સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 29 September 2015

રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો ઃ લોનનું વ્યાજ ઘટશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો ઃ લોનનું વ્યાજ ઘટશે

ચોથી દ્વિમાસિક નાણાંનીતિમાં RBIની જાહેરાત

મુખ્ય વ્યાજદર ૬.૭૫ ટકા સાથે સાડાચાર વર્ષની નીચી સપાટીએ

CRRનો ચાર ટકા દર યથાવત્ ઃ ૨૦૧૫-૧૬ માટેના GDPનો અંદાજ ૭.૬૦ ટકાથી ઘટાડી ૭.૪૦ ટકા કરાયો
(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા)             મુંબઈ, તા. ૨૯
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ મુખ્ય વ્યાજ દર (રેપો રેટ)માં અડધા ટકાનો ઘટાડો કરીને બજારને આશ્ચર્ય આપ્યું છે. મુખ્ય વ્યાજ દર જે હાલમાં ૭.૨૫ ટકા હતો તે હવે ૬.૭૫ ટકા સાથે માર્ચ ૨૦૧૧ની સપાટી પર આવી ગયો છે. વર્તમાન વર્ષમાં જાન્યુઆરીથી અત્યારસુધીમાં આ ચોથો ઘટાડો છે. આરબીઆઈના નિર્ણયને કારણે હાઉસિંગ લોન, કાર લોન, પરસનલ લોન સહિત અન્ય લોન્સના હપ્તા (ઈએમઆઈ)માં ઘટાડો જોવા મળશે.  જો કે રિઝર્વ બેન્કે આજની નાણાં નીતિની સમીક્ષામાં સીઆરઆર તથા એસએલઆર અનુક્રમે ૪ ટકા તથા ૨૧.૫૦ ટકા યથાવત રાખ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટેના આર્થિક વિકાસ દરનો ટાર્ગેટ જે અગાઉ ૭.૬૦ ટકા હતો તે ઘટાડીને ૭.૪૦ ટકા કરાયો છે. આ ઉપરાંત નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના અંતનો ફુગાવાનો લક્ષ્યાંક ઘટાડીને પાંચ ટકા કરાયો છે.
નાણાં  નીતિનું ધ્યાન હવે વ્યાજ દરમાં કરાયેલા કપાતનો લાભ ઉપભોગતાઓ પર પસાર કરવામાં  બેન્કોને નડતી મુશ્કેલીઓ દૂર કરવા તરફ લઈ જવાયું છે, એમ આરબીઆઈએ જણાવ્યું હતું. આ વર્ષના જાન્યુઆરીથી વ્યાજ દરમાં   અત્યારસુધી કરાયેલા  કુલ સવા ટકાના ઘટાડાનો લાભ બેન્કો ગ્રાહકોને પૂરો પાડી શકે તે માટે પોતે સરકાર સાથે મળીને  કામ કરવા ઈરાદો ધરાવતી હોવાનું પણ આરબીઆઈએ જણાવ્યું હતું.
