સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 31 March 2015

પ્રવાસીઓના ધાડાની બાબતમાં ખૂશ્બુ ગુજરાત કી... ફાંકાનો પર્દાફાશ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

પ્રવાસીઓના ધાડાની બાબતમાં ખૂશ્બુ ગુજરાત કી... ફાંકાનો પર્દાફાશ

કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે પ્રચાર-પ્રસારમાં બેફામ નાણાં ખર્ચ્યા છતાં મહારાષ્ટ્ર, મ

(પ્રતિનિધિ દ્વારા)    ગાંધીનગર, મંગળવાર
ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચનને એમ્બેસેડર બનાવી તેને પ્રોજેકટ કરીને બનાવેલી ખુશ્બુ ગુજરાત કી... એડ ફિલ્મોના પ્રચાર-પ્રસાર પછી ગુજરાત રાજ્ય બહારના અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવાની બાબતમાં નંબર વન તરીકે દેશમાં ઉભરી રહ્યાંના ગુજરાત સરકાર દ્વારા મારવામાં આવતા ફાંકાનો કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ - 'કેગ' ના તાજા રિપોર્ટમાં પર્દાફાશ થયો છે. કેગ દ્વારા જણાવાયું છે કે, પ્રવાસન ક્ષેત્રે પ્રચાર-પ્રસારમાં અઢળક નાણાં ગુજરાતે ખર્ચ્યા હોવા છતાં, રાજસ્થાન હજીયે વધુ પ્રવાસીઓને આકર્ષે છે અને પાડોશી રાજ્યો - મહારાષ્ટ્રએ તથા મધ્ય પ્રદેશે ગુજરાત કરતાં ઘણાં વધુ પ્રવાસીઓ આકર્ષીને પ્રવાસન ક્ષેત્રે ગુજરાત કરતાં બે ગણો વધારો વિકાસ કર્યો છે. કેગ દ્વારા ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન દેશમાં અને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કેટલા પ્રવાસીઓ આવ્યા અને પ્રવાસન ક્ષેત્રે વિકાસની બાબતમાં ગુજરાત કયાં છે, તેનું નિરૃપણ આંકડા સહિત કરાયું છે. કેગ દ્વારા જણાવાયું છે કે, ૨૦૦૯ના આંકડાની તુલનાએ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે ૭૨.૫૦ ટકા વિકાસ સાધ્યો છે, તો મધ્ય પ્રદેશે ૧૭૨.૧૦ ટકા અને મહારાષ્ટ્રએ ૧૬૨.૫૪ ટકા વિકાસ સાધ્યો છે.
ડિસેમ્બર- ૨૦૧૩ની સ્થિતિએ વિદેશી સહેલાણીઓને આકર્ષવાની બાબતમાં ગુજરાતનો નંબર ૧૬ ક્રમે છે, તો મહારાષ્ટ્રનો નંબર પ્રથમ ક્રમે, રાજસ્થાનનો નંબર પાંચમા ક્રમે અને મધ્ય પ્રદેશનો નંબર ૧૨મા ક્રમે છે. આવી જ રીતે સ્થાનિક સહેલાણીઓને પ્રવાસધામો ખાતે આકર્ષવાની બાબતમાં ગુજરાતનો નંબર દેશમાં ૮મા ક્રમે છે, તો મહારાષ્ટ્રનો નંબર પાંચમા ક્રમે, રાજસ્થાનનો નંબર સાતમા ક્રમે અને મધ્ય પ્રદેશનો નંબર ૬ઠ્ઠા ક્રમે છે.
વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ના ગાળામાં ગુજરાતમાં કુલ ૧૦.૮૪ કરોડ પ્રવાસીઓ આવ્યા, તેની સરખામણીએ રાજસ્થાનમાં પ્રવાસીઓ દોઢા યાને ૧૪.૩૭ કરોડ આવ્યા, તો મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં બે ગણા વધુ યાને ૩૦.૫૧ કરોડ પ્રવાસીઓ આવ્યા, જયારે મધ્ય પ્રદેશમાં ગુજરાત કરતાં બમણાં એટલે કે ૨૨.૨૯ કરોડ આવ્યા હતા.
ગુજરાતમાં ૨૦૦૯-૧૦ થી ૨૦૧૩-૧૪ના ગાળામાં બિનનિવાસી ભારતીયો અને વિદેશીઓ કુલ મળીને ૨૨.૪૭ લાખ જ આવ્યા હતા. જયારે ઉકત ગાળામાં બીજા રાજ્યોનાં પ્રવાસીઓ ગુજરાતમાં કુલ મળીને ૨૪૧.૨૪ લાખ આવ્યા હતા, તેમ કેગ દ્વારા જણાવાયું છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 30 March 2015

