સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 20 May 2017

GST SPECIAL - શિક્ષણ, આરોગ્ય સેવા, હજયાત્રાને GSTમાંથી મુક્તિ - GST વધી જતાં વીમાના પ્રીમિયમ ૩ ટકા ઊંચા જશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 MORE DETAIL CLICK HERE  

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html 

શિક્ષણ, આરોગ્ય સેવા, હજયાત્રાને GSTમાંથી મુક્તિ

- ઘર ધોળાવવા પર ૧૨ ટકા, સિનેમાની ટિકિટમાં ૨૮ ટકા, ટેલિકોમ સેવામાં ૧૮ ટકા

- ઓલા અને ઉબર જેવી ટેક્સીઓની સવારી કરનારાઓ પર પાંચ ટકા જીએસટી : ઇ-કોમર્સ પર એક ટકા ટીસીએસની નવી જોગવ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નવી વ્યવસ્થા હેઠળ આજે નક્કી કરવામાં આવેલા સેવાના દરમાં શિક્ષણમાં અને આરોગ્ય સેવાઓમાં કોઈ જ જીએસટી ન લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હોસ્પિટલમાં લેવામાં આવતી સારવાર પર કોઈ જીએસટી લેવામાં આવશે નહિ. જોકે શિક્ષણમાં શાળા અને કાલૅજોની ફી પર કોઈ જ જીએસટી લાગુ કરવામાં આવશે નહિ. પરંતુ કોમર્શિયલ ધોરણે ચલાવવામાં આવતા કોચિંગ ક્લાસમાં ભણવા જનારાઓને જીએસટીની માફીનો કોઈ જ લાભ નહિ મળે તેવી સંભાવના છે.
 
ટ્રેનમાં નોન એરકન્ડિશન કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરનારાઓ પાસેથી કોઈ જ જીએસટી લેવામાં આવશે નહિ, જ્યારે ટ્રેનના એરકન્ડિશનર કોચમાં પ્રવાસ કરનારાઓ પાસેથી ૫ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. વિમાનના ઇકોનોમિ ક્લાસમાં પ્રવાસ કરનારાઓ પાસેથી ૫ ટકા અને બિઝનેસ ક્લાસના પ્રવાસીઓ પાસેથી ૧૨ ટકાના દરે જીએસટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટેલિફોન બિલ પર અત્યારે જે ૧૫ ટકા સર્વિસ ટેક્સ લેવામાં આવે છે તે વધારીને ૧૮ ટકાના દરે જીએસટી લેવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી ટેલિકોમ સેવા થોડી મોંઘી બનશે.
 
જીએસટીનો અમલ થયા પછી તમારા ઘરમાં ચૂનો ધોળાવવાનું કામ કરાવશો તો તેના પર તમારે ૧૨ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. સિનેમાની ટિકીટ પર ૨૮ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેવામાં આવશે. અત્યારે તેના પર ૨૫ ટકાના દરે મનોરંજન વેરો લેવામાં આવે છે. જુગારખાના અને બેટિંગ પર પણ ૨૮ ટકાના દરે જ જીએસટી ચૂકવવો પડશે.
 
રહેવાની સુવિધાઓ પૂરી પાડતી લોજ ને હોટેલનું દૈનિક ભાડું રૃા. ૧૦૦૦નું જ હશે તો તેવી લોજ-હોટેલને જીએસટી લાગુ પડશે નહિ. તેની સામે રોજનું રૃા.૧૦૦૦થી ૨૫૦૦નું રૃમભાડું લેનારી હોટેલ પાસેથી ૧૨ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. આ જ રીતે રૃા. ૨૫૦૦થી ૫૦૦૦નું દૈનિક રૃમભાડું લેતી હોટેલ પાસેથી ૧૮ ટકાના દરે જીએસટી લેવામાં આવશે. પરંતુ દૈનિક રૃા. ૫૦૦૦થી વધુનું રૃમ ભાડું લેતી હોટેલ પાસેથી ૨૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.
 
જોકે બૅન્કિંગ, ઇન્સ્યોરન્સ અને નાણાંકીય સેવાઓ પર ૧૮ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવામાં આવશે. પરિણામે આ સેવાઓ અત્યારની તુલનાએ ત્રણ ટકા જેટલી મોંઘી પડશે. ઓલા અને ઉબર જેવી રેડિયો ટેક્સી સેવાઓ ભાડેથી લેનારાઓએ જીએસટીના અમલીકરણ પછી ૫ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે. અત્યાર સુધી તેના પર છ ટકાના દરે સર્વિસ ટેક્સ લેવામાં આવતો હતો. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ સહિતના દેશના જુદા જુદા શહેરોમાં ચાલતી મેટ્રો રેલવેમાં પ્રવાસ કરનારાઓ પાસેથી જીએસટી લેવામાં આવશે નહિ.
 
એરકન્ડિશનર ન ધરાવતી રેસ્ટોરાંમાં લેવામાં આવતા ભોજનના બિલ પર ૧૨ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. પરંતુ એરકન્ડિશનર રેસ્ટોરાં હોય અને દારૃનું લાઈસન્સ ધરાવતી રેસ્ટોરાંમાં લેવામાં આવતા ફૂડ બિલ પર ૧૮ ટકાના દર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સેવામાં આવશે. જ્યારે ફાઈવ સ્ટાર હોટેલમાં ૨૮ ટકાના દરે જીએસટી લેવામાં આવશે. વાર્ષિક રૃા. ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતી રેસ્ટોરાં પાસેથી ૫ ટકા લમસમ (કોમ્પોઝિશન)ના દરે જીએસટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
 
ઇ-કોમર્સના પોર્ટલ પરથી કરવામાં આવતા વેચાણની રકમ પર એક ટકાના દરે ટીસીએસ કરીને સરકારમાં જમા કરાવવાની વ્યવસ્થા દાખલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નવી વ્યવસ્થા હેઠળ દાખલ કરવામાં આવી છે. ઈ-કોમર્સમાં માલનો સપ્લાય કરનારી કંપની જ્યારે સપ્લાય કરે ત્યારે તેને ચૂકવવામાં આવતી રકમ જો રૃા. ૫૦૦૦ હોય તો તેના એક ટકા એટલે કે રૃા. ૫૦ કાપી લઈને પછી તે રકમ સરકારી ખાતામાં જમા કરાવી દેવાની રહેશે.
 