ઓગસ્ટની સમીક્ષા બાદ વ્યાજ દરમાં ઘટાડો કરવાની સ્થિતિ ઊભી થતા આ ઘટાડો આવી પડયાનું રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. ફુગાવાજન્ય દબાણો હળવા કરીને, ચોમાસાની સંપૂર્ણ અસરનો અંદાજ મેળવીને, ફેડરલ રિઝર્વના શકય પગલાંઓ તથા આરબીઆઈએ અત્યારસુધી લીધેલા પગલાંઓની અસરનો અંદાજ કાઢીને નાણાં નીતિમાં વધુ હળવાશ અંગે વિચારી શકાશે, એમ પણ આરબીઆઈ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષના ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન ગ્રાહક ભાવ નિર્દેશાંક આધારિત ફુગાવો  સરેરાશ ૫.૫૦ ટકા તથા જાન્યુઆરી-માર્ચ ૨૦૧૬માં આ દર ૫.૮૦ ટકા રહીને જાન્યુઆરી-માર્ચ ૨૦૧૭માં ફુગાવો ઘટીને ૪.૮૦ ટકા રહેવાની આરબીઆઈ અપેક્ષા રાખે છે.
ઓગસ્ટની નાણાં નીતિની સમીક્ષા બાદ વૈશ્વિક વિકાસ ખાસ કરીને ઊભરતી બજારોનો વિકાસ દર મંદ પડયો છે, વૈશ્વિક વેપાર વધુ કથળ્યો છે અને વિકાસ દર ઘટવાનું જોખમ ઊભું થયું છે. ભારતને સંબંધ છે ત્યાંસુધી તેનો આર્થિક સુધારો શરૃ થયો છે પરંતુ તે હજુ ઝડપી બનવાથી ઘણો દૂર છે.
નબળા ચોમાસાની ફુગાવા પર અસરને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. સાનુકૂળ પગલાંની અસરને કારણે સપ્ટેમ્બરથી ફુગાવો થોડાક સમય  માટે વધી શકે છે. વાવેતર વિસ્તારમાં  થયેલા વધારાને પરિણામે જો અનાજનું ઉત્પાદન વધશે તો ફુગાવાના મોરચે સ્થિતિમાં સુધારો થવાની પણ આરબીઆઈએ ધારણાં વ્યકત કરી છે.
સરકાર દ્વારા પૂરવઠા તરફી પગલાંની રાજને અપેક્ષા વ્યકત કરી હતી. અન્નના ફુગાવા અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે જો આમાં કોઈ ફુગાવાજન્ય સ્થિતિ જોવા મળે ખાસ કરીને કાંદા તથા કઠોળમાં તો સરકારે તેના પૂરવઠા વધારવા માટે પગલાં લેવા રહ્યા. સરકારી બોન્ડસમાં વિદેશી રોકાણની મર્યાદા માર્ચ ૨૦૧૮ સુધીમાં તબક્કાવાર વધારીને પાંચ ટકા કરાશે. બોન્ડસમાં વિદેશી રોકાણની મર્યાદા દર વર્ષના માર્ચ તથા સપ્ટેમ્બરમાં જાહેર કરાશે. 

નાણાં નીતિની મુખ્ય બાબતો
* ઋણ સાધનોમાં એફપીઆઈ ઈન્વેસ્ટમેન્ટની મર્યાદા રુપી સ્વરૃપમાં જાહેર કરાશે.
* નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ફુગાવો ૬ ટકાના લક્ષ્યાંક કરતા નીચે રહેશે. ૨૦૧૬-૧૭માં સરેરાશ ફુગાવો ૫.૫૦ ટકા રહેવાનો અંદાજ.
* એસએલઆરનો ૨૧.૫૦ ટકા દર યથાવત.
* જાન્યુઆરી ૨૦૧૬માં ફુગાવો ઘટીને ૫.૮૦ ટકા રહેવા અપેક્ષા.

સ્ટેટ બેંકે વ્યાજ દરમાં ૦.૪૦, આંધ્ર બેંકે ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ)    મુંબઈ,તા.૨૯
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે રેપો રેટમાં સરપ્રાઈઝ ૫૦ બેઝિઝ પોઈન્ટ-અડધા ટકાનો ઘટાડો જાહેર કરીને આ સાથે બેંકોને આ ઘટાડાનો લાભ લોકોને આપવાની આરબીઆઈ અને કેન્દ્ર સરકારે કરેલી તાકીદને અનુસરીને આજે પીએસયુ અને ખાનગી બેંકોએ તેમના ધિરાણ વ્યાજ દરમાં ત્વરિત ૦.૨૫ થી ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે.
રેપો રેટમાં અડધા ટકાના ઘટાડાને ત્વરિત પ્રતિસાદ આપીને પીએસયુ બેંકોમાં આજે પ્રથમ આંધ્ર બેંક  દ્વારા તેના બેન્ચમાર્ક ધિરાણ દરને ૨૫ બેઝિઝ પોઈન્ટ ૦.૨૫ ટકા ઘટાડીને ૯.૭૫ ટકા કરવાનું જાહેર કરાયું હતું. જ્યારે ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના બેન્ચમાર્ક ધિરાણ દરને ૪૦ બેઝિઝ પોઈન્ટ ઘટાડીને ૯.૩ ટકા કરવાનું જાહેર કર્યું છે.
ખાનગી ક્ષેત્રની બેંકોમાં આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજીંગ ડિરેકટર ચંદા કોચરે જણાવ્યું હતું કે, રેપો રેટમાં ઘટાડાનો મોટો ભાગ ટૂંક સમયમાં જ ટ્રાન્સમિટ કરાશે. લોકોને વ્યાજ દરમાં ઘટાડાનો લાભ પસાર કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે રેપો રેટમાં સરપ્રાઈઝ અડધા ટકાનો ઘટાડો કર્યાને આવકારીને બેંકિંગ ઉદ્યોગે ત્વરિત પ્રતિસાદ આપીને ધિરાણને સસ્તું કરવાનું જાહેર કર્યું હતું.

પીપીએફ, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ જેવી
નાની બચતો પરના વ્યાજદરમાં  પણ ઘટાડો થવાની શક્યતા
જોકે, નાની બચતોમાં નાણા રોકનારાઓનું હિત ધ્યાનમાં રાખવાની સરકારની ખાતરી

(પીટીઆઇ)             નવી દિલ્હી, તા.૨૯
પીપીએફ અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ્સ જેવી નાની બચતો પરના વ્યાજદરની સમીક્ષા કરાશે, પરંતુ તેમ કરતી વખતે આવી નાની બચતોમાં નાણા રોકનારાઓનું હિત ધ્યાનમાં રખાશે, તેમ નાણા મંત્રાલયે આજે જણાવ્યું હતું.  રિઝર્વ બેન્કે રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કર્યા બાદ આર્થિક બાબતોના સચિવ શક્તિકાન્ત દાસે કહ્યું હતું કે સરકારે નાની બચતો કરનારાઓનું હિત ધ્યાનમાં રાખીને આવી બચતો પરના વ્યાજદરની પણ સમીક્ષા કરવાનું નક્કી કર્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે બેન્કોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર નાની બચતો પરનો વ્યાજદર ઘટાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી, કેમ કે નાની બચતની યોજનાઓ પરના ઊંચા (૮.૭ ટકાથી ૯.૩ ટકા) વ્યાજદરના કારણે બેન્કોની ફિક્સ્ડ ડિપોઝીટ્સ બિનસ્પર્ધાત્મક બની જતી હોવાનું બેન્કોનું માનવું છે.
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday 27 September 2015

શાળા-કોલેજોમાં બ્રોડબેન્ડ-'I-ways'નો યુગ ઃ મોદી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

શાળા-કોલેજોમાં બ્રોડબેન્ડ-'I-ways'નો યુગ ઃ મોદી

ફેસબુક, ટિવટ્ર અને ઇન્સ્ટાગ્રામ નવા જમાનાના પાડોશીઓ

સિલિકોન વેલીમાં વડાપ્રધાનની ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એડોબનાં સીઇઓ સાથે ડિનર બેઠક

ભારતમાં જાહેર સ્થળોએ વાઇ-ફાઇ સ્પોટ ઊભા કરવાની, છ લાખ ગામડાં સુધી બ્રોડબેન્ડ પહોંચાડવા નેટવર્કના વિસ્તરણની મોદીની ઘોષણા
(પીટીઆઇ)    સાન જોસ, તા.૨૭
સિલિકોન વેલીની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૅટા પ્રાઇવસી અને સિક્યુરિટી સુનિશ્ચિત કરવા સાથે શાસનને વધુ જવાબદાર અને પારદર્શી બનાવવાનું આજે આઇટી વર્લ્ડના માંધાતાઓ સાથેની વિચારગોષ્ઠી દરમિયાન વચન આપ્યું હતું અને ડિજિટલ ઇન્ડિયા પર પણ ભાર મૂક્યો હતો. સિલિકોન વેલીનાં સીઇઓના સમૂહ સમક્ષ બોલતાં મોદીએ ભારતમાં ૫૦૦ રેલવે સ્ટેશનો સહિત જાહેર સ્થળોએ વાઇ-ફાઇ સ્પોટ ઊભા કરવાની તેમ જ દેશનાં ૬ લાખ ગામડાં સુધી     બ્રોડબેન્ડ પહોંચાડવા નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કના વિસ્તરણની પણ ઘોષણા કરી હતી.
એડોબના સીઇઓ શાંતનુ નારાયણ, માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નાદેલા, ક્વાલકોમના એક્ઝિક્યુટિવ ચેરમેન પોલ જેકોબ્સ, સિસ્કોના સીઇઓ જૉન ચેમ્બર્સ અને ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડિનર બેઠકને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, 'અમે શાસનનો કાયાપલટ કરીશું.
શાસનને વધુ પારદર્શી, જવાબદાર, સુલભ અને સહભાગી બનાવીશું. ઇ-ગવર્નન્સ એફિશ્યન્ટ, ઇકોનોમિકલ અને ઇફેક્ટિવ છે, સુશાસનનો પાયો છે.  એક અબજ મોબાઇલ ફોન ધરાવતા દેશમાં મોબાઇલ ગવર્નન્સ વિકાસને ખરા અર્થમાં સર્વાંગી સામૂહિક ચળવળમાં ફેરવવા સક્ષમ છે. અમે તમામ શાળા-કોલેજોને બ્રોડબેન્ડથી જોડીશું. I-waysનું નિર્માણ હાઇવૅઝના નિર્માણ જેટલું જ મહત્ત્વનું છે.'  તેમણે ઉમેર્યું હતું કે, 'ભારતમાં અમે ટકાઉ અને પરવડે તેવી પ્રોડક્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન પૂરું પાડીશું. તે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયાના અમારા વિઝનનો એક ભાગ છે.'
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday 23 September 2015

દિવાળીમાં ઓનલાઈન ડિસ્કાઉન્ટના ફટાકડા નહીં ફૂટે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 
Economic Times

દિવાળીમાં ઓનલાઈન ડિસ્કાઉન્ટના ફટાકડા નહીં ફૂટે

વૃતાંકર મુખરજી/સાગર માલવિયા

કોલકાતા:તહેવારોની ખરીદી માટે ઇ-કોમર્સ કંપનીઓના મેગા સેલની રાહ જોઈને બેઠેલા ગ્રાહકોએ કદાચ નિરાશ થવું પડશે.

પ્રારંભિક તબક્કે બજારહિસ્સો મેળવવા અને ગ્રાહકોને આકર્ષવા ઓફર્સની લહાણી કરનારા ઇ-ટેલર્સ માર્જિન જાળવી રાખવા ફેસ્ટિવલ સિઝનમાં એપેરલ્સ, શૂઝ, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ સહિતની પ્રોડક્ટ્સમાં મોટું ડિસ્કાઉન્ટ નહીં આપે. ઓનલાઇન વેચાણમાં આ ચાર પ્રોડક્ટ કેટેગરીનો હિસ્સો લગભગ 75 ટકા છે.

ભારતની અગ્રણી ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલે એપલ, સોની, સેમસંગ, પ્યુમા અને અરવિંદ બ્રાન્ડ્સને જણાવ્યું છે કે, તેઓ કંપનીઓની પ્રોડક્ટ્સ પર બહુ મોટું ડિસ્કાઉન્ટ નહીં આપે. કારણ કે આવું કરવાથી તેમનાં માર્જિનમાં મોટો ઘટાડો થાય છે.

