સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 31 July 2014

પેકેજિંગથી સંતોષ થશે તો કેરીની આયાત ઉપરનો પ્રતિબંધ હટાવશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

પેકેજિંગથી સંતોષ થશે તો કેરીની આયાત ઉપરનો પ્રતિબંધ હટાવશે

ભારત દ્વારા કરવામાં આવતા

યુરોપિયન યુનિયન

ઇયુની ટીમ સપ્ટેમ્બરમાં ભારત આવી નાશવંત પેદાશોના પેકેજિંગની ચકાસણી કરશે

નવી દિલ્હી, ગુરૃવાર
ભારતીય હાફુસ કેરી અને કેટલાક શાકભાજી ઉપર યુરોપિયન યુનિયન(ઇયુ)એ મૂકેલો આયાત પ્રતિબંધ પેકેજિંગનું સ્તર બહેતર બનાવવામાં આવે તો તેને ઇયુ પાછો ખેંચી લેવા  વિચારી શકે. ઇયુના ક્વાલિટી ઇન્સ્પેક્ટરોને જો પેકેજિંગના નવા કઠોર નિયમોના અમલથી સંતોષ થશે તો ઇયુ ભારતના નાશવંત ઉત્પાદનોની આયાત ઉપરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે, એમ સૂત્રોએ અહી જણાવ્યું હતું.
યુરોપિયન યુનિયનના પ્લાન્ટ અને હેલ્થ વિભાગની એક ટીમ આવતા સપ્ટેમ્બર મહિનામાં ભારતની મુલાકાતે આવી રહી છે અને તેઓ આપણી પકેજિંગ વ્યવસ્થા અને નિયમોનું પરિક્ષણ કરશે. આપણે જે ચીજ વસ્તુની નિકાસ કરીએ છીએ તે સ્થળની સ્વચ્છતા અને પેકેજિંગની ગુણવત્તા સારી હોવાનું તેમને જણાશે તો તેઓ પ્રતિબંધ પાછો ખેંચી લેશે, એમ વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું.
યુરોપના ૨૭ રાષ્ટ્રોના સમૂહ ઇયુએ ગયા મે માસમાં ભારતની હાફુસ કેરી, કારેલાં, અળશીના પાન અને  લાંબી પડવળની આયાત ઉપર ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ સુધી પ્રતિબંધ મૂકયો હતો. અમુક કન્સાઇન્મેન્ટમાં જીવાત જોવા મળ્યા બાદ ઇયુએ આ બેન મૂક્યો હતો.
જોકે, ભારત આ પ્રતિબંધને અન્યાયી ગણાવતા કહે છે કે દેશમાં પેકેજિંગ અને ઇન્સ્પેકશનના કઠોર નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે અને તે વડે તમામ કન્સાઇન્મેન્ટ જંતુ રહિત હોવાની ખાતરી પણ કરવામાં આવે છે. પ્લાન્ટ પ્રોટેક્શન ઇન્સ્પેક્ટરોના નેજા હેઠળ એપેડા દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા પેક હાઉસમાંથી જ તમામ નિકાસલક્ષી નાશવંત ચીજોનું પેકેજિંગ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોવાનું વાણિજ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.
ઇયુના પ્રતિબંધના કારણે ભારતની નાશવંત ચીજોની નિકાસ ઉપર માત્ર ૫ ટકા જેટલી અસર થઇ છે પણ તે કારણે ભારતની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.   
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

પાવરલુમ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે રૃ. ૧૧૯૫૨ કરોડની ફાળવણી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

પાવરલુમ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે રૃ. ૧૧૯૫૨ કરોડની ફાળવણી

ઉપરાંત અન્ય ઘણા પ્રોત્સાહનો અપાયા હોવાની જાહેરાત

નવીદિલ્હી,ગુરૃવાર
દેશના પાવરલુમ ક્ષેત્રને આધુનિક બનાવવા માટે  સરકારે બારમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલ થનાર  રિવાઇઝ્ડ રિસ્ટ્રક્ચર્ડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ માટે રૃ. ૧૧૯૫૨ કરોડની ફાળવણી કરી છે.
કાપડ પ્રધાન સંતોષકુમાર ગંગવારે સંસદમાં જણાવ્યુ હતુ કે વિકેન્દ્રિત પાવરલુમ સેક્ટર પર વિશેષ ધ્યાન આપી નવી શટલ વગરની શાળો માટેની કેપીટલ સબસીડી ૧૦ ટકાથી વધારી ૧૫ ટકા,ઇન્ટરેસ્ટ રિએમ્બર્સમેન્ટ ૫ ટકાથી વધારી ૬ ટકા અને માર્જીન મની સબસીડી ૨૦ ટકાથી વધારી ૩૦ ટકા કરાઇ છે. સબસીડીની મર્યાદા રૃ. એક કરોડથી વધારી દોઢ કરોડની કરાઇ હોવાનું પણ કાપડ પ્રધાને જણાવ્યું હતુ.
ઉપરાંત પાવરલુમ સેક્ટર માટે એક પ્રાયોગિક પ્રોજેક્ટ અન્વયે માળખાકીય સવલતો વિકસાવવા,સામાન્ય સવલતો માટે,ફેક્ટરી બાંધવા માટે અને શટલલેસ લુમ્સ હાયરપરચેઝ ધોરણે ખરીદવા માટે પણ સબસીડી અપાતી હોવાનું પ્રધાને વધુમાં જણાવ્યું હતુ.આ મદદના કારણે ઉત્પાદનની ગુણવત્તા સુધરવા ઉપરાંત સ્થાનિક  તેમ જ આં.રા. બજારમાં સ્પર્ધાત્મકતા વધવાની સંભાવના છે.
તેમણે વધુમાંે જણાવ્યું હતુ કે હેન્ડલુમ અને સિલ્ક સેક્ટર માટેની કેપીટલ સબસીડી ૨૫ ટકાથી વધારી ૩૦ ટકા અને એમએસએમઇ તથા શણ ઉદ્યોગ માટે રૃ. ૪૫ લાખથી વધારી રૃ. ૭૫ લાખ કરાઇ છે.ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ હેઠળ સરકારે  અંદાજે રૃ. ૨,૬૦,૦૦૦ની સબસીડીનો ૧૨મી યોજનામાં અંદાજ રખાયો છે.  
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ચીન, થાઇલેન્ડ અને યુરોપથી આવતા પીટીએ ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ચીન, થાઇલેન્ડ અને યુરોપથી આવતા પીટીએ ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી

નિકાસકાર ઉત્પાદક અને દેશના આધારે ૧૯.૦૫ ડોલરથી

૧૧૭.૦૯ ડોલર પ્રતિ ટન એન્ટિ ડમ્પિંગ ડ્યુટી

નવી દિલ્હી, બુધવાર
ચીન, થાઇલેન્ડ, યુરોપિયન યુનિયન અને દક્ષિણ કોરિયાથી આયાત થતાં પ્યુરિફાઇડટેરેફથાલિક એસિડ(પીટીએ) ઉપર પ્રોવિઝનલ એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવાનો નિર્ણય નાણા મંત્રાલયે લીધો છે.
વાણિજ્ય મંત્રાલયની પ્રમાણિત સંસ્થાની  ભલામણોના આધારે મહેસૂલ વિભાગે નિકાસકાર ઉત્પાદક અને દેશના આધારે ૧૯.૦૫ ડોલરથી ૧૧૭.૦૯ ડોલર પ્રતિ ટન એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી છે.
આ ભલામણ ૧૯મી જુને કરવામાં આવી હતી અને તેનો અમલ રેવેન્યુ વિભાગે ૨૫મી જુલાઇએ કર્યો છે. આ એન્ટિ ડમ્પિંગ ડ્યુટીનો અમલ આવતા છ માસ સુધી અમલમાં રહેશે.
આ રાષ્ટ્રોમાંથી આવતા પીટીએ ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદવાની અરજી રિલાયન્સ ઇન્ડ. અને એમસીએ પીટીએ ઇન્ડિયા કોર્પ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
પીટીએની અન્ય ઉત્પાદક કંપની આઇઓસીએ આ અરજીનો વિરોધ અથવા સમર્થન કર્યું નહોતું.
ટેક્સટાઇલ્સ, પેકેજિંગ, ફર્નિશિંગ, કન્ઝયુમર ગુડ્સ, રેસિન્સ અને કોટિંગ માટે વપરાતા પોલિસ્ટરના ઉત્પાદન માટે પીટીએનો પ્રાથમિક કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. 
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

શૈક્ષણિક લોનના ડિફોલ્ટરોને ભવિષ્યમાં કોઇ લોન આપે નહી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

શૈક્ષણિક લોનના ડિફોલ્ટરોને ભવિષ્યમાં કોઇ લોન આપે નહી

તેવા પગલાં લેવાનું વિચારતી બેન્કો

જાહેર ક્ષેત્રની બેન્કોએ રૃા.૬૦૦૦૦ કરોડની શૈક્ષણિક લોન આપી છે

ચેન્નાઇ, બુધવાર
શૈક્ષણિક લોન નહી ચુકવનાર વિદ્યાર્થીઓ માટે આકરાં પગલાં લેવાનું બેન્કો વિચારી રહી છે. બેન્કે તેમની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) માટે સાવધ બની છે અને લોન નહી ચુકવનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઇ લોન આપે નહી તે રીતે બ્લેક લિસ્ટ કરવાનું વિચારી રહી છે.
શૈક્ષણિક લોન ડિફોલ્ટ થવાની ઘટનાઓ વધી રહી હોવાથી ધિરાણ આપતી સંસ્થાઓને તેમના નાણા પાછા મેળવવા માટે ડિફોલ્ટરનો રિપોર્ટ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિ.(સીબીલ) જેવી ક્રેડિટ ઇન્ફોર્મેશન એજન્સીઓને આપવા સહિતના પગલાં લેવાની ફરજ પડી છે.
આ પ્રકારની એજન્સીઓ દ્વારા લોન ડિફોલ્ટરને આપવામાં આવતા નબળા રેટિંગની અસર વ્યક્તિની આબરૃને થાય છે અને ભવિષ્યમાં કોઇ બેન્ક અથવા નાણા સંસ્થા તેને લોન આપવા આગળ નહીં આવે.
બેન્કિંગ સેક્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ જાહેર ક્ષેત્રની બેન્કોએ શૈક્ષણિક લોન માટે રૃ.૬૦,૦૦૦ કરોડની વિપુલ લોન આપી છે.  અને તેમનો ડિફોલ્ટ રેટ ૯.૫ જેટલો ઊંચો છે જે એનપીએના ૪.૫ ટકાની સરેરાશ કરતાં બમણો છે.
બીજી તરફ ખાનગી ક્ષેત્રની બેન્કો પણ આ બાબતે અપવાદ નથી. એક ખાનગી બેન્કના સીઇઓના જણાવ્યા મુજબ શૈક્ષણિક લોન તેમનામાટે મોટી સમસ્યા સાબિત થઇ રહી છે.
બિલાડીના ટોપની જેમ ઉગી નિકળેલી શૈક્ષણિક સંસ્થાઓ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં નિષ્ફળ જઇ રહી છે અને તેમાં ભણનાર વિદ્યાર્થીઓને પાસ થયા બાદ નોકરી માટે તત્કાળ પ્લેસમેન્ટ મળતું નથી અને પરિણામે વિદ્યાર્થીઓ લોન ભરપાઇ કરવામાં નિષ્ફળ  જાય છે. અમે આવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે પ્લેસમેન્ટ બાબતે સ્પષ્ટ વલણ સાથે ચર્ચા કરીશું, એમ આ ખાનગી બેન્કના સીઇઓએ જણાવ્યું હતું.
લોન ડિફોલ્ટરોની યાદી સીબીલને નહી મોકલવાની સૂચના થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર તરફથી મળી હતી પણ ડિફોલ્ટરોની યાદી લાંબી થઇ રહી હોવાથી અમારે આ વિકલ્પ પસંદ કરવો પડશે. અમે આ બાબતે ઇન્ડિયન બેન્ક એસોસિએશન(આઇબીએ)નો સંપર્ક કર્યો છે, એમ જાહેર ક્ષેત્રની બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 30 July 2014

શેરબજારમાં આવેલી તેજીને પગલે શેર બાયબેકની કંપનીઓની યોજના પર બ્રેક

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

શેરબજારમાં આવેલી તેજીને પગલે શેર બાયબેકની કંપનીઓની યોજના પર બ્રેક

ચાલુ વર્ષમાં ૧૧ જેટલી કંપનીની બોર્ડે બાયબેક માટે આપેલી મંજુરી

મુંબઈ, મંગળવાર
શેરબજારમાં ચાલી રહેલી રેલીને કારણે કંપનીઓની બાયબેકની યોજના પર માઠી અસર પડી છે. કંપનીઓ શેર બાયબેક માટે જો ઓફર કરી રહી છે તેના કરતા બજારમાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે. કંપનીઓને જ્યારે લાગે કે પોતાના શેરનું બજારમાં ઓછું મૂલ્યાંકન અંકાઈ રહ્યું છે ત્યારે શેરધારકોને ચોક્કસ કિંમત આપી  તેમની પાસેથી શેર ખરીદવાની ઓફર આપે છે, જેથી શેરધારકોને તેમની પાસેના શેરનું યોગ્ય મૂલ્યાંકન મળી રહે.
બીએસઈના આંકડા પ્રમાણે હાલમાં આઈએસજીઈસી હેવી એન્જિનિયરિંગ, ડીસીએમ શ્રીરામ, એડલવિઝ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ તથા સુપ્રીમ પેટ્રો દ્વારા બાયબેક ઓફર અપાઈ રહી છે. જો કે આ કંપનીઓ દ્વારા જે બાયબેકની જે ઓફર અપાઈ રહી છે તેના કરતા તેમના શેરના બજાર ભાવ  ૧૬૦ ટકાથી ૯ ટકા જેટલા ઘણાં ઊંચા બોલાઈ રહ્યાનું જોવા મળે છે.
બાયબેકની જાહેરાત કર્યા બાદ કંપનીઓએ તે પાર પાડવાની રહે છે. સામાન્ય રીતે શેરના ભાવ ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થતા હોય છે ત્યારે કંપનીઓ દ્વારા બાયબેકની ઓફર આવતી હોય છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. બજારમાં ભાવ ઊંચા હોય છે ત્યારે કંપનીઓ ખાસ કંઈ કરી શકતી નથી.
હાલમાં બજારમાં રેલી ચાલી રહી છે ત્યારે કેટલી ક કંપનીઓએ બાયબેકની યોજના પડતી મૂકી હોવાનું પણ જોવા મળ્યું છે.  ૧૧ બાયબેક યોજનાને કંપનીની  બોર્ડની મંજુરી મળી ગઈ છે. ૨૦૧૩-૧૪માં શેરબજાર જ્યારે મંદ સ્થિતિમાં હતું ત્યારે રૃપિયા ૧૧૩૮૦  કરોડની ૩૨ બાયબેક ઓફર રહી હતી જે છેલ્લા એક દાયકામાં બીજી મોટી હતી. અગાઉ ૨૦૧૧-૧૨માં રૃપિયા ૧૩૭૬૫ કરોડની બાયબેક રહી હતી.
મંદ બજારની સરખામણીએ તેજીના સમયમાં બાયબેક ઓફર ઘણી ઓછી રહેતી હોય છે. પોતાની પાસેના વધારાના નાણાંનો ઉપયોગ કરવા અથવા શેરભાવને ટેકો આપવા કંપની બાયબેક ઓફર આપતી હોય છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

ઘરઆંગણે ભાવ તૂટી જતા કપાસની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા ખેડૂતોની માગણી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ઘરઆંગણે ભાવ તૂટી જતા કપાસની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા ખેડૂતોની માગણી

ચીને માલ ખરીદવાનું બંધ કરતા ભારતના ઉત્પાદકો પર અસર

મુંબઈ, મંગળવાર
વૈશ્વિક મંદ સ્થિતિએ ભારતના કપાસના ખેડૂતોને હતાશ કરી દીધા છે. કેન્દ્રમાં નવી સરકારની રચના થઈ ત્યારથી કપાસના ભાવ ઘટવાના શરૃ થયા છે. આ હકીકતને ધ્યાનમાં રાખી  કપાસની આયાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા તથા નિકાસ પ્રોત્સાહનો પૂરા પાડવા ખેડૂતો તરફથી માગણી ઉઠી છે.
ચીને હાલમાં કપાસ ખરીદવાનું બંધ કરી દેતા અને સ્ટોકમાં પડેલા માલનો ઉપયોગ કરવાનું ચાલુ કરતા કપાસના આંતરરાષ્ટ્રીય ભાવ દબાયા છે, એમ વિદર્ભ જનઆંદોલન સમિતિના એક હોદ્દેદારે જણાવ્યું હતું. ભારતના કપાસના ખેડૂતોે માટે ચીન એક મોટી બજાર છે. ચીને હવે જ્યારે પોતાની નીતિ બદલી છે ત્યારે કપાસમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. ખરીફ કપાસનો ખાંડી દીઠ ભાવ રૃપિયા ૪૫૦૦૦થી ગટી રૃપિયા ૩૦,૦૦૦  પર આવી ગયાનું પણ તેમણે જણાવ્યું હતું.
૧૭૦ કિલોની બે ગાંસડી બરોબર એક ખાંડી થાય છે. મંદીને કારણે ગુજરાત તથા વિદર્ભના ખેડૂતોને મોટી અસર થઈ રહી છે. આયાત પર પ્રતિબંધ મૂકી કપાસના લઘુત્તમ ટેકાના ભાવ વધારવાની પણ માગણી કરાઈ છે. લઘુત્તમ ટેકાના ભાવ જે હાલમાં પ્રતિ ક્વિન્ટલ  રૃપિયા ૪૦૫૦ છે તે વધારીને રૃપિયા ૬૫૦૦ કરી આપવા માગણી કરાઈ છે. ખાંડ ક્ષેત્રને બેઠું કરવા રૃપિયા ૬૦૦૦ કરોડની વ્યાજમુકત્ લોન પૂરી પડાઈ છે અને સુગર લોબીને રક્ષણ આપવા  સરકારે ખાંડની આયાત પર ૧૫ ટકા ડયૂટી લાગુ કરાઈ છે એેની પણ હોદ્દેદારે યાદ અપાવી હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 28 July 2014

વિદેશી નાણા સંસ્થાઓના રોકાણો જુલાઇમાં રૃ.૩૧૦૦૦ કરોડનો આંક વટાવી ગયા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

વિદેશી નાણા સંસ્થાઓના રોકાણો જુલાઇમાં રૃ.૩૧૦૦૦ કરોડનો આંક વટાવી ગયા

એફડીઆઇના ઉદાર ધોરણોના પગલે પ્રવાહ હજૂ વધવાની ગણતરી

મુંબઇ,સોમવાર
એફઆઇઆઇના રોકાણો  જુલાઇમાં પાંચ અબજ ડોલરનો આંક વટાવી ગયો  છે અને ૨૦૧૪માં ૨૫ અબજ ડોલરની રકમ વટાવી ગયો હોવાની ગણતરી  થઇ રહી છે.૧લી જુલાઇથી ૨૫મી જુલાઇ દરમિયાન ઇક્વિટીમાં તેમનુ રોકાણ ૨.૨ આબજ ડોલરનું અને ડેબ્ટ માર્કેટમાં ૩ અબજ ડોલરનું મળીને કુલ ૩.૨ અબજ ડોલરનું એફઆઇઆઇનું રોકાણ આવ્યું હોવાનુ છેલ્લામાં છેલ્લા ડેટા પરથી જણાય છે.રૃ.માં ગણતરીએ આ રકમ અનુક્રમે રૃ.૧૩૧૬૬ કરોડ અને રૃ.૧૭૮૨૯ કરોડ જેવી થાય છે.
કેન્દ્રની નવી સરકારના સુધારાના કાર્યક્રમ ઉપર એફઆઇઆઇ મદાર રાખી રહી હોવાનું જણાય છે.સરકારે જાહેર કરેલા કેટલાક પગલા અને તેેની નીતિના આધારે તેમના રોકાણનો પ્રવાહ આવતો જ રહેશે એમ એનાલિસ્ટોનું માનવું છે.
સરકારે વીમા ક્ષેત્રે એફડીઆઇની રોકાણ મર્યાદા વધારીને ૪૯ ટકાની કરી છે અને આપગલાના કારણે રૃ. ૨૫૦૦૦ કરોડનો રાકાણ પ્રવાહ આવવાની ધારણા છે.ઉપરાંત ૩૦ અબજ ડોલરની કુલ મર્યાદામાં રહીને સરકારી જામીનગીરીઓમાં રોકાણની એફઆઇઆઇ મર્યાદા પણ સરકારે પાંચ અબજ ડોલરના પ્રમાણમાં વધારી તેથી પણ વધુ રોકાણો આવવાની ગણતરી આ વર્ગ મુકી રહ્યો છે.
ઉપરાંત સરકાર ટૂંકમાં જ રેલ્વે અને ડીફેન્સમાં એફડીઆઇ માટેના ધોરણો હળવા બનાવે તેની પણ સાનુકૂળ અસર પડવાની ધારણા રખાય છે.
આ વર્ષની શરૃઆતથી હમણા સુધીમાં ફોરેન ઇન્વેસ્ટરોએ ૨૫.૫ અબજ ડોલરનું ચોખ્ખું રોકાણ કર્યું હોવાના અને તે રૃ. ૧.૫૩ લાખ કરોડ જેટલું છે અને તેમાંથી ઇક્વિટીમાં રૃ.૭૨,૯૬૧ કરોડ અને ડેબ્ટમાં રૃ.૮૦,૬૬૩ કરોડ ાવ્યું હોવાનું જણાય છે.૧૯૯૧થી અત્યાર સુધીમાં ક્યુમ્યુલેટીવ નેટ રોકાણ ૧૯૬ અબજ ડોલરનાં થયા છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 27 July 2014

ખાદ્ય સુરક્ષા વગર વેપારની કોઇ જ સુવિધા નહીં ઃ ભારત

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ખાદ્ય સુરક્ષા વગર વેપારની કોઇ જ સુવિધા નહીં ઃ ભારત

ડબલ્યુટીઓને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુંં

નવી દિલ્હી, શનિવાર
જીનીવામાં મળેલી ડબલ્યુટીઓની સામાન્ય પરિષદની બેઠકમાં લેવાએલા અંતિંમ નિર્ણયમાં ભારતે કહ્યું હતું કે વેપાર માટેનો કોઇ પણ સોદો અન્ન સુરક્ષા અંગેની કોઇ પણ જાતની પ્રગતિ વગર પુરંૃ કરી શકાય નહીં. ડબલ્યુટીઓની સામાન્ય પરિષદની  નિર્ણય લેનાર  સવોચ્ચ સંસ્થાની એ બેઠકમાં ભારતે કરેલા આ હિંમત ભર્યા પગલાંમાં  ભારતે કહ્યું હતું કે  ડીસેન્બર ૨૦૧૩માં બાલીમાં મંત્રી કક્ષાની બેઠક પછી જે શ્રેણીબધ્ધ ઘટનાઓ બની હતી એણે વિકાસશિલ દેશની એપેક્ષાઓ ઘટાડી દીધી હતી.
' ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટ (ટીએફએ) અંગેના સભ્યોની ચિંતાને સમજવામાં અને એના ઉકેલ લવવા માટે મારૃં પ્રતિનીધી મંડળ એમ માને છે કે   હાલમાં ટીએઇએના પ્રોટોકોલને પડતું મુકવું જોઇએ. જ્યાં સુધી અન્ન સુરક્ષા અંગેનો કોઇ જાહેર સ્ટોકહોલ્ડીંગ અને કાયમી ઉકેલ આવી ના જાય ત્યાં સુધી એને મોકુફ રાખવું જોઇએ' એમ ભારતના  ડબલ્યુટીઓના પ્રતિનિધી અંજલી પ્રસાદે કહ્યું હતું . તેમણે તો બાલી પેકેજ પ્રત્યેની સરકારની  કટીબધ્ધતાનું પણ પુરૃચ્ચાર કર્યો હતો.
જો કે ભારત એમ પણ કહ્યું હતું કે ડબલ્યુટીઓ એ તાત્કાલીક ધોરણે આનો કોઇ ઉકેલ શોધી કાઠવો જોઇએ. જેમ કે અન્ન સુરક્ષા માટે જાહેર સ્ટોહોલિડીંગ અંગે  કાયમી ઉકેલ શોધવા કૃષિ અંગેની એક સમિતિની ખાસ મોસમમાં સમપર્પિત સત્રનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષના ડીસેમ્બરની ૩૧ તારીખ સુધી આનો ઉકેલ આવી શકે છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

રિઝર્વ બેન્કે ૧૨ બેન્કોને કુલ રૃ.દોઢ કરોડની પેનલ્ટી ઠપકારી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

રિઝર્વ બેન્કે ૧૨ બેન્કોને કુલ રૃ.દોઢ કરોડની પેનલ્ટી ઠપકારી

ડેક્કન ક્રોનિકલ હોલ્ડીંંગની લોન ડીફોલ્ટના કેસમાં

આરબીઆઇની સૂચનાઓ,માર્ગદર્શન અને દિશાસૂચનોનો ભંગ કર્યો હોવાનું તપાસમાં જણાતા આ દંડ ફટકારાયો
મુંબઇ,શનિવાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧૨ બેન્કોને રૃ. પાંચ લાખથી રૃ.૪૦ લાખ સુધીનો દંડ ડેક્કન ક્રોનિકલ હોલ્ડીંગના કિસ્સામાં સૂચનાઓનો અમલ નકરવા બદલ,માર્ગરેખાઓનું ઉલ્લંઘન કરવા બદલ અને નિયમાનુસાર નહીં વર્તવા બદલ ફટકાર્યો છે.
આમાં એચડીએફસી બેન્ક,આઇસીઆઇસીઆઇ બેન્ક,એક્ષીસ બેન્ક ,કેનેરા બેન્ક અને આઇડીબીઆઇ બેન્કનો સમાવેશ થાય છે.આરબીઆઇએ સૌથી વધુ પેનલ્ટી -રૃ.૪૦ લાખની આઇસીઆઇસીઆઇ બેન્કને લગાડી છે.એક્ષીસ અને આઇડીબીઆઇ બેન્કોને પ્રત્યેકને રૃ.૧૫-૧૫ લાખની તો આંધ્ર બેન્ક,કેનેરા બેન્ક,કોર્પોરેશન બેન્ક,ઇન્ડસઇન્ડ બેન્ક,કોટક મહીન્દ્ર બેન્ક,સ્ટેટ બેન્ક ઓફ હૈદ્રાબાદ અને યસ બેન્ક પ્રત્યેકને રૃ. ૧૦-૧૦ લાખનો દંડ કરાયો હોવાનુ રિઝર્વ બેન્કની એક યાદીમાં જણાવાયું હતુ.એચડીએફસી બેન્ક અને રત્નાકર બેન્કને પાંચ-પાંચ લાખનો દંડ કરાયો છે. 
રિઝર્વ બેન્કે હૈદ્રાબાદની ડેક્કન ક્રોનિકલ હાલ્ગ્ગ્સ લિ.ના લોન તથા કરંટ ખાતાની સ્ક્રુટીની ૨૦૧૩ના અંત ભાગમાં  આ બેન્કોની અમુક શાખાઓમાં હાથ ધરી હતી.આ તપાસના આધારે આરબીઆઇએ માર્ચ ૨૦૧૪માં શોકોઝ નોટીસો આ બન્કોને પાઠવી હતી અને તેના બેન્કો તરફથી લેખીત જવાબ પણ મળ્યો હતો.દરેક બેન્કે આપેલા જવાબને ધ્યાનમાં લીધા પછી રિઝર્વ બેન્કને એવું જણાયુ હતુ કે કેટલાક નિયમ ભંગ અતિ ગંભીર પ્રકારના હતા અને તે નાણાકીય પેનલ્ટી લગાવવા પાત્ર જણાતા ઉક્ત દંડ લદાયો હોવાનું પણ વધુમાં જણાવાયુ હતુ.
આરબીઆઇએ સ્પષ્ટતા પણ કરી હતી કે આ પેનલ્ટીનો અર્થ કોઇ ટ્રાન્જેક્શનને વેલીડ કરાયા છે કે બેન્કો અને બોરોઅર વચ્ચેના કરારને માન્ય કરાયાનો થતો નથી.ડેક્કન ક્રોનિકલ,એશીયન એજ,ફાઇનાન્સીયલ ક્રોનિકલ અને આંધ્રભૂમીનું પ્રકાશન કરતાં ડીસીએચએલે રૃ. ૪૦૦૦ કરોડની વિવિધ બેન્કોની લોનો ચૂકવવામાં ડિફોલ્ટ કરી હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 25 July 2014

હિન્દુસ્તાન ઝીંક અને બાલ્કોનો બાકીનો હિસ્સો વેચવાનો સરકારનો નિર્ણય

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

હિન્દુસ્તાન ઝીંક અને બાલ્કોનો બાકીનો હિસ્સો વેચવાનો સરકારનો નિર્ણય

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમમાં ૧૦ ટકા વેચી લીસ્ટીંગ કરાવાશે,

સેઇલનો ૫ ટકા તથા હિન્દુસ્તાન એરોનોટીક્સનો ૧૦ ટકા હિસ્સો પણ વેચાશે

નવીદિલ્હી ,   શુક્રવાર
હિન્દુસ્તાન ઝીંક લિ. અને ભારત એલ્યુમિનીયમ કંપનીમાંનો બાકીનો સરકારી હિસ્સો વેચી દેવાને સરકારે મંજૂરી આપી હોવાનું નાણા પ્રધાન અરૃણ જેટલીએ આજે જણાવ્યું હતુ.સરકાર પાસે હિન્દુસ્તાન  ઝીંકના ૨૯.૫ ટકા અને બાલ્કોના ૪૯ ટકા શેરો છે.આ બંન્ને કંપનીઓમાં બહુમતી હિસ્સો લંડન ખાતે લીસ્ટેડ વેદાન્તા રિસોર્સીસ પીએલસી પાસે છે.ઓક્ટોબરમાં વેદાન્તાને તેના શેરહોલ્ડરોએ આ કંપનીઓમાંનો સરકારી હિસ્સો ખરીદી લેવા ૩.૪૮ અબજ ડોલરની ઓફર  કરવાની મંજૂરી આપી હતી.
જેટલીએ વધુમાં જણાવ્યું હતુ કે વર્તમાન નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમમાં પણ ૧૦ ટકા સરકારી ઇક્વિટી સ્ટેક વેચી તેનું શેરબજારોમાં લીસ્ટીંગ  કરાવાશે. ઉપરાંત સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો પાંચ ટકા તથા હિન્દુસ્તાન એરોનોટીક્સનો ૧૦ ટકા સ્ટેક પણ આ જ નાણા વર્ષમાં સરકાર વેચશે એવો નિર્દેશ પણ નાણા પ્રધાને આપ્યો હતો.
બે વર્ષથી મોકુફ રખાતા ગાર(જીએએઆર) અંગે આખરી નિર્ણય લેવાની તૈયારી પણ તેઓ કરી રહ્યા છ ે એમ પણ જેટલીએ વધુમાં જણાવ્યું હતુ.૨૦૧૨માં જનરલ એન્ટી એવોઇડન્સ રુલ્સ (ગાર)ને ૨૦૧૨માં  દાખલ કરાયા હતા અને તેનો હેતુ મોરેશીયસ જેવા ટેક્ષ હેવન ગણાતા દેશોમાંથી ભંડોળો રૃટ કરતી કંપનીઓને કરજાળમાં લાવવાનો હતો , પણ કરવેરાના સત્તાવાળાઓ તરફથી હેરાનગતિનો રોકાણકારોએે ડર વ્યક્ત કરતાં અમલમાં વિલંબ થયો હતો. 
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

રૃમાં દેશમાં તથા વિદેશમાં વ્યાપક કડાકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

રૃમાં દેશમાં તથા વિદેશમાં વ્યાપક કડાકો

રૃના વૈશ્વિક ભાવ તૂટી પાંચ વર્ષના તળિયે ફોરવર્ડ સોદા ડિફોલ્ટ થવાનો આરંભ

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ મંદીનો માહોલઃ નોર્થમાં વાવેતર ૧૮ ટકા વધ્યું ઃ પાકિસ્તાનમાં પણ મોટો પાક આવશે
મુંબઈ, શુક્રવાર
મુંબઈ રૃ બજારમાં આજે મંદી આગળ વધી હતી. મથકોએ સ્પોટ પર નવી ડિમાન્ડ પાંખી રહી હતી.  વિશ્વ બજારમાં મંદી ઝડપી ગતિએ આગળ વધતાં વૈશ્વિક ભાવો ગગડી પાંચ વર્ષના તળિયે  ઉતરી ગયાના નિર્દેશો હતા. વિશ્વ બજાર તૂટતાં  ભારતમાં હવે રૃની આયાત વધવાની તથા નિકાસ ઘટવાની શક્યતા જાણકારો બતાવી  રહ્યા હતા.
ન્યુયોર્ક વાયદાના ઓવરનાઈટ સમાચારો આજે ભાવોમાં વધુ ૨૩૭, ૨૦૩, ૧૭૫ તથા ૧૬૦ પોઈન્ટનો કડાકો બતાવતા હતા. ઘરઆંગણે નોર્થ બાજુ નવા પાક માટે વાવેતર ૧૮ ટકા વધ્યું  હોવાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આજે ઓલ ઈન્ડિયા આવકો ૧૭થી ૧૮હજાર ગાંસડી આવી હતી.  સ્પોટ પર ભાવો ઘટી ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્ય-પ્રદેશ બાજુ જાતવાર નીચામાં   રૃ.૩૯૫૦૦થી ૪૦૦૦૦ તથા  ઉંચામાં  રૃ.૪૧૦૦૦થી ૪૧૨૦૦ રહ્યા હતા.  ફરધર પાકના ભાવો રૃ.૩૨૦૦૦થી ૩૬૦૦૦ રહ્યા હતા.  ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૬૦૦૦થી ૩૦૦૦૦ બોલાઈ  રહ્યા હતા. આંધ્ર-કર્ણાટક બાજુ ભાવો રૃ.૪૨૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો ઘટી જાતવાર મણના રાજસ્થાન બાજુ રૃ.૪૨૫૦થી ૪૩૦૦, હરિયાણા બાજુ  રૃ.૪૨૮૦થી ૪૩૦૦ તથા પંજાબ બાજુ રૃ.૪૩૨૦થી ૪૩૭૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ન્યુયોર્ક  વાયદો ઓવરનાઈટ  ૩ ટકા તૂટયો છે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ)  દ્વારા વિશ્વનો  આર્થિક વિકાસ ચાલુ  વર્ષે ૩.૭૦ ટકા વાળો અંદાજ હવે  ઘટાડી ૩.૩૦ ટકા કરવામાં આવતાં તથા અમેરિકામાં રૃનો પાક-પુરવઠો  મોટો અંદાજાતાં  વિશ્વ બજારમાં  ભાવો તૂટતા  રહ્યા છે.  ટૂંકાગાળામાં  વૈશ્વિક ભાવો નોંધપાત્ર તૂટી પાંચ વર્ષના તળિયે  ઉતરી ગયા હોવાથી હવે ફોરવર્ડ વેપારો સુલ્ટાવવામાં પણ ગુંચવાડો સર્જાયો છે. ઘણી મિલોએ ફોરવર્ડ  ખરીદીના  ઉભા સોદા કેન્સલ કર્યા છે. ફોરવર્ડ  વેપારોમાં ઘણા બાયરો હવે  ડિફોલ્ટ  થવાની શક્યતા  છે. પાકિસ્તાનમાં  વાવેતર વધ્યું છે. ત્યાં પંજાબ  વિસ્તારમાં નવા પાક માટે વાવેતરનો વિસ્તાર ૨ લાખ ૨૭ હજાર  એકર્સ વધ્યો છે.   તથા વાવેતર વધી ૫૬.૭૦ લાખ એકર્સમાં થયું છે. આટલા વાવેતરમાં ત્યાં નવો પાક ૧૦૦ લાખ ગાંસડી આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.