વોટ્સ એપ જેવી ફ્રી સેવાઓનું નિયમન કરવા માળખું તૈયાર કરતી ટ્રાઇ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વોટ્સ એપ જેવી ફ્રી સેવાઓનું નિયમન કરવા માળખું તૈયાર કરતી ટ્રાઇ

ટેલિકોમ કંપનીઓની એસએમએસની આવક બંધ થતાં ટ્રાઇ સમક્ષ નવો પડકાર

નવી દિલ્હી, સોમવાર
ઇન્ટરનેટ આધારિત કોલ્સ અને મેસેજિસ માટે નિયમન ધરાવતું માળખું તૈયાર કરવાનું કામ દેશના ટેલિકોમ નિયામક ટ્રાઇ દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. ઇન્ટરનેટ આધારિત અથવા ઓવર ધ ટોપ (ઓટીટી) સેવાઓ અને નેટ ન્યુટ્રાલિટી માટે નિયમનો લાદવા માટે વિવિધ સરકારો, ઉદ્યોગો અને ગ્રાહકો વચ્ચે વૈશ્વિક સ્તરે હાલ ચર્ચા ચાલી રહી છે.
ઓટીટી સેવાઓ માટે નિયમન માળખું તૈયાર કરવા માટે ટ્રાઇએ એક કન્સલ્ટન્સી પેપર ઇસ્યુ કર્યો હોવાનું ટ્રાઇના સેક્રેટરી સુધીર ગુપ્તાએ જણાવ્યુ હતું.
ઇન્ટરનેટ અને ઓપરેટર નેટવક્ર્ ઉપર આધાર સેવાઓ જેમકે સોશિયલ નેટવર્ક, સર્ચ એન્જિન્સ અને એમેચ્યોર વિડિયો એગ્રેગેશન સાઇટ્સ ઓટીટી હેઠળ આવે છે.
અમુક ઓટીટી સાઇટ્સમાં સ્કાઇપ, વાઇબર, વોટ્સએપ, ચેટ ઓન, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ ,કીક, ગૂગલ ટોક, હાઇક, લાઇન, વી ચેટ, ટેન્ગો, ફેસબૂક મેસેન્જર અને ઇ કોમર્સ સાઇટ જેમકે એમેઝોન, ફિલપ કાર્ટ અને સ્નેપ ડીલનો સમાવેશ થાય છે.
ગ્રાહકો અત્યારે ઇન્ટરનેટ કનેક્શન વડે આ સંખ્યાબંધ એપ્લિકેશનનો ઉપયોગ ઓનલાઇન કરે છે અને તેમાં તેમને કોઇ ખર્ચ થતો નથી અને તે કારણે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાં એસએમએસ સેવાની આવક ગુમાવવા બાબતે અસંતોષ છે.  તેથી, ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને ૨૪મી એપ્રિલ સુધીમાં તેની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા કન્સલ્ટેશન પેપરમાં ટિપ્પણીઓ મોકલવા જણાવ્યુ છે અને ૮મી મે સુધીમાં પ્રતિ ટિપ્પણી મોકલવાની રહેશે.  ટ્રાઇએ તેના કન્સલ્ટેશન પેપરમાં સવાલ ઉઠાવ્યા છે કે ઓટીટી કમ્યુનિકેશન સેવાઓનું નિયમન કરવું જોઇએ ? અને નોન કમ્યુનિકેટિંગ ઓટીટી પ્લેયર્સ માટે સરકારે કયા નિયામક પગલાં ભરવા જોઇએ?
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 29 March 2015

ચીપ ઉદ્યોગ માટે ગુજરાતમાં કેન્દ્રનું કરોડોનું રોકાણ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ચીપ ઉદ્યોગ માટે ગુજરાતમાં કેન્દ્રનું કરોડોનું રોકાણ

ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કેન્દ્ર સરકાર રોકાણ કરશે. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં માળખાકિય સુવિધા ઊભી કરવા કેન્દ્ર રૂ. 10 કરોડનું રોકાણ કરશે ભારતમાં વધી રહેલી ઘરેલુ માંગ તેમજ આગામી વર્ષોમાં આયાત નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકાર વધુ રોકાણ માટે વિચારી રહી છે. માઇક્રો પ્રોસેસરની ભારતીય આવૃતિ વિકસાવવા માટે ભારત 40 કરોડ ડોલરનું રોકાણ પણ કરશે. ઉચ્ચ સ્તરીય ઇનોવેશન આધારિત ઈકોસિસ્ટમ તૈયાર કરવાના ભાગરૂપે આ પગલાં સરકાર લઈ રહી છે, તેમ  ડીપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીના સચિવ આર એસ શર્માએ જણાવ્યું હતું.

દેશમાં વધુ નવા બિઝનેસ સ્ટાર્ટ અપ્સ દ્વારા વેન્ચર કેપિટલ ફંડ્સનો ઉપયોગ વધારવા હેતુ સમર્પિત ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ ફંડ તૈયાર કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી સમયમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે વધુ રોકાણ કરવાથી દેશમાં વધી રહેલી ચીપની માંગ તેમજ આયાત ઘટાડવામાં આ માળખાકીય રોકાણ મદદરૂપ થઈ શકશે.

દેશમાં સ્થાનિક માગમાં નોંધપાત્ર વધારો તેમજ યોગ્ય માળખું ધરાવતા હોવાથી ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે રોકાણ માટે ભારત આકર્ષક હબ બન્યું છે. આ ઉપરાંત નિવાસી કે
વિદેશી રોકાણકારોને લોજિસ્ટિક્સ તેમજ નાણાકીય મદદ પણ પુરી પાડવામાં આવતી હોવાથી વધુ રોકાણ આકર્ષવામાં મદદ મળી હોવાનું શર્માએ વધુમાં જણાવ્યું હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 27 March 2015

હવે વેટના ડીલરોએ એપ્રિલથી ફોર્મ ૪૦૨, ૪૦૩ ઓનલાઈન લેવાં પડશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

હવે વેટના ડીલરોએ એપ્રિલથી ફોર્મ ૪૦૨, ૪૦૩ ઓનલાઈન લેવાં પડશે

૨૫ કરોડથી વધુ ટર્નઓવરવાળા ડીલરો માટે દાખલ કરાયેલી સિસ્ટમ

અત્યાર સુધી માત્ર રૃા. ૨૫ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારાઓ માટે ઓનલાઈન ફોર્મ લેવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,શુક્રવાર
વેટનું રજિસ્ટ્રેશન ધરાવતા તમામ ૪,૬૭,૯૩૦ ડીલરો માટે ફોર્મ નંબર ૪૦૨ અને ફોર્મ નંબર ૪૦૩ ઓનલાઈન લેવાની સિસ્ટમ આગામી પંદરેક દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આમ તો બાવીસમી ડિસેમ્બર ૨૦૧૪થી રૃા. ૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેટ રજિસ્ટર્ડ ડીલર માટે રાજ્યમાંથી માલ બહાર મોકલવા માટે ફોર્મ ૪૦૨ અને રાજ્ય બહારથી ગુજરાતમાં માલ લાવવા માટે ફોર્મ ૪૦૩ ઓનલાઈન લેવાની સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી.
વાર્ષિક રૃા. ૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા અંદાજે ૪૮૩૮ વેટ રજિસ્ટર્ડ ડીલરને માટે ફોર્મ ૪૦૨ અને ૪૦૩ ઓનલાઈન લેવાની વ્યવસ્થા ૨૨મી ડિસેમ્બર ૨૦૧૪થી દાખલ કર્યા પછી ૧૫મી ફેબુ્રઆરી ૨૦૧૫થી રૃા. ૨૫ કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા અંદાજે ૯૨૭૯ રજિસ્ટર્ડ ડીલરો માટે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી હતી. હવે ગુજરાતનો કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમામ કરદાતાઓ માટે આ સિસ્ટમ અમલી બનાવવા સજ્જ થઈ ગયું છે.
કોમર્શિયલ ટેક્સ કચેરીનું આ માટેનું સોફ્ટવેર તૈયાર કરનારી કંપની પાસે આ વ્યવસ્થા ચાલુ કરવાને પરિણામે કોઈ ટેકનિકલ અવરોધ આવશે કે નહિ તે અંગેનો અહેવાલ મંગાવી લેવામાં આવ્યો છે અને કંપનીએ આ માટે લીલીઝંડી આપી દીધી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. તેમની લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ આ સિસ્ટમ પહેલી એપ્રિલથી ચાલુ કરી દેવામાં આવે તો તેમાં ઉતાવળ થઈ જવાની દહેશત છે અને વેપારી આલમ તરફથી બિનજરૃરી બૂમરાણ મચાવી દેવામાં આવે તેવી શક્યતા જોઈને વેટ કચેરી આ માટેની તારીખ નક્કી કરવા અંગે ચર્ચા કરી રહી છે. બીજું, આ સિસ્ટમ તમામ રજિસ્ટર્ડ ડીલરોને લાગુ કરી દેવી કે પહેલા રૃા. ૧૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારાઓને લાગુ કરવી તે અંગે વેટ કચેરી અવઢવમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુરૃવારે આ સંદર્ભમાં ચર્ચા કરવા માટે મળેલી બેઠકમાં છ એપ્રિલ અને ૧૩ એપ્રિલથી ચાલુ કરવા માટે સૂચનો વહેતા મૂકવામાં આવ્યા હતા. છતાંય આ બેમાંથી એક તારીખ પસંદ કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. પરંતુ આ બેમાંથી એક પણ તારીખ ફાઈનલ કરી નથી. તેમ છતાં એપ્રિલ મહિનાથી આ સિસ્ટમને લાગુ કરી દેવા વેટ કચેરી મક્કમ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. ફોર્મ ૪૦૨ અને ૪૦૩ માટે આ સિસ્ટમ અમલી બનાવવામાં આવી રહી છે. જોકે ફોર્મ નંબર ૪૦૫ તો તમામ વેટ રજિસ્ટર્ડ ડિલરે ઓનલાઈન જ લેવા ફરજિયાત છે. ફોર્મ ૪૦૫ સામાન્ય રીતે એક રાજ્યમાંથી આવતો માલ બીજા રાજ્યમાં જતો હોય, પરંતુ ગુજરાતમાંથી તે ટ્રક પાસ થવાની હોય તો તેવા સંજોગોમાં ટ્રાન્ઝિટ વિઝાની જેમ ફોર્મ ૪૦૫ લેવું પડે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 26 March 2015

સેન્સેક્સમાં ૬૫૪ પોઇન્ટનો કડાકો ઃ રૃપિયો ઝડપથી લપસ્યો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સેન્સેક્સમાં ૬૫૪ પોઇન્ટનો કડાકો ઃ રૃપિયો ઝડપથી લપસ્યો