જાપાનની અગ્રણી કન્ઝ્યુ. ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડના સેલ્સ હેડે જણાવ્યું હતું કે, "ઇ-કોમર્સ કંપનીઓ આ વખતે કદાચ પહેલી વાર માર્જિન અને નફાકારકતાને મહત્ત્વ આપી રહી છે. તેમણે અમને જણાવ્યું છે કે, મોટી બ્રાન્ડમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં નહીં આવે. કારણ કે ઓનલાઇન વેચાણ ચાલુ વર્ષે બમણું થવાનો અંદાજ હોવાથી ઇ-ટેલર્સ સારું માર્જિન હાંસલ કરવા માંગે છે."

નવરાત્રિ, દુર્ગા પૂજાથી શરૂ થનારા તહેવારો દિવાળી સુધી ચાલશે. જેમાં કરવાંચોથ અને ભાઈબીજ સહિતના ઉત્તરભારતના પર્વ પણ સામેલ છે. સામાન્ય રીતે મોટી બ્રાન્ડ્સનું ત્રીજા ભાગનું વેચાણ આ ગાળામાં થાય છે.

તહેવારોમાં આ વખતે અગ્રણી બ્રાન્ડ્સ પર ઓનલાઇન ડિસ્કાઉન્ટ ૫-૧૫ ટકા પૂરતું મર્યાદિત રહેશે. જોકે, ઓનલાઇન એક્સ્ક્લુઝિવ બ્રાન્ડ્સ અને પ્રાઇવેટ લેબલ્સ પર આકર્ષક ઓફર ચાલુ રહેશે. પ્યુમા ઇન્ડિયાના એમડી અભિષેક ગાંગુલીએ જણાવ્યું હતું કે, "(ઓનલાઇન) કંપનીઓ માર્કેટિંગ પાછળ મોટો ખર્ચ કરશે, પરંતુ ડિસ્કાઉન્ટ ઓછું રહેશે." ઉદ્યોગના અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે તહેવારોમાં ઇ-કોમર્સ કંપનીઓ માર્કેટિંગ અને ડિસ્કાઉન્ટ પાછળ રૂ.૨,૦૦૦ કરોડનો ખર્ચ કરશે.ફ્લિપકાર્ટ અને એમેઝોન ઇન્ડિયાએ આ મુદ્દે કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો.

ડિસ્કાઉન્ટમાં ઘટાડો છતાં ઓનલાઇન કંપનીઓને વેચાણ પર અસર નહીં થવાનો ભરોસો છે. કારણ કે ગ્રાહકોને ઘણા વેન્ડર્સ અને પ્રોડક્ટ કેટેગરીના વિકલ્પ મળશે. સ્નેપડીલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટિંગ) શ્રીનિવાસ મૂર્તિએ જણાવ્યું હતું કે, "ગયા વર્ષે સ્નેપડીલના દિવાળી વેચાણમાં નોંધપાત્ર ઉછાળા સાથે પોર્ટલ પરના ટ્રાફિકમાં 15 ગણો વધારો નોંધાયો હતો.

ચાલુ વર્ષે દિવાળીમાં વધુ મોટી સફળતાનો અંદાજ છે." એમેઝોન પર પ્રોડક્ટ વેચતી અગ્રણી કંપનીના પ્રમોટર સીઇઓએ જણાવ્યું હતું કે, "આ વખતે સ્માર્ટફોન અને એપેરલ્સ જેવી મુખ્ય કેટેગરીમાં તગડાં ડિસ્કાઉન્ટને બદલે તમામ સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટ વહેંચી દેવાશે." બ્રાન્ડ્સ માટે આ વખતે ડિસ્કાઉન્ટની લહાણી નહીં કરવાનાં ઘણાં કારણો છે. અરવિંદ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સના સીઇઓ જે સુરેશે જણાવ્યું હતું કે, "અમારી પાસે ડિસ્કાઉન્ટ દ્વારા નિકાલ કરવા જેટલી પ્રોડક્ટ ઇન્વેન્ટરી નથી."
Source :-http://gujarati.economictimes.indiatimes.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday 22 September 2015

બિલ્ડરો અને તેના ભાગીદારોને ત્યાં ૪૦ સ્થળે ઇન્કમટેક્સની રેડ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બિલ્ડરો અને તેના ભાગીદારોને ત્યાં ૪૦ સ્થળે ઇન્કમટેક્સની રેડ

ભાયલી, અટલાદરા, માંજલપુર, ગોત્રી, અકોટા, આમોદરમાં બિલ્ડરોની સ્કીમો ચાલુ છે

વડોદરા, મંગળવાર
વડોદરામાં રીઅલ એસ્ટેટ અને બિલ્ડીંગ ક્ષેત્રે સંકળાયેલા ચાર બિલ્ડર ગૃ્રપને  ત્યાં આવકવેરા ખાતાએ ૪૦ સ્થળે દરોડા પાડયા છે. સવારથી દરોડાની કામગીરી કરવા માટે આવકવેરા વિભાગના ૧૦૦ અધિકારીઓનો કાફલો કામે લાગ્યો હતા. ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગના પ્રથમ દરોડામાં બિલ્ડરોને સાણસમાં લેતા બિલ્ડરલોબીમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ વડોદરામાં અક્ષર ગૃપ, પદમાવતી, ટીલવા અને ધ ગૃપ સહિતના બિલ્ડર ગૃપો અને તેમના ભાગીદારોને ત્યાં ૪૦ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે.
 વડોદરામાં ભાયલી- અટલાદરા, માંજલપુર, ગોત્રી, અકોટા, વાઘોડિયા- આમોદર વગેરે સ્થળે આ બિલ્ડર ગૃ્રપોની   સાઇટો અને સ્કીમો ચાલે છે. ડુપ્લેક્સ, ટેનામેન્ટ, વૈભવી ફલેટ સહિતની કન્સ્ટ્રકશન સાઇટો તેમજ બિલ્ડરો અને તેમના ભાગીદારોના નિવાસસ્થાન, ઓફિસો વગેરે સ્થળે આવકવેરા ખાતાના અધિકારીઓની ૪૦ ટુકડીઓ કામે લાગી હતી. દરોડાની કામગીરીમાં વડોદરા ઉપરાંત અમદાવાદથી પણ અધિકારીઓને મદદમાં બોલાવી લેવાયા હતા.
આ અધિકારીઓએ મકાનોની જુદી જુદી સ્કીમોમાં થયેલા બૂકીંગ, જમીન સહિતની બાબતો અંગે થયેલા નાણાંકીય વ્યવહારો, બેનામી રોકડ લેતી દેતીના વ્યવહારો તથા હિસાબોની વિગતોના ડેટા વગેરે ચકાસવાની કામગીરી શરુ કરી હતી. દરોડાની કામગીરી લાંબી ચાલશે અને મોટી રકમનું બિનહિસાબી નાણું પકડાય તેવી સંભાવના છે.
Source :-http://www.gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday 17 September 2015

એકસાઈઝ અને સર્વિસ ટેકસમાં દરોડાના બે વર્ષે શો કોઝ નોટિસ અપાય છે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

એકસાઈઝ અને સર્વિસ ટેકસમાં દરોડાના બે વર્ષે શો કોઝ નોટિસ અપાય છે

કરદાતાને પાછલાં વર્ષોમાં કરેલી કરચોરીમાં ફાયદો કરાવી આપવા

ઈન્સપેકશન ડિરેકટોરેટની ઓફિસે ગુજરાત ચીફ કમિશનર પાસેથી ખુલાસો પૂછયો

૨૦૧૦થી ૨૦૧૫ સુધીના આવા કેસો ટાંકીને ઈન્સપેકશન ડિરેકટોરેટની ઓફિસે ગુજરાત ચીફ કમિશનર પાસેથી ખુલાસો પૂછયો
અમદાવાદ, ગુરૃવાર
એકસાઈઝ અને સર્વિસ ટેકસની ચોરીના મામલે દરોડા પાડી દેવાયા બાદ શો કોઝ નોટિસ આપવામાં બે-ત્રણ વર્ષનો સમય કાઢી નાખીને કરદાતાએ કરેલી કરચોરીમાં કરોડો રૃપિયાનો ફાયદો કરાવવાની પ્રવૃતિ ચાલી રહી હોવાનો પર્દાફાશ ઈન્સપેકશન ડિરેકટોરેટની મુંબઈ ઓફિસે કર્યો છે. આ ઓફિસથી ગુજરાતના વિવિધ ચીફ કમિશનર્સને આ ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન પડેલા દરોડાની વિગતો આપીને અધિકારીઓની લાપરવાહી અંગે ખુલાસો માંગ્યો છે.
સામાન્ય રીતે કોઈ પણ કંપની પર દરોડા પડે ત્યારબાદ જયારે શો કોઝ નોટિસ ઈસ્યુ થાય ત્યારથી પાંચ વર્ષ જુના ચોપડા જોવાની સત્તા કાયદા હેઠલ એકસાઈઝ અને સર્વિસ ટેકસ વિભાગને મળે છે. ભાવનગર, સુરેન્દ્ર, જુનાગઢ, પોરબંદર અને અમદાવાદના કેટલાંક કિસ્સાઓ ટાંકીને ઈન્સપેકશન ઓફ ડિરેકટોરેટની ઓફિસે લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કેસમાં ૨૦૦૯ કે ૨૦૧૦માં દરોડા પડયા છે તેમાં શો કોઝ નોટિસ ૨૦૧૨-૧૩માં ઈસ્યુ કરવામાં આવી છે. મતલબ કે બે વર્ષના હિસાબો છુપવવાનો જે તે કરદાતાને સમય આપવામાં આવ્યો છે. દરોડા પડયાના તુરંત નિશ્રિત કરેલા સમયમાં એટલે કે ૧૨૦ દિવસમાં જો શો કોઝ નોટિસ ઈસ્યુ થાય તો તમામ વર્ષોના ચોપડા તપાસવાની સત્તા કાયદા અનુસાર ડિપાર્ટમેન્ટને મળે છે. ૨૦૧૦માં દરોડા પડયા હોય તેની શો કોઝ નોટિસ સમયસર ઈસ્યુ થાય તો ૨૦૦૫થી ચોપડા તપાસવાની સત્તા અધિકારીઓને મળે છે જેના બદલે ૨૦૧૨માં નોટિસ ઈસ્યુ થાય એટલે ૨૦૦૭થી ચોપડા તપાસવાની સત્તા મળે છે તે પહેલાના ચોપડા તપાસવાની સત્તા મળતી નથી. ડિરેકટોરેટ ઓફ ઈન્સપેકશનના મુંબઈ ખાતેના એક અધિકારીના જણાવ્યાં અનુસાર 'જે તે સમયે પ્રીવેન્ટીવ સહિતની જગ્યાઓ પર એડિશનલ કમિશનર અને જોઈન્ટ કમિશનર સ્તરના અધિકારીઓની નિમણૂંક થઈ હતી તેમ છતાં પણ આ રીતની લાપરવાહી દાખવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડયુ છે તે આશ્રર્યજનક વાત છે.
 જયારે કોઈ ટેકસ ચોરી કરે છે તેની માહિતી મળે ત્યારે જ દરોડા પાડવામાં આવે છે અને આ દરોડા બાદ શો કોઝ નોટિસ આપવામાં આટલું મોડું કરી દેવામાં આવ એટલે દરોડા પાડવાનો હેતુ જ માર્યો જાય છે.'
ચીફ કમિશનર્સને ખુલાસો કરવા જણાવાયું છે કે શો કોઝ નોટિસ આપવામાં જે મોડું થયું તેનું કારણ કરદાતાના સહકારનો અભાવ છે કે ડિપાર્ટમેન્ટના અધિકારીઓની લાપરવાહી છે ? આ સાથે જ શો કોઝ નોટિસ આપ્યા બાદ કેસના એડજયુડિકેશનમાં પણ લાપરવાહી વર્તવામાં આવી હોવાનો ખુલાસો માંગવામાં આવ્યો છે. સામાન્ય રીતે શો કોઝ નોટિસ અપાયા બાદ કેસનું એડજયુડિકેશન થયા બાદ જ ટેકસ અને પેનલ્ટીની રકમ સરકારી તિજોરીમાં આવે છે. આ એડજયુડિકેશનની પ્રોસેસ પુરી ના થાય ત્યાં સુધી કરદાતાને શો કોઝ નોટિસ મુજબ નિકળતી ટેકસની રકમ ભરવાનું કહી શકાતું નથી. આથી સરકારી તિજોરીને નાણાં સમયસર મળતાં નથી.
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3121482
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday 8 September 2015