ટ્રાન્સપોર્ટ સર્વિસ પર પાંચ ટકા જીએસટી 
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
ગુડ્સ ટ્રાન્સપોર્ટ સર્વિસ પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ તેઓ એબેટમેન્ટને એટલે કે સેવા આપવા માટે વાસ્તવમાં પેટ્રોલ સહિતના કરવા પડતા ખર્ચની રકમને બાદ કરીને બાકી બચતી રકમ પર સર્વિસ ટેક્સ જમા કરાવતા હતા. આ સર્વિસ ટેક્સ ૪.૫ ટકા થતો હતો. હવે તેમને ૫ ટકાના સ્લેબમાં મૂકી આપવામાં આવ્યા છે. જોકે ટ્રાન્સપોર્ટર્સની અપેક્ષા છે કે સેવા આપનાર પાસેથી જીએસટી નહિ, પરંતુ સેવા લેનાર પાસેથી જ જીએસટી વસૂલી લેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
 
સોના પર જીએસટીનો દર ત્રીજી જૂને નક્કી થશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
સોના પર અને અન્ય કિંમતી ધાતુઓ પર કેટલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવો તે અંગેનો નિર્ણય આગામી ત્રીજી જૂને મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્યારે તેના પર ૪ ટકા, ૫ ટકા કે પછી એક ટકાના દરે ટેક્સ લેવો તે અંગે ભિન્નમત પ્રવર્તે છે. સોના સિવાયની અન્ય કેટલીક વસ્તુઓના દર પણ છેલ્લા દિવસોમાં જ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-education-health-service-haj-pilgrimage-from-gst

GST વધી જતાં વીમાના પ્રીમિયમ ૩ ટકા ઊંચા જશે

- ફાઈનાન્શિયલ અને બૅન્કિંગ સર્વિસ પરના દર વધારીને ૧૮ ટકા કરી દેવાનો નિર્ણય લેવાયો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
સામાન્ય વીમાના પ્રીમિયમ પર લેવામાં આવતા સર્વિસ ટેક્સનો દર ૧૫ ટકા છે તે વધારીને ૧૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે મેડિક્લેઈમ, કાર ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ પોલીસી સહિતની તમામ પોલીસીના પ્રીમિયમના દરમાં ત્રણ ટકાનો વધારો થઈ જશે. જીવન વીમા પર અત્યારે ૩.૭૫ ટકાના દરે સર્વિસ ટેક્સ લેવામાં આવે છે. જીવન વીમા પર હવે પછી કયો દર લાગુ પડશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. બહુધા તેમાં વધારો ન થવાની સંભાવના હોવાનો તર્ક કરવામાં આવી રહ્યો છે.
 
બૅન્કિંગમાં અત્યારે લોકર, ડ્રાફ્ટ ને પે ઓર્ડર તૈયાર કરવા, એલ.સી. ઇશ્યૂ કરવી, સ્ટોક ઇન્સ્પેક્શન કરવી અને મની ટ્રાન્સફર સહિતની જુદી જુદી સેવાઓ પૂરી પાડે છે. આ તમામ સેવાઓ પર ૧૮ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેવામાં આવશે કે કેમ તે અંગે અત્યારે સ્પષ્ટ ચિત્ર ઉપસતું નથી. અત્યારે આ સેવાઓ પર જુદા જુદા દરે સર્વિસ ટેક્સ લેવામાં આવે છે.
 
બૅન્કિંગની માફક ફાઈનાન્શિયલ સર્વિસ પરના દર પણ ૧૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટીની નવી અમલમાં આવનારી વ્યવસ્થા હેઠળ ટેલિફોનના કુલ બિલની રકમ પર ૧૮ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લગાડવામાં આવશે. જીએસટીના આ દરની કંપનીઓ પર અને ગ્રાહકો પર અલગ અલગ અસર પડશે.
 
GSTના અમલ પહેલા દર બદલનાર વેપારી દંડાશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા દર આવ્યા હોવાથી ઊંચા દરનો લાભ વહેલો લઈ લેવાના ઇરાદાથી જો કોઈ વેપારી જીએસટીના અમલીકરણ પહેલાથી જ આ વેરો વસૂલવાનું ચાલુ કરી દેશે તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવાની ચેતવણી મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ આપી છે. તેમને જીએસટી તંત્રના અધિકારીઓ બોલાવીને પૂછપરછ પણ કરશે અને તેમની સામે કાયદેસર પગલાં પણ લેવાશે.
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-education-health-service-haj-pilgrimage-from-gst 


એક જુલાઇથી લાગૂ થઇ રહ્યો છે GST, કરી લો આ 5 કામ નહીં તો વધશે મુશ્કેલી...

Read more at: http://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-TAXA-gst-must-do-registration-in-june-to-avail-benefits-5602582-PHO.html?ref=cppst
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 





 
Source :-http://www.divyabhaskar.co.in, http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/