સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 25 December 2014

આ પગલાંથી શેરહોલ્ડરો પણ સાવચેત રહી શકશે ઃ નિષ્ણાતો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આ પગલાંથી શેરહોલ્ડરો પણ સાવચેત રહી શકશે ઃ નિષ્ણાતો

બજારમાં નોંધાયેલી કંપનીઓએ ટૂંક સમયમાં કોમોડિટી જાહેર કરવી પડશે

સેબી અને એફએમસીએ હેજ્ડ અને અનહેજ્ડ કોમોડિટીની સ્થિતિમાં પારદર્શકતા લાવવા લીધેલું પગલું
નવી દિલ્હી, ગુરુવાર
જો શેરબજારમાં નોંધાયેલી કંપનીઓના પોર્ટફોલિયોમાં નોંધાયેલો કાચો માલ કે કોમોડિટી હેજ્ડ (રક્ષણાત્મક) હોય કે ના હોય કંપનીઓએ તે જાહેર કરવું પડશે. કોમોડિટીની જાહેરાત ફ્યુચર એક્સચેન્જમાં હેજ્ડ કરાશે. આ સૂચન કોમોડિટી માર્કેટનું નિયમન કરતી ફોરવર્ડ માર્કેટ્સ કમિશન દ્વારા કરવામાં આવ્યું છે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નોંધાયેલી કંપનીઓ માટે જે સુધારા કરાઈ રહ્યા છે એ અંતર્ગત પણ આ નિયમો નક્કી કરવાનું વિચારાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ કોમોડિટીઝ રેગ્યુલેટર દ્વારા કરાયેલું આ સૂચનનો અમલ કેવી રીતે કરાય એ દિશામાં વિચારવાની શરૃઆત કરાઈ છે. શેરબજારમાં નોંધાયેલી કંપનીઓએ તેમના રોકાણો સામે જેટલા કાચા માલ કે કોમોડિટીનું હોલ્ડિંગ કર્યું હોય તે જાહેર કરવું પડી શકે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સહિતની અનેક કંપનીઓ તેમનું વિદેશી હુંડિયામણ અને હેજિંગ સ્તર જાહેર કરતી હોય છે. ફોરવર્ડ માર્કેટ કમિશને કેપિટલ માર્કેટનું નિયમન કરતી સંસ્થાઓ સાથે ચર્ચા શરુ કરી છે, જેથી તેઓ પણ આ પ્રકારનો નિયમ લાગુ કરી શકે.
સપ્ટેમ્બર ૨૦૧૪માં ફોરવર્ડ માર્કેટ કમિશને શેરબજારમાં નોંધાયેલી કંપનીઓએ તેમની બેલેન્સ શીટમાં કાચા માલને લગતું હોલ્ડિંગ જાહેર કરવાનો નિયમ ઝડપથી અમલ કરવા સેબીને સૂચન કર્યું હતું. જો આ સૂચનોને સ્વીકારી લેવામાં આવશે તો નોંધાયેલી કંપનીઓએ તેમના હેજ્ડ અને અનહેજ્ડ કાચા માલનું હોલ્ડિંગ  સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર જાહેર કરવું પડશે.  આ નિયમ કંપનીઓના પણ ફાયદામાં હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે કારણ કે, તેનાથી કાચા માલની કિંમતનું જોખમ સ્પષ્ટ થશે. કારણ કે, નાના અને મધ્યમ કદની કંપનીઓની સામાન્ય ફરિયાદ હોય છે કે, કોમોડિટીઝ એક્સચેન્જો અનેક કોમોડિટીઝમાં ઊંડાણપૂર્વકની માહિતી આપતા નથી. આ પગલાંથી પારદર્શકતામાં પણ વધારો થશે અને શેરહોલ્ડરોને પણ કોમોડિટીઝ એક્સપોઝર જાણીને વધુ સાવચેત થઈ શકશે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday 14 December 2014

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૨૭૬૩૩ થી ૨૬૮૬૬ વચ્ચે અથડાતાં જોવાશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૨૭૬૩૩ થી ૨૬૮૬૬ વચ્ચે અથડાતાં જોવાશે

