુક્રેન વચ્ચે ફરી તંગદીલી વધતાં તથા  આ બંને દેશો વચ્ચેની બોર્ડર પર  સૈન્યની ફરી જમાવટ શરૃ થયાના સમાચારો વચ્ચે  વિશ્વ બજારમાં   આજે સોનામાં  ઘટાડે  હેજફંડોની  ફરી લેવાલી  નિકળી હોવાના સમાચારો હતા.દરંમિયાન વિશ્વ બજારમાં સોનું ઉછળવા છતાં ચાંદીના ભાવો તૂટી ૨૦ ડોલરની અંદર ઉતરી જતાં  મુંબઈમાં આજે ચાંદી ગબડી  હતી, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૪૬૫૦ વાળા રૃ.૪૪૨૮૦ ખુલી રૃ.૪૪૨૮૦ બંધ રહ્યા હતા જયારે  વિશ્વ બજારમાં  આજે ચાંદીના ભાવો ઔંશના ૨૦.૦૭ ડોલરવાળા નીચામાં ૧૯.૭૧ થઈ સાંજે ૧૯.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા.મુંબઈમાં વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વેચવાલી વધી હતી. મુંબઈમાં  ચાંદીના ભાવો સાંજે રૃ.૪૪૨૫૦થી ૪૪૩૦૦ તથા કેશમાં  ભાવો આ ભાવોથી  રૃ.૧૦૦થી ૧૫૦ જટેલા નીચા બોલાઈ રહ્યા હતા.   મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના ભાવો રૃ.૬૦.૮૩  વાળા ઉંચામાં   રૃ.૬૧.૫૩ થઈ છેલ્લે રૃ.૬૧.૪૮ રહ્યા હતા. ચીનમાલર્વિસ ક્ષેત્રના ગ્રોથ ઘટી ગયાના સમાચારોએ પણ વિશ્વ બજારમાં સોનું ઉંચકાયું હતું. દરમિયાન વિશ્વ બજારમાં જે ૧૯૮ કેરેટનો ડાયમંડ મળી આવ્યો છે તેનું મૂલ્ય આશરે ૧૦૦થી ૧૫૦ લાખ ડોલર જેટલું વિશ્વ બજારમાં જાણકારો દ્વારા આજે અંકાયાના સમાચારો હતા.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

કંપની સમાચાર સૌરાષ્ટ્ર સિમેન્ટના નફામાં વધારો સિન્ટેક્ષનો નફો વધ્યો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

કંપની સમાચાર

સૌરાષ્ટ્ર સિમેન્ટના નફામાં વધારો

સિન્ટેક્ષનો નફો વધ્યો

સૌરાષ્ટ્ર સિમેન્ટના નફામાં વધારો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં સૌરાષ્ટ્ર સિમેન્ટનો નફો છ ગણો વધીને રૃા. ૧૫.૬૯ કરોડ થયો હતો. કંપનીનું વેચાણ ૬૦ ટકા વધીને રૃા. ૧૬૩ કરોડ થયું હતું.
સિન્ટેક્ષનો નફો વધ્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં સિન્ટેક્સનો ચોખ્ખો નફો ૩૨ ટકા વધીને રૃા. ૬૧.૫૯ કરોડ થયો હતો. જ્યારે વેચાણ ૧૮ ટકા વધીને રૃા. ૧૩૪૧.૩૭ કરોડ થયું હતું.
જુબીલન્ટ લાઇફે ખોટ ભૂંસીને નફો કર્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં જુબીલન્ટ લાઇફ સાયન્સે રૃા. ૪.૭૨ કરોડનો સંયુક્ત નફો કર્યો હતો. જે ગત વર્ષે સમાન સમયમાં રૃા. ૫૨.૬૨ કરોડની કર્યો હતો. કંપનીનું વેચાણ પણ વધીને રૃા. ૧૪૬૦.૫૩ કરોડ થયું હતું.
બાટા ઇન્ડિયાનો નફો ઘટયો
જૂન અંતે પુરા થતા ત્રિમાસિકમાં બાટા ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૪ ટકા ઘટીને રૃા. ૫૯.૩૯ કરોડ થયો હતો. જ્યારે તેનું વેચાણ ૯ ટકા ઘટીને રૃા. ૬૨૧.૫૮ કરોડ થયું હતું.