યમન પરના હુમલાથી બજારો ધરાશાયી

કામકાજના અંતે નિફ્ટીમાં પણ ૧૮૭ પોઇન્ટનું ગાબડું ઃ રૃપિયો ૩૪ પૈસા તૂટીને ૬૨.૬૭
અમદાવાદ, ગુરૃવાર
સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ આરબ રાષ્ટ્રોએ યમન પર હુમલો કર્યાના અહેવાલો પાછળ સમગ્ર વિશ્વના ઇક્વિટી, નાણઆં અને કરન્સી બજારો ગગડતા ભારતીય બજારો પર તેની ભારે પ્રતિકૂળ અસર થઈ હતી, આ અહેવાલો પાછળ ભારતીય શેરબજારો ગગડતા સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો નોંધાયો હતો. બીજી તરફ ડોલર સામે રૃપિયો પણ ધરાશાયી થઈ જવા પામ્યો હતો.
યમન પર થયેલા હુમલાના અહેવાલોએ વૈશ્વિક સ્તરે બજારોના ખરડાયેલા મોરલ વચ્ચે મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ નીચા ગેપ સાથે થયા બાદ ચોમેરથી આવેલા ગભરાટભરી વેચવાલીના દબાણે સેન્સેક્સ ઇન્ટ્રા ડેે તૂટીને ૨૭૩૮૪.૮૭ની નીચે સપાટીએ ઉતરી આવ્યા બાદ કામકાજના અંતે ૬૫૪.૨૫ પોઇન્ટના ગાબડા સાથે ૨૭૪૫૭.૫૮ની સપાટીએ ઉતરી આવ્યા હતા.
બીજી તરફ એન.એસ.ઇ. ખાતે પણ એકધારી વેચવાલીના દબાણ પાછળ નિફ્ટી પણ ઇન્ટ્રા ડે તૂટીને ૮૩૨૫ને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે ૧૮૮.૬૫ પોઇન્ટના ગાબડા સાથે ૮૩૪૨.૧૫ના મથાળે નરમ રહ્યો હતો.
આજના ટ્રેડિંગની મહત્ત્વની બાબત એ હતી કે રૃપિયો ડોલર સામે તૂટયો હોવા છતાં અમેરિકન બજારોમાં ટેકનોલોજીની નબળાઈના પગલે નાસ્ડેકમાં એક વર્ષનો તીવ્ર ઘટાડો જોવાતા આઇ.ટી. શેરો પર પ્રતિકૂળ અસર થતા તૂટયા હતા. સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી (બી.એસ.ઇ. માર્કેટ કેપિટલાઇઝેશન) રૃા. ૧,૭૦,૯૬૪ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. સ્થાનિક હુંડિયામણ બજારમાં પણ આ અહેવાલોની પ્રતિકૂળ અસર થવા પામી હતી. માસાન્તને અનુલક્ષીને તેમજ આયાતકારો દ્વારા ડોલરમાં હાથ ધરાયેલી નવી લેવાલીના પગલે રૃપિયો ઝડપથી તૂટયો હતો અને કામકાજના અંતે ૩૪ પૈસા તૂટીને ૬૨.૬૭ સપાટીએ નરમ રહ્યો હતો.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 24 March 2015

બટાકાની નિકાસ બમણી થઈને અઢી લાખ ટને પહોંચી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બટાકાની નિકાસ બમણી થઈને અઢી લાખ ટને પહોંચી

એપ્રિલ-ડિસેમ્બરમાં બટાકાની નિકાસ ૨,૫૦,૭૮૧ ટને પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે ૧,૧૮,૧૫