TDS ભરવાનો બાકી હોય તો ભરી દેજો, નહીતર ધકેલાઈ શકો છો જેલના સળિયા પાછળ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

TDS ભરવાનો બાકી હોય તો ભરી દેજો, નહીતર ધકેલાઈ શકો છો જેલના સળિયા પાછળ

ટીડીએસ કપાત કરનારી સંસ્થાઓ દ્વારા તે રકમ સમયસર જમા નહીં કરાવવાના સંજોગોમાં તેઓ સામે પ્રોસિક્યુશનની કાર્યવાહી કરવામાં આવશે. સુરત આવકવેરા વિભાગ સર્કલે આ જોગવાઇ હેઠળ કપાત ટીડીએસ રકમ વિલંબથી ભરપાઇ કરતી 600 જેટલી પેઢી અલગ તારવી છે અને તે પૈકી 300 જેટલી સંસ્થાઓને પ્રોસિક્યુશનની નોટિસ પણ ફટકારી છે.

સુરત આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા જાણકારો પ્રમાણે, સરકાર દ્વારા કરદાતાઓ પાસે ઇન્કમટેક્સની વસૂલાત માટે ટીડીએસ (ટેક્સ ડિડક્ટ એટ સોર્સ) વ્યવસ્થા પણ અમલી બનાવવામાં આવી છે. અત્યાર સુધી ચોક્કસ સમયગાળામાં ટીડીએસ ભરપાઇ નહિ કરનારા કરદાતાઓ- પેઢીઓ પાસે જે તે રકમની પાંચથી છ ટકા પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હતી. પ્રોસિક્યુશનની કાર્યવાહીની જોગવાઇ હોવા છતાં સખ્તાઇથી કામ લેવામાં આવતું નહોતું, પરંતુ, ઘણા કિસ્સામાં કરદાતા દ્વારા ઇરાદાપૂર્વક કપાત રકમની વિલંબથી ચુકવણી થતી હોવાનું ડિપાર્ટમેન્ટના ધ્યાન પર આવ્યું હતું, જેને પગલે હવે આવકવેરા વિભાગ દ્વારા ટીડીએસ વિલંબથી ભરનારાઓ સામે પ્રોસિક્યુશનની કાર્યવાહી કરવાની ગતિવિધિ તેજ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે, સુરત આવકવેરા વિભાગના ટીડીએસ સર્કલે છેલ્લા થોડા સમય દરમિયાન કરેલા સરવેમાં 600 જેટલી પેઢીઓ ઇરાદાપૂર્વક કપાત ટીડીએસ વિલંબથી ભરપાઇ કરતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. જે પૈકી 300 જેટલા કરદાતાઓ- પેઢીને પ્રોસિક્યુશનની કાર્યવાહી માટે નોટિસ પાઠવવામાં આવી છે. જે સામે ઘણી સંસ્થાઓએ પત્ર પાઠવી સ્પષ્ટતા પણ કરી છે.