IDBI બેન્કનો નફો ઘટયો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં IDBI બેંકનો ચોક્ખો નફો ૬૬ ટકા ઘટીને રૃા. ૧૦૪.૮૧ કરોડ થયો હતો. જ્યારે કુલ આવક ૩ ટકા ઘટીને રૃા. ૭૨૩૧.૩૭ કરોડ થઈ હતી.
ગેટવે ડિસ્ટ્રીપાર્કનો નફો વધ્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ગેટવે ડિસ્ટ્રી પાર્કનો ચોક્ખો નફો ૨૩ ટકા વધીને રૃા. ૩૬.૯૧ કરોડ થયો હતો. જ્યારે કુલ આવક ૧૪ ટકા વધીને રૃા. ૨૭૯.૮૭ કરોડ થઈ હતી.
લુપીનનો નફો વધ્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં લુપીનનો ચોખ્ખો નફો ૫૬ ટકા વધીને રૃા.૬૨૪.૭૪ કરોડ થયો હતો. જ્યારે કુલ આવક ૩૧ ટકા વધીને રૃા.૩૩૬૯.૭૩ કરોડ થઇ હતી.
વિ.ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝનો નફો વધ્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં વિગાર્ડ ઇન્ડસ્ટ્રીઝનો નફો ૨૬ ટકા વધીને રૃા.૨૨.૨૫ કરોડ થયો હતો. જ્યારે ચોખ્ખું વેચાણ ૧૭ ટકા વધીને રૃા.૪૭૩.૯૦ કરોડ થયું હતું.
ઇન્ડોકો રેમેડીઝ નફો વધ્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ઇન્ડોકો રેમેડીઝનો ચોખ્ખો નફો ૧૧૮.૩૦ ટકા વધીને રૃા.૨૦.૦૪ કરોડ થયો હતો. જ્યારે કુલ આવક ૨૯ ટકા વધીને રૃા.૧૯૮.૬૩ કરોડ થઇ હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 5 August 2014

આર્થિક વિકાસના રિઝર્વ બેંકના પોઝિટીવ નિવેદને શેરોમાં તેજી સેન્સેક્સ આરંભિક ઘટા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

આર્થિક વિકાસના રિઝર્વ બેંકના પોઝિટીવ નિવેદને શેરોમાં તેજી સેન્સેક્સ આરંભિક ઘટા

રેપો, સીઆરઆર યથાવત છતાં એસએલઆરમાં ઘટાડો

સિમેન્ટ, ઓટોમોબાઈલ, રિયાલ્ટી, ઈન્ફ્રાસ્ટ્રકચર શેરોમાં તોફાની તેજી ઃ નિફટી ૬૩ પોઈ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,મંગળવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હજુ મોંઘવારીના જોખમે રેપો રેટ અને સીઆરઆર યથાવત રાખવામાં આવ્યા છતાં આર્થિક વિકાસને વેગ આપવા પરોક્ષ પગલાં તરીકે એસએલઆરમાં અડધો ટકો ઘટાડો કરતાં અને ચાલુ વર્ષમાં ૫.૫ ટકાનો આર્થિક-જીડીપી વિકાસ શકય હોવાનું પોઝિટીવ નિવેદન કરતાં શેરોમાં  વિદેશી ફંડો-એફઆઈઆઈઝે ઓલ રાઉન્ડ આક્રમક લેવાલી વધારી હતી. રિઝર્વ બેંેકે ધિરાણ નીતિની સમીક્ષા જાહેર કરતાં પૂર્વે અમેરિકી ડોલર સામે રૃપિયો વધુ મજબૂત થવા ઉપરાંત એશીયાના બજારોની મજબૂતી અને કોર્પોરેટ પરિણામોની સીઝનમાં એકંદર સારા પરિણામો છતાં આરંભમાં તેજીના ખેલાડીઓને ગભરાવવાનો પ્રયાસ કરાયો હતો. જે ધિરાણ નીતિ જાહેર થયા બાદ વનસાઈડ તેજીમાં બેંકિંગ શેરો છોડીને અન્ય ઓટોમોબાઈલ, સિમેન્ટ શેરોમાં ફંડોએ ધૂમ ખરીદી કરતાં અને મેટલ-માઈનીંગ, ફાર્મા શેરોમાં લેવાલીએ સેન્સેક્સ ૧૮૪.૮૫ પોઈન્ટના ઉછાળે ૨૫,૯૦૮.૦૧ અને નિફટી સ્પોટ ૬૨.૯૦ પોઈન્ટ ઉછળીને ૭૭૪૬.૫૫ની ઊંચાઈએ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભિક નરમાઈમાં ૧૬૦ પોઈન્ટ ઘટી નીચામાં ૨૫૫૬૨ થઈ બે વાગ્યા બાદ વનસાઈડ તેજીમાં ઉછળી ૨૫૯૦૮ બોલાયો
