Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
હવે વેટના ડીલરોએ એપ્રિલથી ફોર્મ ૪૦૨, ૪૦૩ ઓનલાઈન લેવાં પડશે૨૫ કરોડથી વધુ ટર્નઓવરવાળા ડીલરો માટે દાખલ કરાયેલી સિસ્ટમ
અત્યાર સુધી માત્ર રૃા. ૨૫ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારાઓ માટે ઓનલાઈન ફોર્મ લેવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર વેટનું રજિસ્ટ્રેશન ધરાવતા તમામ ૪,૬૭,૯૩૦ ડીલરો માટે ફોર્મ નંબર ૪૦૨ અને ફોર્મ નંબર ૪૦૩ ઓનલાઈન લેવાની સિસ્ટમ આગામી પંદરેક દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આમ તો બાવીસમી ડિસેમ્બર ૨૦૧૪થી રૃા. ૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેટ રજિસ્ટર્ડ ડીલર માટે રાજ્યમાંથી માલ બહાર મોકલવા માટે ફોર્મ ૪૦૨ અને રાજ્ય બહારથી ગુજરાતમાં માલ લાવવા માટે ફોર્મ ૪૦૩ ઓનલાઈન લેવાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી. વાર્ષિક રૃા. ૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા અંદાજે ૪૮૩૮ વેટ રજિસ્ટર્ડ ડીલરને માટે ફોર્મ ૪૦૨ અને ૪૦૩ ઓનલાઈન લેવાની વ્યવસ્થા ૨૨મી ડિસેમ્બર ૨૦૧૪થી દાખલ કર્યા પછી ૧૫મી ફેબુ્રઆરી ૨૦૧૫થી રૃા. ૨૫ કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા અંદાજે ૯૨૭૯ રજિસ્ટર્ડ ડીલરો માટે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી હતી. હવે ગુજરાતનો કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમામ કરદાતાઓ માટે આ સિસ્ટમ અમલી બનાવવા સજ્જ થઈ ગયું છે. કોમર્શિયલ ટેક્સ કચેરીનું આ માટેનું સોફ્ટવેર તૈયાર કરનારી કંપની પાસે આ વ્યવસ્થા ચાલુ કરવાને પરિણામે કોઈ ટેકનિકલ અવરોધ આવશે કે નહિ તે અંગેનો અહેવાલ મંગાવી લેવામાં આવ્યો છે અને કંપનીએ આ માટે લીલીઝંડી આપી દીધી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. તેમની લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ આ સિસ્ટમ પહેલી એપ્રિલથી ચાલુ કરી દેવામાં આવે તો તેમાં ઉતાવળ થઈ જવાની દહેશત છે અને વેપારી આલમ તરફથી બિનજરૃરી બૂમરાણ મચાવી દેવામાં આવે તેવી શક્યતા જોઈને વેટ કચેરી આ માટેની તારીખ નક્કી કરવા અંગે ચર્ચા કરી રહી છે. બીજું, આ સિસ્ટમ તમામ રજિસ્ટર્ડ ડીલરોને લાગુ કરી દેવી કે પહેલા રૃા. ૧૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારાઓને લાગુ કરવી તે અંગે વેટ કચેરી અવઢવમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુરૃવારે આ સંદર્ભમાં ચર્ચા કરવા માટે મળેલી બેઠકમાં છ એપ્રિલ અને ૧૩ એપ્રિલથી ચાલુ કરવા માટે સૂચનો વહેતા મૂકવામાં આવ્યા હતા. છતાંય આ બેમાંથી એક તારીખ પસંદ કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. પરંતુ આ બેમાંથી એક પણ તારીખ ફાઈનલ કરી નથી. તેમ છતાં એપ્રિલ મહિનાથી આ સિસ્ટમને લાગુ કરી દેવા વેટ કચેરી મક્કમ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. ફોર્મ ૪૦૨ અને ૪૦૩ માટે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી રહી છે. જોકે ફોર્મ નંબર ૪૦૫ તો તમામ વેટ રજિસ્ટર્ડ ડિલરે ઓનલાઈન જ લેવા ફરજિયાત છે. ફોર્મ ૪૦૫ સામાન્ય રીતે એક રાજ્યમાંથી આવતો માલ બીજા રાજ્યમાં જતો હોય, પરંતુ ગુજરાતમાંથી તે ટ્રક પાસ થવાની હોય તો તેવા સંજોગોમાં ટ્રાન્ઝિટ વિઝાની જેમ ફોર્મ ૪૦૫ લેવું પડે છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment