સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 30 April 2013

Solar ProductsGayatri Business Solution
Solar Products

Products :-  Solar LED Street Light, Solar Torch, Solar Fan, Solar Water Heater, Solar Water Pump, Solar Mobile Charger, Solar Cooker, Solar Garden Lights,  etc…
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel, Jaydeep Patel }
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)
Email :- inquiry.gsg@gmail.com

Monday, 29 April 2013

Special Offers Share Market players


Gayatri Business Solution

Special Offers Share Market playersPublished By :-
Gayatri Solution Group
{ Jayesh Patel, Jaydeep Patel }
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar, 
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

Wednesday, 17 April 2013

બોસ્ટન વિસ્ફોટોના સાક્ષીઓએ મુંબઇ ત્રાસવાદી હુમલાને યાદ કર્યોGayatri Business Solution

બોસ્ટન વિસ્ફોટોના સાક્ષીઓએ મુંબઇ ત્રાસવાદી હુમલાને યાદ કર્યો

આવા સમયે મિનિટ પણ કલાક જેવી લાંબી લાગે છે!

હુમલા વખતે મુંબઇ ફરવા ગયેલી મહિલા બોસ્ટનમાં વિસ્ફોટો વખતે હાજર હતી

(પીટીઆઇ)           બોસ્ટન, તા. ૧૬
બોસ્ટનમાં મેરેથોન દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટે અનેક લોકોને મુંબઇમાં ૨૦૦૮માં થયેલા હુમલાની યાદ તાજી કરાવી દીધી છે. જેમાં મૂળ બોસ્ટનની પણ ૨૦૦૮ના હુમલા વખતે મુંબઇની મુલાકાતે આવેલી એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
બોસ્ટનમાં ગઇકાલે રેસ ફિનિશલાઇન પાસે પહોંચતા થયેલા બે વિસ્ફોટમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૪૦થી વધુને ઈજા પહોંચી હતી. વિસ્ફોટના સમયે બોસ્ટનની મહિલા સ્ટેફાનિ ડગલાસ તેની મિત્ર લિન્ડા કેલેર વિલિપ્સને પ્રોત્સાહન આપવા માટે આવી હતી. ડગલાસને વિસ્ફોટના કારણે મુંબઇ હુમલાની યાદ આવી ગઇ હતી.
તેણે જણાવ્યું હતું કે મુંબઇ હુમલા વખતે તે મુંબઇની મુલાકાતે હતી અને ત્યારબાદ આતંકવાદી કૃત્યની સાક્ષી બન્યાનું બીજીવાર બન્યું છે. ડગલાસ વિલિપ્સની રાહમાં હતી તે સમયે પહેલો વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ થોડી વારમાં બીજો પ્રચંડ ધડાકો સંભળાયો હતો.
ડગલાસે જણાવ્યું હતું કે બાર પાસે થયેલા વિસ્ફોટથી બાર ધુમાડાથી ભરાઇ ગયો હતો અને ટેબલ-ખુરશીઓ પણ ઉથલી પડયા હતા. બીજો બોમ્બ મળ્યાની બુમાબુમ વચ્ચે લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. દ્રશ્ય પણ મુંબઇ હુમલા વખતે નિર્દોષ લોકોની દોડાદોડીને મળતું આવતું હતું.
બોસ્ટનમાં વિસ્ફોટોના માહોલમાં મિનિટો પણ કલાકો જેવી લાંબી લાગતી હતી તેવું કહી ડગલાસે ઉમેર્યું હતું કે ભારે જહેમત બાદ તે વિલિપ્સને શોધી શકી હતી.

નજીકની ઇમારતોના બારી-બારણાંના કાચ તૂટી ગયા
વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે કેટલાક દોડવીરો તો નીચે ગબડી ગયા હતા. આજુબાજુની ઇમારતોના બારણાં અને બારીઓના કાચ તૂટી ગયા હતા. ચારેય તરફ લોહીના ખાબોચિયા દેખાઇ રહ્યા હતા. ઘટનામાં લોકોના શરીરના અવયવો માર્ગો પણ પડેલાં દેખાયા હતા.


૨૭,૦૦૦ દોડવીરો ભાગ લઇ રહ્યા હતા
બોસ્ટન સિટીના હૃદય મનાતા સ્થળે ધડાકાથી સમગ્ર અમેરિકા ખળભળી ગયું છે.
 
પ્રવાસિકો માટેનું પ્રખ્યાત સ્થળ મનાતું બોસ્ટન બાર, લક્ઝરી શોપ્સ, રેસ્ટોરેન્ટ અને હોટેલોને કારણે ભારે લોકપ્રિય છે.
ઘટના બની ત્યારે મેરેથોનમાં ભાગ લઇ રહેલાં આશરે ૨૭,૦૦૦ જેટલા દોડવીરો ફિનિશ લાઇનની નજીક પહોંચી રહ્યા હતા. તેમને વધાવવા માટે હજારોની સંખ્યામાં દર્શકો હોવાને કારણે વિસ્ફોટોની કારણે ખુવારી વધી ગઇ છે.
Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/international-bombings-in-mumbai-terror-attack
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel, Jaydeep Patel }
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

ઇરાન, પાક.ને ભારત ૭.૮ના ભૂકંપથી ધૂ્રજી ઊઠયાGayatri Business Solution

ઇરાન, પાક.ને ભારત .૮ના ભૂકંપથી ધૂ્રજી ઊઠયા
ભારતમાં અલગ- અલગ સમયે ચાર આંચકા
ઇરાનમાં ૧૦૦નાં મોતની ભીતિ સંચાર સેવા ઠપ ગુજરાતમાં ૨૦૦૧ની યાદ તાજી થઇ ભારતમા

(પીટીઆઈ)    તેહરાન, તા. ૧૬
 ઈરાન અને પાકિસ્તાનની સરહદે બપોરના સમયે આવેલા .૮ની તીવ્રતાના ભૂકંપથી સમગ્ર ક્ષેત્રમાં ડરનું વાતાવરણ રચાયું હતું. ૨૦ થી ૨૫ સેકન્ડ ચાલેલા ભૂકંપે ઈરાનમાં ઓછામાં ઓછા ૪૭ લોકોનો ભોગ લીધો હતો. ભૂકંપના કારણે અનેકને ઈજા પહોંચી હતી. અહીં મૃત્યુ આંક વધવાની શક્યતા છે. પાકિસ્તાનમાં પણ ભૂકંપના કારણે ૩૪ લોકો મૃત્યુ પામ્યા હતા અને મોટાપાયે ખાનાખરાબી સર્જાઈ હતી. બીજી બાજુ સવારે આસામમાં અને બપોરે અરૃણાચલમાં ભૂકંપનો પહેલો ઝટકો અનુભવાયો હતો. ત્યાર બાદ ઈરાનના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, આસામ, અરૃણાચલ પ્રદેશ અને ઓડિશામાં અનુભવાઈ હતી. ખાસ કરીને આજના ભૂકંપે ગુજરાતના કચ્છ જીલ્લામાં ૨૦૦૧ની ગોઝારા ધરતીકંપની યાદ તાજી કરાવી દીધી હતી. આસામમાં ભેખડ ધસી પડતા બે બાળકો મૃત્યુ પામ્યા હતા. ભૂકંપના કારણે ડરી ગયેલા લોકો ઓફીસો અને ઘરની બહાર નિકળી આવ્યા હતા.
 ઈરાનના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે .૮ની તીવ્રતાવાળા ધરતીકંપમાં ઓછામાં ઓછા ૪૭ લોકો માર્યા ગયા છે અને અનેકને ઈજા પહોંચવાની સાથે મિલકતોને પણ મોટાપાયે નુકશાન થયું છે. અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ભૂકંપનું એપી સેન્ટર ઈરાનના ખાશ વિસ્તારમાં પેટાળમાં ૧૫. કિ.મી. ઊંડે હોવાનું અમેરિકી જીયોલોજિકલ સર્વેનું કહેવું છે. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે તેની અસરો છેક ભારત અને અખાતી દેશોમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપમાં ૧૦૦થી વધુના મૃત્યુની ભીતિ છે. અગાઉ એક સપ્તાહ પહેલા પણ ઈરાનની પર્તિયન ખાડીમાં બશહર નજીક .૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ૩૭થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ઈરાનમાં આજના ભૂકંપના કારણે પર્વતીય અને રણ પ્રદેશોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. વિસ્તારોમાં સંપર્ક સાધવો પણ મુશ્કેલ બની ગયો હતો. ઈરાનની મોટાભાગની પરમાણુ મથકો મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા છે.
 રાહત અને બચાવ કામગીરી માટે ઈરાનમાં સ્નિફર ડોગની ટુકડીઓ સહિતના કર્મીઓને કામે લગાડાયા છે. ટુકડીઓ કાટમાળમાંથી જીવતા લોકોને બહાર કાઢવાનું તેમજ કાટમાળ ખસેડવાનું કામ કરી રહી છે. અનેક લોકો હજુ પણ કાટમાળમાં દટાયાની શક્યતા છે.
 બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે .૮ની તીવ્રતાવાળો ભૂકંપ બપોરે .૧૪ કલાકે આવ્યો હતો. જેની ધુ્રજારી ગુજરાત અને ખાસ કરીને તેના કચ્છ જીલ્લામાં વધુ અનુભવાઈ હતી. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંડિગઢ, આસામ, અરૃણાચલ પ્રદેશ અને ઓડિશામાં ભૂકંપના કારણે ભયનો માહોલ ઉભો થયો હતો. વિસ્તારોમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલો મળ્યા નથી.
 ગુજરાતના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગમાં અનેક સ્થળોએ ધરતી ધુ્રજી હતી પણ જાનહાનીના અહેવાલો રાજ્યમાંથી પણ મળ્યા નતી.
  અગાઉ સવારે .૫૩ કલાકે આસામમાં ભૂકંપ આવ્યો હતો. તેનું એપી સેન્ટર ડરાંગ જીલ્લામાં ૧૬ કિમી પેટાળમાં હતું. અહીં ધરતીકંપના કારણે ભેખડ ધસી પડતાં બે બાળકો મૃત્યુ પામ્યા હતા.
  ભૂકંપની ધુ્રજારી મેઘાલય, નાગાલેન્ડ, અરૃણાચલ પ્રદેશ અને મણિપુરમાં પણ અનુભવાઈ હતી. ઓડિશામાં સવારે .૩૬ કલાકે ભૂકંપ આવ્યો હતો.
 તેનું એપી સેન્ટર ભુવનેશ્વરથી ૪૦ કિ.મી. દૂર હતું. ત્યારબાદ બપોરે .૦૪ કલાકે અરૃણાચલ પ્રદેશમાં પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું એપી સેન્ટર અરૃણાચલ પ્રદેશ અને ચીનની સરહદે હતું. રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
  જોકે જાનમાલનું નુકસાન થવાના અહેવાલો સાંપડયા નથી. ઉલ્લેખનીય છે કે ભૂકંપની અતિ તીવ્રતાવાળા ભારતના ૩૦ શહેરોમાં દિલ્હીનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં કુલ કેટલા ભૂકંપ આવ્યા ?
 * આસામઃ સવારે .૫૩ કલાકે એપી સેન્ટર દરાંગ જીલ્લામાં ૧૬ કિ.મી. પેટાળમાં
 * ઓડિશાઃ સવારે .૩૬ કલાકે. એપી સેન્ટર ભુવનેશ્વરથી ૪૦ કિ.મી. દૂર.
 * અરૃણાચલ પ્રદેશઃ બપોરે .૦૪ કલાકે. પાંચની તીવ્રતાવાળા ભૂકંપનું એપી સેન્ટર ચીન સરહદ પાસે.
 * ઉત્તર અને પૂર્વ ભારતઃ બપોરે .૧૪ કલાકે .૮ની તીવ્રતાવાળા ભૂકંપનું એપી સેન્ટર પાક. અને ઈરાનની સરહદ પાસે ૧૫. કિ.મી. પેટાળમાં.
Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-iran-pakistan-india-s-7-8-earthquake

Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel, Jaydeep Patel }
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)