ટ્રેડીંગની શરૃઆત આજે નરમાઈએ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષા જાહેર થતાં પૂર્વે તેજીના પથ પરથી નબળા ખેલંદાઓને ઊતારી મૂકવાની કવાયત કરીને હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ભેલ, વિપ્રો, લાર્સન એન્ડ ટુબ્રો, ટીસીએસ સહિતમાં વેચવાલી લાવીને ૧૬૦.૮૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૫૫૬૨.૩૬ સુધી ગબડી આવ્યો હતો. જે ૧૧ વાગ્યે ધિરાણ નીતિ સમીક્ષા રેપો રેટ, સીઆરઆરમાં કોઈ ઘટાડો નહીં કરાતાં બેંકિંગ, રિયાલ્ટી, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચવાલી સામે ગવર્નર રઘુરામ રાજને આર્થિક વિકાસ ૫.૫ ટકા શકય હોવાનું પોઝિટીવ નિવેદન કરતાં ઓટોમોબાઈલ, સિમેન્ટ, રિયાલ્ટી, મેટલ શેરોમાં આક્રમક લેવાલી નીકળતાં અને એ પણ બે વાગ્યા બાદ ફંડોની લેવાલી પાછળ મંદીવાળા વેચાણો કાપવા દોડતાં સેન્સેક્સ વનસાઈડ તેજીમાં ઘટયામથાળેથી ૩૬૫.૯૬ પોઈન્ટ અને આગલા બંધથી ૨૦૫.૧૬ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૫૯૨૮.૩૨ સુધી પહોંચી અંતે ૧૮૪.૮૫ પોઈન્ટના ઉછાળે ૨૫૯૦૮.૦૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ  ઉપરમાં ૭૭૫૨ સ્પર્શયો ઃ બે દિવસ ૭૮૦૦ ઉપર બંધ આવવાના સંજોગોમાં ૮૦૦૦ પાર થવાની અટકળો
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૭૬૮૩.૬૫ સામે ૭૭૦૬.૬૫ મથાળે ખુલીને આરંભમાં નરમાઈએ ૬૮.૮૦ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૬૮૩.૬૫ સુધી આવી ગયો હતો.જે ૧૧ વાગ્યા બાદ ધિરાણ નીતિની સમીક્ષામાં રેટ કટ નહીં આવતાં શેરોમાં લેવાલીમાં સાવચેતીએ અથડાતી ચાલ જોવાયા બાદ બે વાગ્યા પછી ફંડોની ઓટો શેરોમાં બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં મોટી લેવાલી સાથે સિમેન્ટ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એસીસી, ગ્રાસીમ, અંબુજા સિમેન્ટ સાથે ડીએલએફ તેમ જ ચીનના નબળા સર્વિસિઝ આંકે નોન-ફેરસ મેટલના ભાવોમાં ઘટાડા છતાં મેટલ શેરોમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, સેસાસ્ટરલાઈટ, જિન્દાલ સ્ટીલ સહિતમાં આક્રમક લેવાલી અને આઈટી શેરો ઈન્ફોસીસમાં લેવાલીએ નિફટી ૭૭૫૦ની સપાટી કુદાવી ઉપરમાં ૭૭૫૨.૪૫ સુધી ઉછળી અંતે ૬૨.૯૦ પોઈન્ટની તેજીએ ૭૭૪૬.૫૫ બંધ રહ્યો હતો.