મુંબઇ, શનિવાર
ફરી વૈશ્વિક નેગેટીવ પરિબળો માથું ઉંચકવા લાગી ક્રુડ ઓઈલના સતત વધતાં પુરવઠાએ તૂટતાં જતાં ભાવો અને ચીન સહિતના એક સમયના સૌથી ઝડપી વિકાસ સાધતાં દેશોમાં મંદ પડેલી ઔદ્યોગિક વૃદ્વિ અને યુરોપના દેશોમાં ડિફલેશનની પરિસ્થિતિએ ફેલાયેલા વૈશ્વિક મંદીના હાઉથી ભારતીય બજારો પણ અલિપ્ત રહી શકયા નથી. ક્રુડ ઓઈલની ૮૫ ટકા આયાત પર નિર્ભર ભારત માટે ક્રુડ ઓઈલના તૂટતાં જતાં ભાવ સૌથી મોટું પોઝિટીવ પરિબળ ભારતની ચાલુ ખાતાની ખાધમાં ધરખમ ઘટાડો કરનારું અને ફુગાવાને સ્વીકાર્ય સ્તરે લઈ જનારૃ હોવા છતાં બદલાવા લાગેલા વૈશ્વિક સમીકરણો અને વર્ષ ૨૦૧૫ માટે વિશ્વની ક્રુડ ઓઈલની માંગ ૧૨ વર્ષની તળીયે રહેવાના ખુક ઓપેકના અંદાજ બાદ હવે ઈન્ટરનેશનલ એનજીૅ એજન્સીએ પણ પાંચ મહિનામાં ચોથી વખત ક્રુડ ઓઈલના વૈશ્વિક વપરાશના અંદાજને ઘટાડતાં છેલ્લા અઠવાડિયામાં શેરબજારોમાં ડામાડોળ પરિસ્થિતિ સર્જાઈ છે. જે પરિસ્થિતિ હજુ આગામી સપ્તાહમાં પણ જળવાઈ રહેવાની શકયતા છે.
રીટેલ ફુગાવાનો આંક ઘટીને ૪.૩૮ ટકા આવ્યો, પરંતુ ઓકટોબરના ૪.૨ ટકા નેગેટીવ આઈઆઈપી વૃદ્વિ ઃ રિઝર્વ બેંકે રેટ કટ કરવો રહ્યો
ક્રુડ ઓઈલના સતત તૂટતાં ભાવ સાથે સ્થાનિકમાં જીવનાવશ્યક ચીજોના અગાઉની તુલનાએ ઘટેલા ભાવોથી ફુગાવો સતત અંકુશમાં આવતો જઈ કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ-સીપીઆઈ નવેમ્બર મહિનામાં ઘટીને ૪.૩૮ ટકા આવી જવાના પોઝિટીવ પરિબળ સામે ઓકટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ-આઈઆઈપી આંક સપ્ટેમ્બર મહિનાના ૨.૫ ટકા પોઝિટીવની તુલનાએ ઘટીને -૪.૨ ટકા નેગેટીવ આવતાં આ સૌથી મોટી ચિંતા કરાવનારૃ પરિબળ છે. જે ચીનની તુલનાએ  ભારતમાં પણ ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ વધુ ઝડપી ઘટવા લાગી હોવા છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટસની મસ ન થઈ રેટ કટમાં ઘટાડો કરવાના ઉદ્યોગો-બેંકરોના દબાણને અવગણી રહી છે. ત્યારે અગાઉ ફુગાવો અંકુશમાં નહીં હોવાનું અને ફુગાવાને પ્રાધાન્ય આપવાનું કારણ અવારનવાર આપીને રેટ કટ નહીં કરનાર આરબીઆઈએ હવે રેટ કટ કરવો રહ્યો. ચીન દ્વારા તેના અર્થતંત્રને મંદીમાં ફસડાતું અટકાવવા રેટ કટ, સ્ટીમ્યુલસ સહિતના પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે હવે ભારતમાં વેપાર-ઉદ્યોગો ફરી ધમધમતા થાય અને બેરોજગારીનું દુષણ ન વકરે એ માટે સત્તવરે રેટ કટ સહિતના પ્રોત્સાહનો રિઝર્વ બેંક, સરકારે લેવા રહ્યા, અન્યથા એફઆઈઆઈ-વિદેશી રોકાણકારોને પણ કવીટ ઈન્ડિયા કરતા વાર નહીં લાગે.
નબળા આઈઆઈપી બાદ હવે એડવાન્સ ટેક્ષના આંકડા  અને હોલસેલ ફુગાવાના આંક
રીટેલ-કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ ઓકટોબરમાં ઘટીને આવ્યા બાદ હવે સોમવારે ૧૫,ડિસેમ્બર ૨૦૧૪ના જાહેર થનારા હોલસેલ ફુગાવાના આંક પર નજર રહેશે. આ સાથે આઈઆઈપી નેગેટીવ આવ્યા બાદ હવે કોર્પોરેટ ઈન્ડિયા દ્વારા સોમવારે એડવાન્સ ટેક્ષના ત્રીજા હપ્તાની થનારી ચૂકવણીના આંકડા જોવા રહ્યા, જેના પરથી કંપનીઓના ડિસેમ્બર,૨૦૧૪ અંતના ત્રીજા ત્રિમાસિકના પરિણામો કેવા રહેશે એનો અંદાજ મળશે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવ સતત મહત્વનું પરિબળ બની રહેવાની સાથે બુધવાર ૧૬,ડિસેમ્બર અને ગુરૃવાર ૧૭,ડિસેમ્બર ૨૦૧૪ના મળનારી યુ.એસ.ફેડરલ ઓપન માર્કટ કમિટી-એફઓએમસીની મીટિંગ પર નજર રહેશે. આ સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા યુ.કે.ની બેંકોના રજૂ થનારી સ્ટ્રેસ ટેસ્ટ પરિણામો પણ વૈશ્વિક બજારો માટે મહત્વના બની રહી આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૨૭૬૩૩ થી ૨૬૮૬૬ અને નિફટી ૮૩૧૧ થી ૮૦૭૭ વચ્ચે અથડાતાં જોવાશે.
ઈન્ડસ્ટ્રી વોચ ઃ સુગર ઈન્ડસ્ટ્રી ઃ વર્ષ ૨૦૧૫ ખાંડ ઉદ્યોગ માટે શ્રેષ્ઠ?
