Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
પ્રવાસીઓના ધાડાની બાબતમાં ખૂશ્બુ ગુજરાત કી... ફાંકાનો પર્દાફાશકોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારાગુજરાતે પ્રવાસન ક્ષેત્રે પ્રચાર-પ્રસારમાં બેફામ નાણાં ખર્ચ્યા છતાં મહારાષ્ટ્ર, મ
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, મંગળવાર
ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને એમ્બેસેડર બનાવી તેને પ્રોજેકટ કરીને બનાવેલી ખુશ્બુ ગુજરાત કી... એડ ફિલ્મોના પ્રચાર-પ્રસાર પછી ગુજરાત રાજ્ય બહારના અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવાની બાબતમાં નંબર વન તરીકે દેશમાં ઉભરી રહ્યાંના ગુજરાત સરકાર દ્વારા મારવામાં આવતા ફાંકાનો કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ - 'કેગ' ના તાજા રિપોર્ટમાં પર્દાફાશ થયો છે. કેગ દ્વારા જણાવાયું છે કે, પ્રવાસન ક્ષેત્રે પ્રચાર-પ્રસારમાં અઢળક નાણાં ગુજરાતે ખર્ચ્યા હોવા છતાં, રાજસ્થાન હજીયે વધુ પ્રવાસીઓને આકર્ષે છે અને પાડોશી રાજ્યો - મહારાષ્ટ્રએ તથા મધ્ય પ્રદેશે ગુજરાત કરતાં ઘણાં વધુ પ્રવાસીઓ આકર્ષીને પ્રવાસન ક્ષેત્રે ગુજરાત કરતાં બે ગણો વધારો વિકાસ કર્યો છે. કેગ દ્વારા ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન દેશમાં અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કેટલા પ્રવાસીઓ આવ્યા અને પ્રવાસન ક્ષેત્રે વિકાસની બાબતમાં ગુજરાત કયાં છે, તેનું નિરૃપણ આંકડા સહિત કરાયું છે. કેગ દ્વારા જણાવાયું છે કે, ૨૦૦૯ના આંકડાની તુલનાએ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે ૭૨.૫૦ ટકા વિકાસ સાધ્યો છે, તો મધ્ય પ્રદેશે ૧૭૨.૧૦ ટકા અને મહારાષ્ટ્રએ ૧૬૨.૫૪ ટકા વિકાસ સાધ્યો છે. ડિસેમ્બર- ૨૦૧૩ની સ્થિતિએ વિદેશી સહેલાણીઓને આકર્ષવાની બાબતમાં ગુજરાતનો નંબર ૧૬ ક્રમે છે, તો મહારાષ્ટ્રનો નંબર પ્રથમ ક્રમે, રાજસ્થાનનો નંબર પાંચમા ક્રમે અને મધ્ય પ્રદેશનો નંબર ૧૨મા ક્રમે છે. આવી જ રીતે સ્થાનિક સહેલાણીઓને પ્રવાસધામો ખાતે આકર્ષવાની બાબતમાં ગુજરાતનો નંબર દેશમાં ૮મા ક્રમે છે, તો મહારાષ્ટ્રનો નંબર પાંચમા ક્રમે, રાજસ્થાનનો નંબર સાતમા ક્રમે અને મધ્ય પ્રદેશનો નંબર ૬ઠ્ઠા ક્રમે છે. વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ના ગાળામાં ગુજરાતમાં કુલ ૧૦.૮૪ કરોડ પ્રવાસીઓ આવ્યા, તેની સરખામણીએ રાજસ્થાનમાં પ્રવાસીઓ દોઢા યાને ૧૪.૩૭ કરોડ આવ્યા, તો મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં બે ગણા વધુ યાને ૩૦.૫૧ કરોડ પ્રવાસીઓ આવ્યા, જયારે મધ્ય પ્રદેશમાં ગુજરાત કરતાં બમણાં એટલે કે ૨૨.૨૯ કરોડ આવ્યા હતા. ગુજરાતમાં ૨૦૦૯-૧૦ થી ૨૦૧૩-૧૪ના ગાળામાં બિનનિવાસી ભારતીયો અને વિદેશીઓ કુલ મળીને ૨૨.૪૭ લાખ જ આવ્યા હતા. જયારે ઉકત ગાળામાં બીજા રાજ્યોનાં પ્રવાસીઓ ગુજરાતમાં કુલ મળીને ૨૪૧.૨૪ લાખ આવ્યા હતા, તેમ કેગ દ્વારા જણાવાયું છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com