૭૮૦૦નો નિફટી કોલ ૭૦ થી ઘટી નીચામાં ૪૪.૬૫ થઈ ઉછળીને ૮૩.૩૫ ઃ નિફટી ૮૦૦૦નો કોલ નીચામાં ૧૦.૩૦ થઈ ઉછળીને ૨૧.૯૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી ૭૮૦૦નો કોલ ૪,૮૬,૨૪૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૯,૧૨૭.૩૦ કરોડના કામકાજે ૭૦ સામે ૭૩.૫૫ ખુલીને નીચામાં ૪૪.૬૫ સુધી તૂટીને ઉપરમાં ૯૩ સુધી ઉછળી અંતે ૮૩.૩૫ હતો. નિફટી ૮૦૦૦નો કોલ ૩,૪૯,૭૮૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૦૨૧.૩૧ કરોડના કામકાજે ૧૯.૨૦ સામે ૧૯.૫૦ ખુલીને નીચામાં ૧૦.૩૦ સુધી જઈ પાછો ફરીને ઉપરમાં ૨૪.૯૫ સુધી ઉછળી અંતે ૨૧.૯૦ હતો. નિફટી ૭૬૦૦નો પુટ ૪,૧૧,૫૭૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૭૬૪.૭૩ કરોડના કામકાજે ૬૬.૭૦ સામે ૬૪.૪૦ ખુલીને ઉપરમાં ૮૩ થઈ નીચામાં ૩૯ સુધી તૂટીને અંતે ૪૨.૫૦ હતો.
બેંક નિફટી ફયુચર ૧૫,૩૪૩ થી વધીને ૧૫,૪૨૧ બોલાયો ઃ નિફટી ફયુચર ૭૭૧૮ થી નીચામાં ૭૬૫૫ થઈ વધીને ૭૭૭૧
બેંક નિફટી ફયુચર ૧,૭૪,૭૮૭ કોન્ટ્રેકટસમાં રૃ.૬૬૮૯.૯૧ કરોડના કામકાજે ૧૫,૩૪૩.૦૫ સામે ૧૫,૩૭૪ ખુલીને નીચામાં ૧૫,૧૭૫ થઈ ઉપરમાં ૧૫,૪૨૧.૮૫ સુધી ઉછળી અંતે ૧૫,૩૮૭ હતો. નિફટી ઓગસ્ટ ફયુચર ૩,૪૭,૪૯૭ કોન્ટ્રેકટસમાં રૃ.૧૩,૪૧૮.૪૨ કરોડના કામકાજે ૭૭૧૮.૨૦ સામે ૭૭૩૪.૧૫ ખુલીને નીચામાં ૭૬૫૫.૨૦ સુધી તૂટીને વધી ઉપરમાં ૭૭૮૮.૬૦ થઈ અંતે ૭૭૭૧.૮૫ હતો. નિફટી ૭૯૦૦નો કોલ ૩૮.૨૦ સામે ૩૬ ખુલીને નીચામાં ૨૨ થઈ ઉપરમાં ૫૧.૩૫ સુધી ઉછળી અંતે ૪૪.૮૫ હતો.
વ્યાજ દરો યથાવત ઃ ઓટોમોબાઈલ શેરોમાં પૂરપાટ તેજી ઃ બજાજ ઓટો, કયુમિન્સ ઈન્ડિયા, અપોલો ટાયર્સ, મહિન્દ્રા બોશ ઉછળ્યા
રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિ સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરાતાં ઓટો લોનના રેટ જળવાઈ રહેવાની સાથે ચોમાસાની વિલંબ છતાં સારી પ્રગતિએ વાહનોની આગામી દિવસોમાં સારી માંગ નીકળવાની અપેક્ષા અને તાજેતરમાં ઓટો કંપનીઓના જુલાઈ મહિનાના વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી સારા વધીને આવતાં ઓટો શેરોમાં ફંડો મોટાપાયે લેવાલ રહ્યા હતા. જેમાં બજાજ ઓટોનું વેચાણ ૧૩ ટકા વધીને રૃ.૩.૧૯ લાખ વાહનોનું થતાં શેરમાં લેવાલીએ રૃ.