ખાંડ ઉદ્યોગ જે હાલમાં વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, એ આધારભૂત સૂત્રો પ્રમાણે કેન્દ્ર સરકાર ટન દીઠ રૃ.૪૦૦૦ નિકાસ સબસીડી અને ૨૦ ટકા સુધી ઈથેનોલ બ્લેન્ડિંગની પરવાનગી આ બન્ને ઐતિહાસિક પગલાં પખવાડિયામાં લઈ શકે એમ છે. જેથી ખાંડ ઉદ્યોગના શેરો એકાદ વર્ષમાં ૪૦ ટકા સુધી વળતર આપી શકે એમ છે. ૧૦ ટકા સ્ટોપ લોસે આ ઉદ્યોગના ધ્યાનમાં રાખવા યોગ્ય શેરોમાં ઈઆઈડી પેરી, શ્રી રેણુકા સુગર, બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન, ધામપુર સુગર, શક્તિ સુગર, અપર ગેંજીસ સુગર છે. આ પગલાંની શકયતા વધારે મજબૂત થઈ જશે, તો અમે અહીંથી સ્ટોક સ્પેસિફિક ભલામણ પણ ટૂંક સમયમાં આપશું.
ડાર્ક હોર્સ ઃ H.I.L. LTD
રૃ.૧૦,૦૦૦ કરોડના પાંચ કોન્ટીનેન્ટમાં વિકસતા C.K.BIRLA ગુ્રપની વર્ષ ૧૯૪૬માં સ્થાપીત ભારતભરમાં ૧૨ મેન્યુફેકચરીંગ એકમો ધરાવતી, વર્ષ ૧૯૮૦માં ૧ઃ૧ બોનસ શેર, વર્ષ ૧૯૮૮માં ૧ઃ૧ બોનસ થકી ૬૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, બીએસઈ(૫૦૯૬૭૫) અને એનએસઈ(HIL) H.I.L લિમિટેડ(જૂનું નામ હૈદરાબાદ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) ગ્રીન બિલ્ડિંગ મટીરીયલ્સ માટે પાયોનીયર અને બિલ્ડિંગ મટીરીયલ્સ સોલ્યુશન્સ ઉદ્યોગની કંપની રૃફિંગ સોલ્યુશન્સ, પેનલ્સ, વોલ બ્લોક્સ, પ્લાયવૂડ સબસ્ટીટયુટસ, ઉચ્ચ ગુણવતાના પાઈપ્સ અને ફિટીંગ્સ, ઈન્ડસ્ટ્રીયલ ઈન્સ્યુલેશનનું મેન્યુફેકચરીંગ કરે છે. કંપની ત્રણ બ્રાન્ડસ ધરાવે છે. જેમાં એરોકોન ગ્રીન બિલ્ડિંગ મટીરીયલ્સમાં ફાસ્ટ ટ્રેક ડ્રાયવોલ સબસ્ટીટયુશન માટે પેનલ, એએસી બ્લોક્સ, એડવાન્સ પોલીમર પ્રોડક્ટસ જેમ કે પાઈપ્સ ફિટીંગ્સ ટ્રયુ ફિટ-ટીએમ ટેકનોલોજી લીક પ્રુફ જોઈન્ટસ અને પ્લાયવૂડના વિકલ્સ-સબસ્ટીટયુટસ ધરાવે છે. બીજી બ્રાન્ડ ચારમીનાર રૃફ સોલ્યુશન માટે અને ત્રીજી બ્રાન્ડ હાઈસીલ ઈન્ડસ્ટ્રીયલ થર્મલ ઈન્સ્યુલેશન માટે જેનો ઉપયોગ એનજીૅ-ઈન્ટેન્સિવ ઉદ્યોગોમાં સંખ્યાબંધ એપ્લીકેશન્સમાં થાય છે. આ બધા ઉત્પાદનોનો વપરાશ પ્રિ-ફ્રેબ્રિકેટેડ બિલ્ડિંગ માટે આંતરિક/બાહ્ય વોલ નિર્માણ, મેઝેનાઈન ફલોર્સ, સ્ટ્રેન્જ ડયુરેબલ રેપ રેઝિસ્ટન્ટ ડોર, પૂર્ણ અથવા અડધા પાર્ટિસન્સ, ફોલસ સીલિંગ્સ, હંગામી ઓછા ખર્ચના મકાનો અને હાઈ ટેમ્પરેચર ઈન્સ્યુલેટર્સ માટે થાય છે.
(૧) ગ્રાહક યાદી ઃ ઈન્ફોસીસ, જીવીકે, વિવાન્તા-તાજ, કન્ટ્રીયાર્ડ મેરિયટ, સીઆઈઆઈ, આઈટીસી હોટલ્સ, નોકિયા, મેપલ, નોવોટેલ હોટલ્સ, પાર્ક હયાત, મેયટાસ ઈન્ફ્રા, આઈએલએન્ડએફએસ, શ્રી સિમેન્ટ, એસીસી, જીએસએફસી, અંબુજા સિમેન્ટ, ભેલ, નાગાર્જુન ગુ્રપ, મિનાક્ષી ઈન્ફ્રા, મંજીરા કન્ટ્રકશન, માયાજાલ, કિવીરાજ ટેક પાર્ક, હૈદરાબાદ સેન્ટ્રલ, રાહેજા ડેવલપર્સ વગેરે છે. (૨) કંપનીના વાઈસ-પ્રેસિડેન્ટ, માર્કેટીંગ મધુસુદન મોકાસી ૯,નવેમ્બર ૨૦૧૪ની મુલાકાતના અંશો ઃ 'કેન્દ્રિય બજેટમાં એફોર્ડેબલ હાઉસીંગ માટે ૪૦ અબજ ડોલર ફાળવવાની દરખાસ્ત અને એફડીઆઈ પોલીસી ઉદાર કરવી, ૨૦૦ સ્માર્ટ શહેરો, ગ્રામીણ હાઉસીંગ માટે પ્રોત્સાહન તરીકે વધારાની રૃ.૮૦૦૦ કરોડની ફાળવણી, શહેરી ગરીબો માટે એફોર્ડેબલ હાઉસીંગ માટે રૃ.૪૦૦૦ કરોડની ફાળવણી ચોક્કસ કંપની ઉદ્યોગને ફાયદો કરાવે એવી અપેક્ષા છે. કંપની વાર્ષિક ૧૦ લાખ ફાઈબર સિમેન્ટ શીટની ક્ષમતા ધરાવે છે અને ભારતમાં સૌથી મોટી મેન્યુફેકચરીંગ કરતી અને વેચાણ કરતી કંપની છે. કંપની નીચા કાચામાલના ભાવ, વેચાણમાં ઊંચા ભાવ ઉપજ અને મજબૂત માંગને કારણે સારી કામગીરી કરી રહી છે. કંપની અને ઉદ્યોગ બન્નેને સ્વચ્છ ભારત યોજનાથી સારો ફાયદો થશે.' (૩) મેન્યુફેકચરીંગ એકમો ઃ (એ) ફરિદાબાદ-હરિયાણા (બી) જસિંધ-જારખંડ (સી) હૈદરાબાદ-તેલંગણા (ડી) થિમ્માપુર-તેલંગણા (ઈ) થ્રિશુર-કેરલા (એફ) સાથરયા-ઉત્તર પ્રદેશ (જી) ધારૃહીરા-હરિયાણા (એચ) વાડા-મહારાષ્ટ્ર (આઈ) ગોલન ગામ-ગુજરાત (જે) બાલાસોર-ઓરિસ્સા (કે) ચેન્નઈ-તમિલનાડું (એલ) વિજયવાડા-આંધ્ર પ્રદેશ આ બધા પાંચ ખંડો દક્ષિણ ભારત, ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ૯ રાજયોમાં એકમો ધરાવે છે. (૪) વિન્ડ પાવર એકમો અને ક્ષમતા ઃ (એ) ૩.૬ મેગાવોટ કચ્છ-ગુજરાત (બી) ૧.૨૫ મેગાવોટ કોઈમ્બતુર-તમિલનાડું (સી) ૨.૫ મેગાવોટ જોધપુર-રાજસ્થાન આમ કુલ ૭.૩૫ મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતા ધરાવે છે. (૫) કંપનીના વર્ષ ૨૦૧૪-૨૦૧૩ના વાર્ષિક રીપોર્ટમાંથી અમુક વિગતો ઃ (એ) બધા પ્લાન્ટોમાં ખર્ચ અસરકારકની કરાયેલા પહેલ-પગલાંથી વાર્ષિક રૃ.૫ કરોડના ખર્ચની બચત કરી શકાઈ છે. (બી) ઈન્વેન્ટરી સાઈકલમાં સફળતાપૂર્વક ઘટાડા થકી કાર્યકારી મૂડીમાં રૃ.૧૭૨ કરોડનો ઘટાડો કરી શકાયો છે. (સી) સૌથી નીચો ડેટ-ઈક્વિટી (ડી) એએસી બ્લોક પ્લાન્ટ-ગુજરાતમાં ક્ષમતામાં ૪૫ ટકાની વૃદ્વિ નોંધાઈ છે, જે સાથે ભારતમાં સૌથી મોટી સિંગલ પ્લાન્ટ ક્ષમતા થઈ છે. (ઈ) સોલીડ ફયુલ બોઈલર બેસાડવામાં આવતાં ૪૫ ટકા બચત શકય બની છે. (એફ) આંધ્ર પ્રદેશ અને હરિયાણામાં પાવર ટ્રેડીંગથી પાવર ખર્ચમાં ૧૫ ટકા ઘટાડો થયો છે. (૬) ડેટ-ઈક્વિટી રેશીયો ઃ માર્ચ ૨૦૧૨માં ૦.૩૧ ટકા, માર્ચ ૨૦૧૩માં ૦.૪૫ ટકા, માર્ચ ૨૦૧૪માં ૦.૧૭ ટકા માત્ર (૭) નેટવર્થ ઃ માર્ચ ૨૦૧૨માં રૃ.૩૩૮ કરોડ, માર્ચ ૨૦૧૩માં રૃ.૩૮૧ કરોડ, માર્ચ ૨૦૧૪માં રૃ.૩૮૪ કરોડ (૮) બુક વેલ્યુ ઃ માર્ચ ૨૦૧૦ના રૃ.૩૪૪, માર્ચ ૨૦૧૧ના રૃ.૩૯૩, માર્ચ ૨૦૧૨ના રૃ.૪૫૨, માર્ચ ૨૦૧૩ના રૃ.૫૧૬, માર્ચ ૨૦૧૪ના રૃ.૫૨૦, માર્ચ ૨૦૧૫ના અપેક્ષિત બુક વેલ્યુ રૃ.૬૨૭ (૯) શેર દીઠ આવક-ઈપીએસ ઃ માર્ચ ૨૦૧૧ના રૃ.૧૨૦, માર્ચ ૨૦૧૧ના રૃ.૬૭, માર્ચ ૨૦૧૨ના રૃ.૮૦, માર્ચ ૨૦૧૩ના રૃ.૮૦, માર્ચ ૨૦૧૪ના રૃ.૯.૫૨, માર્ચ ૨૦૧૫ના અપેક્ષિત રૃ.૧૦૬.૯૧ (૧૦) ડિવિડન્ડ ઃ માર્ચ ૨૦૧૦ના ૧૬૦ ટકા, માર્ચ ૨૦૧૧ના ૧૬૦ ટકા, માર્ચ ૨૦૧૨ના ૧૮૫ ટકા, માર્ચ ૨૦૧૩ના ૨૦૦ ટકા, માર્ચ ૨૦૧૪ના ૧૫૦ ટકા   નાણાકીય પરિણામ ઃ  (૧૧) એપ્રિલ ૨૦૧૩ થી માર્ચ ૨૦૧૪ ઃ વેચાણ રૃ.૮૭૧.૪૦ કરોડ, એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૦.૮૫ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૭.૧૩ કરોડ, શેર દીઠ આવક રૃ.૯.૫૬ (૧૨) એપ્રિલ ૨૦૧૪ થી જૂન ૨૦૧૪ ઃ વેચાણ ૩૪ ટકા વૃદ્વિએ રૃ.૩૬૩ કરોડ, એનપીએમ ૯.૨ ટકા, ચોખ્ખો નફો રૃ.૩૧.૩૨ કરોડ, શેર દીઠ આવક રૃ.૪૧.૯૭ (૧૩) જુલાઈ ૨૦૧૪ થી સપ્ટેમ્બર ૨૦૧૪ ઃ વેચાણ ૪૦ ટકા વૃદ્વિએ રૃ.૨૨૮.૧૧ કરોડ, એનપીએમ ૬.૩ ટકા, ચોખ્ખો નફો રૃ.૧૪.૨૬ કરોડ, શેર દીઠ આવક રૃ.૧૯.૧૨ (૧૪) એપ્રિલ ૨૦૧૪ થી સપ્ટેમ્બર ૨૦૧૪ છ મહિના ઃ વેચાણ ૩૬ ટકા વૃદ્વિએ રૃ.૫૯૦ કરોડ, એનપીએમ ૭.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૃ.૪૫.૫૮ કરોડ, શેર દીઠ આવક રૃ.૬૧ (૧૫) અપેક્ષિત ઓકટોબર ૨૦૧૪ થી માર્ચ ૨૦૧૫ છ માસિક ઃ વેચાણ અપેક્ષિત-અંદાજીત ૨૫ ટકા વૃદ્વિએ રૃ.૫૪૭ કરોડ, એનપીએમ ૬.૩ ટકા, ચોખ્ખો નફો રૃ.૩૪.૫૦ કરોડ, શેર દીઠ આવક રૃ.૪૬ અપેક્ષિત છે. (૧૬) પૂર્ણ વર્ષ અપેક્ષિત એપ્રિલ ૨૦૧૪ થી માર્ચ ૨૦૧૫ ઃ અપેક્ષિત પૂર્ણ વર્ષમાં વેચાણ રૃ.૧૧૩૭ કરોડ, એનપીએમ ૭.૧૦ ટકા, ચોખ્ખો નફો રૃ.૮૦.૮ કરોડ, શેર દીઠ આવક-ઈપીએસ રૃ.૧૦૬.૯૧
(૧૭) વેલ્યુએશન ઃ BBB
આમ (૧) સી.કે.બિરલા ગુ્રપની કંપની (૨) પ્રતિષ્ઠિત ગ્રાહક યાદી ધરાવતી (૩) કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ બજેટ તથા ફેબુ્રઆરી ૨૦૧૫માં પણ અપેક્ષિત સારા ફાયદા ધરાવતા ઉદ્યોગની પ્રતિષ્ઠિત કંપની (૪) દેશમાં ૧૨ મેન્યુફેકચરીંગ યુનિટો ધરાવતી (૫) પ્રતિષ્ઠિત એવોર્ડસ વિજેતા (૬) ૭.૩૫ મેગાવોટ વિન્ડ પાવર ક્ષમતા ધરાવતી (૭) ડેટ-ઈક્વિટી રેશીયો માત્ર ૦.૧૭ ધરાવતી (૮) રૃ.૩૮૫ કરોડની નેટવર્થ ધરાવતી(ઈક્વિટી માત્ર રૃ.૭.૬૨ કરોડની છે.) (૯) અપેક્ષિત બુક વેલ્યુ રૃ.૬૨૭ (૧૦) ૧ઃ૧ના બે બોનસ ઈસ્યુ દ્વારા ૬૨ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૧૧) ૧૫૦ ટકા થી ૨૦૦ ટકા ડિવિડન્ડ ચૂકવતી (૧૨) અપેક્ષિત શેર દીઠ આવક રૃ.૧૦૬.૯૧ સામે માત્ર રૃ.૬૩૫ ભાવે ઉદ્યોગના સરેરાશ પી/ઈ ૧૭ સામે માત્ર ૫.૯૩ના પી/ઈએ ઉપલબ્ધ છે.
ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી ઃ (૧) લેખક  ઉપરોકત કંપનીઓમાંથી બજાજ હિન્દુસ્તાન, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગમાં રોકાણ ધરાવે છે.  (૨) રીચર્સ માટેના અમારા સ્ત્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB,  ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. હાલનો ટ્રેન્ડ સ્થિર સરકાર, એફઆઈઆઈ રોકાણ પ્રવાહ, જીડીપીમાં ગ્રોથ, વડાપ્રધાનની કાર્યક્ષમતાને લીધે છે. અમારે લીધે નથી. અમે પોતાને ક્રેડિટ દેતાં નથી. (૬) ફીડબેક ઈ-મેઈલ ઃ arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

ડાર્ક હોર્સ તરીકે છેલ્લા એક વર્ષમાં રીસર્ચ કરેલી કંપનીઓના શેરોમાંથી  ટોપ 5 ગેઇનર્સ
TOP 5 GAINER
સ્ક્રીપ
રીસર્ચ
રીસર્ચ
છેલ્લો
ટકાવારીમાં

તારીખ
ભાવ
બંધ
વધારો
૧)એનબીસીસી
૫-૧-૧૪
રૂ. ૧૬૦
રૂ..૮૧૭
+૪૮૦%
૨)એલજી. બાલાક્રિષ્ન
૨૬-૦૧-૧૪
રૂ. ૧૪૦
રૂ. ૬૨૩ 
+૩૪૫%
૩)પીટીસી ઈન્ડિયા ફા.
૦૨-૦૨-૧૪
રૂ. ૧૨.૮૧
રૂ. ૫૬
+૩૩૭%
૪)વિમ પ્લાસ્ટ લિ.
૧૨-૧-૧૪
રૂ. ૪૦૬
રૂ. ૧૬૮૧
+૩૧૩%
૫) કેએનઆર કન્સ્ટ્ર.
૦૬-૦૪-૧૪
રૂ. ૮૭
રૂ. ૨૯૮
+૨૪૩%

TOP 5 LOSER
૧)ગરવારે પોલી
૨૧-૯-૧૪
રૂ. ૧૫૯
રૂ. ૧૩૨
-૧૬.૬૫%
૨)જેબીએમ ઓટો
૧૪-૯-૧૪
રૂ. ૨૦૦
રૂ. ૧૮૧
-૯.૨૫%
૩) વીએસટી ટીલર્સ
૧૯-૧૦-૧૪
રૂ. ૧૫૨૩
રૂ. ૧૩૮૬
-૯.૦૩%
૪) સાઉથ ઈન્ડિયા પેપર
૩૦-૧૧-૧૪
રૂ. ૭૭
રૂ. ૭૫
-૨.૭૮%
૫) એલ એન્ડ ટી ફાઈ.
૨૯-૧૨-૧૩
રૂ. ૭૧
રૂ. ૭૦
-૧.૨૬%

નોંધ ઃ ડાર્ક હોર્સ તરીકે છેલ્લા એક વર્ષમાં ૫૩ સ્ક્રીપ રિસર્ચ કરેલી.જેમાંથી ૫  સ્ક્રીપમાં બે વખત ભલામણ કરવામાં આવેલી છે. બાકી રહેલી ૪૮ સ્ક્રીપમાંથી ૮ કંપનીમાં વેચવાની-પ્રોફિટ બુક કરવાની ભલામણ આપી હતી.  બાકી ૪૦ સ્ક્રીપમાંથી ૩૨ કંપનીએ પોઝિટીવ અને ૮ નેગેટીવ બંધ છે. આ એક વર્ષમાં બીએસઈ સેન્સેક્સ સરેરાશ ૧૩ ટકા પોઝિટીવ રહ્યો છે. જ્યારે ડાર્ક હોર્સ પોર્ટફોલિયોમાં ૪૧.૪૫ ટકાનો સરેરાશ વધારો-પોઝિટીવ રહ્યો છે. કુલ ૩૨ પોઝિટીવ રહેલી  કંપનીઓમાંથી ૧ કંપનીમાં ૪૫૦ ટકાથી ઉપર, ૧ સ્ક્રીપમાં ૩૫૦ ટકાથી વધુ વધારો, ૪ સ્ક્રીપમાં ૩૦૦ ટકાથી વધુ વધારો, ૪ સ્ક્રીપોમાં ૨૫૦ ટકાથી વધુ વધારો, ૭ સ્ક્રીપમાં ૨૦૦ ટકાથી વધુ વધારો, ૧૨ સ્ક્રીપોમાં ૧૫૦ ટકાથી વધુ વધારો, ૧૪ સ્ક્રીપમાં ૧૦૦ ટકાથી વધુ વધારો, ૧૮ સ્ક્રીપોમાં ૫૦ ટકાથી વધુ વધારો અને ૨૧ સ્ક્રીપોમાં ૨૫ ટકાથી વધુ વધારો નોંધાયો છે. નેગેટીવ બંધ નોંધવનાર ૮ કંપનીઓએ ૧૬ ટકા થી ૯ ટકા, ૩ ટકા થી ૧ ટકાની વચ્ચે નેગેટીવ બંધ આપેલ છે.

BBB, BB, B અને Hની સમજણ
B- ૧૫ ટકા અથવા એથી ઉપર જવાની શકયતા
BB- ૨૫ ટકા અથવા એથી ઉપર જવાની શકયતા
BBB- ૩૫ ટકા અથવા એથી ઉપર જવાની શકયતા
H- ૧૦ ટકા વધઘટની શકયતા
નોંધ ઃ આ અઠવાડિયે  ભલામણમાં કોઈ ફેરફારો કરાયા નથી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday 12 December 2014

બજાર સરવૈયું : મંદીની ગર્જના વચ્ચે બજાર 0.9% ગબડ્યું

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બજાર સરવૈયું : મંદીની ગર્જના વચ્ચે બજાર 0.9% ગબડ્યું

- અશક્ત ગ્લોબલ સંકેતોના કારણે બજારમાં વેચવાલી યથાવત

- ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને કેપિટલ ગુડ્સ શેરો પટકાયા

અમદાવાદ તા. 12 ડિસેમ્બર 2014

અશક્ત  ગ્લોબલ સંકેતોના કારણથી બજારમાં વેચવાલી રોકવાનુમ નામ નથી લઈ રહી. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1%ના ઘટાડાની સાથે બંધ થયું છે. આજે બજારની શરૂઆત તો સારી થઈ હતી, પરંતુ કેટલાક કલાકો બાદ બજાર લાલ નિશાનમાં આવી ગયું હતું.

આજે ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોની જોરદારી પિટાઈ થઈ છે. બીએસઈના ઑયલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2.5%થી વધારે તૂટીને બંધ થયા છે. જે બીએસઈના રિયલ્ટી, કન્ઝ્યૂનર ડ્યૂરેબલ્સ અને કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સમાં 2%થી વધારેનો ઘટાડો દર્જ કરવામા આવ્યો છે.

દિગ્ગજ શેરોની કફોડી હાલત  સાથે આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોને પણ જોરદાર ધોબીપછાડનો સામનો કરવો પડ્યો હતો. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.3% ઘટીને બંધ થયા છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5% લપસીને બંધ થયા છે.

બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 251.33 અંક એટલેકે 0.9%ના ઘટાડાની સાથે 27350.68ના સ્તર પર બંધ થયું છે. જે એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 68.8 અંક એટલેકે 0.83%ની કમજોરીની સાથે 8224.1ના સ્તર પર બંધ થયું છે.

આજના કારોબારી સત્રમાં ગેલ, ટાટા સ્ટીલ, કેર્ન ઈન્ડિયા, ઓએનજીસી, સેસા સ્ટરલાઈટ અને બીએચઈએલ જેવા દિગ્ગજ શેર 4.6-2.9% તૂટીને બંધ થયા છે. જોકે ભારતી એરટેલ, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનએમડીસી, ઈન્ફોસિસ, સન ફાર્મા અને એચયૂએલ જેવા દિગ્ગજ શેર 1.4-0.6% સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં સનરાઈઝ એશિયન, પીએમસી, જેટ એરવેઝ, એચએમટી અને ચેન્નઈ પેટ્રો સૌથી વધારે 18.3-8.4% સુધીને ઘટીને બંધ થયા છે. જે સ્મોલકેપ શેરોમાં જેબીએફ ઈન્ડસ્ટ્રીઝ, પર્લ ઈલેક્ટ્રીક, ઓરિએન્ટ હોટલ્સ, એચબીએલ પાવક અને ત્રિવેણી ઈન્જીનિયરિંગ સૌથી વધારે 10-8.25% સુધી કમજોર થઈને બંધ થયા છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday 11 December 2014

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડાને પગલે આગામી મહામંદી આવશે?

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડાને પગલે આગામી મહામંદી આવશે?