૫૬.૮૦ ઉછળીને રૃ.૨૧૫૦ રહ્યો હતો. કયુમિન્સ ઈન્ડિયા રૃ.૪૦.૯૫ ઉછળીને રૃ.૬૬૯.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૪૫.૩૫ તેજીએ રૃ.૧૨૨૯.૯૫, મધરસન સુમી રૃ.૧૦.૭૦ તેજીએ રૃ.૩૫૮.૭૫, બોશ રૃ.૩૩૧.૪૫ ઉછળીને રૃ.૧૩૯૧૮.૬૫, ટાટા મોટર્સનું જુલાઈમાં વાહનોનું વેચાણ એલસીવીનું ૩૯ ટકા ઘટીને ૧૬,૩૬૪ વાહનોનું અને પેસેન્જર વાહનોનું ૧૫ ટકા ઘટીને ૯૧૬૭ વાહનોનું થવા છતાં શેર રૃ.૯.૮૫ વધીને રૃ.૪૫૬.૬૫, ભારત ફોર્જ રૃ.૭.૭૫ વધીને રૃ.૭૫૬.૨૦, મારૃતી સુઝુકી રૃ.૧૭.૯૫ વધીને રૃ.૨૬૬૭.૦૫, એમઆરએફ રૃ.૭૩.૮૦ વધીને રૃ-.૨૩૭૭૧.૧૫, આઈશર મોટર્સ રૃ.૧૬.૩૦ વધીને રૃ.૮૪૪૦ રહ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ ત્રિમાસિક પરિણામ જાહેર થતાં પૂર્વે જ સાધારણ પરિણામની અપેક્ષાએ શેર રૃ.૨૨.૪૫ ઘટીને રૃ.૨૫૮૪.૨૦ રહ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો સાધારણ ૨.૬ ટકા વધીને રૃ.૫૬૩ કરોડ થતાં અને ઓપરેટીંગ માર્જિનમાં ૧૩૦ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો થયો છે.
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી તૈયારી ઃ સિમેન્ટ શેરોમાં કોન્ક્રિટ તેજી ઃ અલ્ટ્રાટેક સિમેન્ટ, એસીસી, અંબુજા સિમેન્ટ, ગ્રાસીમ ઉછળ્યા
ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટી સંખ્યામાં દેશભરમાં પ્રોજેકટો ધમધમતા કરવાની કેન્દ્ર સરકાર તૈયારી કરી રહ્યાના સંકેત અને આ માટે સિમેન્ટ, સ્ટીલ સહિતની મોટી માંગ નીકળવાની અપેક્ષાએ આજે સિમેન્ટ, સ્ટીલ, રિયાલ્ટી શેરોમાં ફંડોની ફરી આક્રમક લેવાલી નીકળી હતી. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ રૃ.૧૨૭.૯૦ ઉછળીને રૃ.૨૫૯૬, એસીસી રૃ.૬૫.૧૦ તેજીએ રૃ.૧૪૩૯.૨૦, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૨૨.૫૦ વધીને રૃ.૩૩૩૫.૯૫, અંબુજા સિમેન્ટ રૃ.૮.૫૦ વધીને રૃ.૨૧૨.૮૦, રામકો સિમેન્ટ રૃ.૪.૫૫ વધીને રૃ.૨૮૦, સૌરાષ્ટ્ર સિમેન્ટ રૃ.૭.૪૦ ઉછળીને રૃ.૪૪.૫૦, હેડલબર્ગ સિમેન્ટ રૃ.૨.૪૫ તેજીએ રૃ.૬૬.૩૦, શ્રી સિમેન્ટસ રૃ.૭૬.૮૦ ઉછળીને રૃ.૭૪૪૦.૦૫, પ્રિઝમ સિમેન્ટ રૃ.૨.૮૦ વધીને રૃ.૭૫.૪૫, ઈન્ડિયા સિમેન્ટસ રૃ.૨.૪૦ વધીને રૃ.૧૦૮.૭૦ રહ્યા હતા.