અમેરિકામાં શેલ ક્રૂડનું જંગી ઉત્પાદન પણ ભાવઘટાડા માટે કારણભૂત

ઓઈલ અને ગેસ કંપનીઓના બોન્ડ સૌથી વધારે નબળાં પડી રહ્યા હોવાનો નિષ્ણાતોનો મત

મુંબઇ,ગુરૃવાર
અમેરિકામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સતત વધી રહ્યું હોવાથી ત્યાં ઓઈલના ભાવમાં થઈ રહેલો ઘટાડો ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી ભારત જેવા અનેક દેશોમાં આનંદનું વાતાવરણ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં સામાન્ય વ્યક્તિ જ નહીં સરકાર પણ ખુશખુશાલ છે કારણ કે, આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર ઓઈલ ઉત્પાદનો પર કરવેરા નાંખી શકી છે અને બીજી તરફ, ઓઈલ કંપનીઓને કિંમતોમાં ઘટાડો કરવા પણ દબાણ રહી છે. જોકે, ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને કિંમતના ઘટાડાથી અર્થતંત્રમાં મંદી આવવાની પણ શક્યતા હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.
જોકે, ઓઈલનું ઉત્પાદન કરતા દેશો માટે આ સ્થિતિ એટલી સારી નથી. ઓઈલનું ઉત્પાદન નહીં ઘટાડી શકવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવ સતત ગગડી રહ્યા હોવાથી ઓપેક દેશો માટે બજેટનું સંતુલન કરવું અઘરું થઈ રહ્યું છે. નિષ્ણાતો જણાવે છે કે, હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ગગડવાનું સૌથી મોટું કારણ અમેરિકામાં થઈ રહેલું ઉત્પાદન છે, નહીં કે ઓપેક દેશો દ્વારા થઈ રહેલું ઉત્પાદન. હાલ વિશ્વમાં સાઉદી અરેબિયા અને રશિયા કરતા પણ શેલ ઓઈલનું વધારે ઉત્પાદન કરતો દેશ અમેરિકા છે. ક્રૂડ ઓઈલના વધુ પડતા ઉત્પાદન અને કિંમતોમાં ઘટાડાની સૌથી વધારે અસર ઓઈલ કંપનીઓના બોન્ડ માર્કેટ પર વર્તાઈ છે. આ એનર્જી બોન્ડ ઈન્ડસ્ટ્રીમાં કોવ-લાઈટ (કોવેનન્ટ લાઈટ લોન્સ) એનર્જી બોન્ડ તરીકે પણ ઓળખાય છે. એનર્જી ટ્રાન્સપોર્ટેશન કંપનીને વેચેલા એનર્જી બોન્ડમાં કોવેનન્ટનું પ્રમાણ મર્યાદિત હોવા છતાં તે કોવ-લાઈટ તરીકે ઓળખાય છે. જંક બોન્ડ ડેબ્ટ ઈન્સ્ટ્રુમેન્ટને બીબી અથવા તેનાથી નીચું રેટિંગ મળ્યું હોય છે.  નિષ્ણાતોના મતાનુસાર, ઓઈલ અને ગેસનું ટ્રાન્સપોર્ટેશન કરતી કંપનીઓના બોન્ડ સૌથી વધારે નબળા પડી રહ્યા છે.
આજે વિશ્વની મહાસત્તા તરીકે ઓળખાતું અમેરિકા સૌથી વધારે શેલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે, જે  જોકે, આ પદ્ધતિ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરવાની પરંપરાગત પદ્ધતિથી ઘણી મોંઘી સાબિત થાય છે. આ પ્રકારનું ક્રૂડ ઓઈલ પોચા ખડકોમાંથી મેળવવામાં આવે છે. શેલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સ્થળ આધારિત હોય છે, જેની કિંમત પ્રતિ બેરલ ૪૦થી ૭૦ ડોલર હોય છે. જ્યારે ઓપેક દેશો દ્વારા ઉત્પાદિત થતું ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ દસ ડોલરમાં પડે છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday 10 December 2014

સર્વિસ ટેક્સના નીતિનિયમો વધુ ચુસ્ત બનાવાયા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સર્વિસ ટેક્સના નીતિનિયમો વધુ ચુસ્ત બનાવાયા

જે ધંધા-વ્યવસાયને કંપની એક્ટ હેઠળ કલમ ૧૪૮ લાગુ પડતી

હોય તેમના માટે પણ કોસ્ટ ઓડિટ ફરજિયાત

નવી દિલ્હી, બુધવાર
નોંધણી કરાયેલી કંપનીઓની માહિતી ઝડપથી મેળવી શકાય એ માટે ઓડિટ કંપનીઓ માટે સર્વિસ ટેક્સને લગતા નીતિનિયમો વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે કરેલા સુધારા પ્રમાણે, કરદાતા દ્વારા કરવેરા અધિકારીને આપવામાં આવતી સમયમર્યાદા કામકાજના કુલ ૧૫ દિવસની હતી, જેને દૂર કરાઈ છે.
આ કામને કરવેરા અધિકારીની વિવેકબુદ્ધિના આધારે તાત્કાલિક ધોરણે અથવા તો ઓડિટ અધિકારીને જોઈતી સમયમર્યાદામાં રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એવી જ રીતે, ઓડિટ કંપનીને અપાતા રિપોર્ટમાં આવકવેરા તેમજ સર્વિસ ટેક્સ અંતર્ગત રખાતા રેકોર્ડની સાથે કોસ્ટ ઓડિટ રિપોર્ટ રજૂ કરવો પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યવસાયની નોંધણી માટે સર્વિસ ટેક્સને લગતા રેકોર્ડ રાખવા જરુરી હોય છે. સર્વિસ ટેક્સના નિયમ પ્રમાણે, એક કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ધંધા-વ્યવસાય અથવા રુ. ૨૫ લાખથી વધુની ગ્રોસ રિસિપ્ટ ધરાવનારા વ્યવસાયિકો માટે  ધંધા-રોજગારના સ્થળની નોંધણી અને સર્વિસ ટેક્સને લગતા નિયમો લાગુ પડે છે.
આ ઉપરાંત કંપની એક્ટ અંતર્ગત જે કંપનીઓને કલમ ૧૪૮ લાગુ પડતી હોય તેમના માટે પણ કોસ્ટ ઓડિટ રિપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday 3 December 2014

બેન્કમાંથી એક સાથે 50,000 રૂપિયા ઉપાડવા પર લાગી શકશે છે ટેક્સ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બેન્કમાંથી એક સાથે 50,000 રૂપિયા ઉપાડવા પર લાગી શકશે છે ટેક્સ

- અગાઉ પણ નિર્ણય લેવાયો હતો પણ 2009માં પરત ખેંચી લેવાયો હતો

- મોટા ખેડુતો પરપણ ટેક્સ લાદવાની વિચારણા

નવી દિલ્હી તા. 03 ડિસેમ્બર 2014
બ્લેક મની પર નજર રાખતી પાર્થસારથી શોમ સમિતિએ બેન્કમાંથી નિયત કરેલી લિમિટથી વધારે પૈસા ઉપાડવા પર બેન્કિંગ ટ્રાન્જેક્શન ટેક્સ લાદવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ પહેલા વર્ષ 2005માં બેન્કિંગ કેશ ટ્રાન્જેક્શન ટેક્સ(બીસીટીટી) લગાવ્યો હતો જેને હેઠળ વ્યક્તિગત કિસ્સાઓમાં એક દિવસમાં 50,000 રૂપિયાથી વધારે રકમ બેન્કમાંથી ઉપાડવા પર ટેક્સ ચૂકવોવો પડતો હતો, જ્યારે અન્યને 1 લાખ રૂપિયાથી વધારે રકમ પર ટેક્સ ચૂકવવો પડતો હતો. વર્ષ 2009માં આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે,'મોટા ખેડુતોને પણ ટેક્સ નેટમાં સમાવેશ કરવો જોઇએ. 5 લાખ રૂપિયા સુધી કૃષિ આવક કરવેરા મુક્ત લિમિટમાં આવે છે. પરંતુ તે ખેડુતો જે આ લિમિટ કરતા કેટલાય ગણા વધારે કમાય છે તેમના પર ટેક્સ લાદી શકાય છે. આના કારણે કરદાતાનો બેઝ વધશે.'

સમિતિએ તે પણ સૂચવ્યું કે સંપત્તિ કરવેરા બેઝ વધારવા માટે તેમાં અમૂર્ત નાણાકીય અસ્કયામતોને પણ જોડી દેવો જોઇએ. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2012-13માં સર્વિસ ટેક્સ માટે લાયકમાં ફક્ત 33 ટકાએ જ રિટર્ન ભર્યા હતા, આ ટકાવારી ગત નાણાકીય વર્ષ કરતા 1 લાખથી ઓછી હતી. ત્યારે 50 ટકાથી વધારે રજિસ્ટર્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કરદાતા રિટર્ન ફાઇનલ કરી રહ્યા નથી.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday 1 December 2014

HDFC બેન્કના ગ્રાહક છો? તો આજથી વધી રહી છે તમારી મુશ્કેલીઓ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

HDFC બેન્કના ગ્રાહક છો? તો આજથી વધી રહી છે તમારી મુશ્કેલીઓ

મુંબઈ, 1 ડિસેમ્બર

જો તમે એચડીએફસી બેન્કના ગ્રાહકો હોવ તો આજથી તમારી મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. એચડીએફસી બેન્કે તેમના ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન લીમિટેડ કરી દેવાની જાહેરાત કરી દીધી હતી તેની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી બેન્કે હવે તેમના ગ્રાહકો માટે એક મહિનામાં વધુમાં વધુ 5 વખત ટ્રાન્ઝેક્શન ફ્રી રાખ્યુ છે. એટલેકે મહિનામાં માત્ર હવે પાંચ વખત તમે કોઈ પણ ચાર્જ આપ્યા વગર એટીએમમાંથી નાણા કાઢી શકશો. તેનાથી વધારે વખત નાણા ઉપાડવા માટે હવે એક ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 20 ચૂકવવા પડશે.

એટીએમ દ્વારા બેન્ક બેલેન્સ ચેક કરવું, સ્ટેટમેન્ટ કાઢવું અને કાર્ડથી પેમેન્ટ કરવા જેવા કાર્યો માટે પણ એખ પ્રકારનો સર્વિસ ચાર્જ ચુકવવો પડશે. આ પ્રકારની સર્વિસ મેળવવા માટે રૂ. 8.50+ ટેક્સ ચુકવવો પડશે. આ રકમ સીધી વ્યક્તિના એકાઉન્ટમાંથી કાપવામાં આવશે. એચડીએફસી એટીએમ ટ્રાન્ઝેક્શન લીમિટ દેશના દરેક શહેર માટે લાગુ કરવામાં આવી છે.

જોકે આ મુશ્કેલી માત્ર એચડીએફસી સુધી જ પુરતી નથી પરંતુ અન્ય બેન્કના એટીએમમાંથી પણ મહિનામાં પાંચ વારની જગ્યાએ માત્ર ત્રણ વખત જ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જોકે આ નિયમ દેશના 6 શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લોર અને હૈદરાબાદમાં લાગુ કરવામાં આવી છે. જો તમે 3 વખત ટ્રાન્ઝેક્શનની લીમીટ ક્રોસ કરશો તો તે પછી દરેક ટ્રાન્ઝેક્શન વખતે રૂ. 20નો ચાર્જ ચુકવવો પડશે. નોંધનીય છે કે, જો તમે આ છ શહેરો સિવાય અન્ય કોઈ શહેરમાં રહેતા હોવ તો એચડીએફસીના ડેબિટ કાર્ડ દ્વારા અન્ય કોઈ બેન્કના એટીએમમાંથી પાંચ વખત ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

Source :-http://www.sandesh.com/