રિયાલ્ટી શેરોમાં ફરી આક્રક લેવાલી ઃ એચડીઆઈએલ રૃ.૮, યુનિટેક રૃ.૨, ઈન્ડિયાબુલ્સ રિયલ રૃ.૩ ઉછળ્યા
સિમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના શેરોમાં ફંડોની આજે  તોફાની લેવાલી સાથે છેલ્લા કલાકમાં રિયાલ્ટી શેરોમાં પણ ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. જેમાં એચડીઆઈએલ રૃ.૭.૯૫ ઉછળીને રૃ.૧૦૦.૦૫, યુનીટેક રૃ.૧.૬૫ ઉછળીને રૃ.૨૭.૬૦, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ રૃ.૩ વધીને રૃ.૮૦.૮૫, ડીબી રિયાલ્ટી રૃ.૨.૨૫ વધીને રૃ.૮૩.૫૦, ડીએલએફ રૃ.૪.૨૦ વધીને રૃ.૨૦૫.૫૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૭.૩૦ વધીને રૃ.૨૩૬, ફિનિક્સ મિલ્સ રૃ.૮ વધીને રૃ.૩૫૯.૯૦, ઓબેરોય રિયાલ્ટી રૃ.૩.૪૫ વધીને રૃ.૩.૪૫ વધીને રૃ.૨૫૫.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૫૦.૧૫ પોઈન્ટ વધીને ૧૯૪૩.૫૫ બંધ રહ્યો હતો.
ચીનનો સર્વિસિઝ પીએમઆઈ ઘટીને આવ્યા છતાં આરંભિક સુસ્તી બાદ મેટલ શેરોમાં તોફાની તેજી ઃ હિન્દાલ્કો, જિન્દાલ, ટાટા સ્ટીલ ઉંચકાયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ચીનના સર્વિસિઝ પીએમઆઈના આંક ઘટીને આવતાં નોન-ફેરસ મેટલના ભાવોમાં નરમાઈએ મેટલ-માઇનીંગ શેરોમાં આરંભિક નરમાઈ બાદ ફંડો મોટાપાયે લેવાલ બન્યા હતા. હિન્દાલ્કો રૃ.૫.૧૦ વધીને રૃ.૧૯૫.૩૫, જિન્દાલ સ્ટીલ રૃ.૬.૪૦ વધીને રૃ.૨૮૧.૫૦, ટાટા સ્ટીલ રૃ.૧૦.૭૦ વધીને રૃ.૫૬૧.૭૦, સેસાસ્ટરલાઈટ રૃ.૫.૧૫ વધીને રૃ.૨૯૪.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૯.૯૫ વધીને રૃ.૧૧૯૨.૪૦ રહ્યા હતા.
બેંક શેરોમાં સાધારણ સુધારો ઃ બીઓબી, પીએનબી, એચડીએફસી, એચડીએફસી બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં આજે એકંદર નિરસતા જોવાઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો, સીઆરઆરમાં કોઈ ફેરફાર નહીં કરતાં બેંકિંગ શેરોમાં ખાસ લેવાલી નીકળી નહોતી. બેંક ઓફ બરોડા રૃ.૧૧.૧૫ વધીને રૃ.૯૦૯.૮૦, પીએનબી રૃ.૮.૮૦ વધીને રૃ.૯૭૬.૨૫, એચડીએફસી બેંક રૃ.૬.૮૦ વધીને રૃ.૮૧૯.૯૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧.૭૫ વધીને રૃ.૨૮૧.૦૫, એચડીએફસી રૃ.૧૩.૯૦ વધીને રૃ.૧૦૪૪.૯૦ રહ્યા હતા.
એફઆઈઆઈની કેશમાં રૃ.૫૩ કરોડ, સ્ટોક ફયુચર્સમાં રૃ.૧૦૮ કરોડની ખરીદી ,  ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૦૧ કરોડની  વેચવાલી
એફઆઈઆઈઝ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે-મંગળવારે કેશમાં રૃ.૫૨.૮૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૩૦૨૯.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૯૭૬.૪૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૨૦૧.૩૫ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૧૦૮.૧૬ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.  ડીઆઈઆઈઝ-સ્થા નિક સંસ્થાકીય રોકાણકારોએ આજે કેશમાં રૃ.૬૨.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૩૦૬.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૨૪૪.૩૦ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી ઃ ૩૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ ઃ ૧૭૭૮ શેરો પોઝિટીવ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરામાં સતત બીજા દિવસે ફંડો, મહારાથીઓ, ખેલંદાઓ સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની  લેવાલી વ્યાપક બનતી જોવાઈ હતી.માર્કેટબ્રેડથ અત્યંત સારી બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૪૩ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૭૭૮ અને ઘટનારની ૧૧૪૨ રહી હતી. ૩૯૨શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ અને ૨૭૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.