નવી દિલ્હી, મંગળવાર
ભારતની બટાકાની નિકાસ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન બમણી વધીને અઢી લાખ ટને પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયનો બટાકાની નિકાસનો આંકડો ૧.૧૮ લાખ ટન હતો. નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના તાજા આંકડા પ્રમાણે, નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં એપ્રિલ-ડિસેમ્બરમાં બટાકાની નિકાસ ૨,૫૦,૭૮૧ ટને પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે ૧,૧૮,૧૫૮ ટન હતી. આવકની દૃષ્ટિએ જોઈએ તો, આ વર્ષે રૃ. ૫૯૫.૬૫ કરોડના બટાકાની નિકાસ થઈ છે, જ્યારે ગયા વર્ષે રૃ. ૧૪૦.૪૦ કરોડના બટાકાની નિકાસ થઈ હતી.
વર્ષ ૨૦૧૩-૧૪માં રૃ. ૨૦૯.૩૧ કરોડની કિંમતના ૧,૬૬,૬૪૨ ટન બટાકાની નિકાસ થઈ હતી. વર્ષ ૨૦૧૪-૧૫માં બટાકનું અંદાજિત ઉત્પાદન ૪૨૧ લાખ ટન છે. ભારતમાં બટાકા ખૂબ જ મહત્ત્વનો પાક છે કારણ કે, દેશના તમામ રાજ્યોમાં બટાકાની મોટા પાયે ખપત થાય છે. ગયા મહિને જ કેન્દ્ર સરકારે બટાકાની લઘુતમ નિકાસ કિંમત નક્કી કરી હતી અને એ પછી તેની નિકાસમાં જોરદાર વધારો થયો હતો.
જૂન ૨૦૧૪માં બટાકાની લઘુતમ નિકાસ કિંમત પ્રતિ ટન ૪૫૦ ડોલર નક્કી કરાયો હતો. આ કિંમત બટાકાનું ઉત્પાદન અને ઘરઆંગણે કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે, આ વર્ષે બટાકાનું ઉત્પાદન મોટા પાયે થયું છે અને બટાકાની કિંમતો પણ નીચી અને સ્થિર છે. આ કારણોસર વેપાર અને વાણિજ્ય મંત્રાલયે બટાકાની લઘુતમ નિકાસ કિંમત નિર્ધારિત કરી ન હતી.  પાક સારો થયો હોય ત્યારે લઘુતમ કિંમત દૂર કરવાથી ખેડૂતોને સારો ભાવ મળે છે અને તેમની આવક વધે છે. બીજી તરફ, દેશને પણ વિદેશી હુંડિયામણ કમાવવા મળે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday, 23 March 2015

લોન્ચ થયા 10 મિનિટ ચાર્જ કરવાથી 10 કલાક ચાલે એવા ફોન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

લોન્ચ થયા 10 મિનિટ ચાર્જ કરવાથી 10 કલાક ચાલે એવા ફોન

સેમસંગે ગેલેક્સી S6 અને ગેલેક્સી S6 એઝને ભારતમાં પણ લોન્ચ કરી દીધા છે. સેમસંગ કંપની દ્વારા S6ના 32 જીબી વેરિયંટની કિંમત 49,900 રૂપિયા અને ગેલેક્સી S6 એઝની કિંમત 58,900 રૂપિયા રાખવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી S6 અને S6 એઝમાં 5.1 ક્વાડ HD (2460x1440 પિક્સલ) સુપર AMOLED ડિસ્પેલ છે. આ બંને ફોનમાં 64 બિટ 2.1 ગીગાહર્ડઝ Exynos ઓક્ટો-કોર પ્રોસેસર છે. એન્ડ્રોયડ 5.0.2લોલીપોપ પર ઓપરેટ કરે છે. ગેલેક્સી S6 અને S6 એઝમાં 3 જીબી રેમ, 32, 64 અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શન છે. આ ફોનમાં 4G LTE સપોર્ટ, 2550mAh બેટરી અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યા છે. સેમસંગના બંને મોડલ 10 મિનિટના ચાર્જિંગમાં 10 કલાક ચાલી શકે છે.

સેમસંગ ગેલેક્સી S6 અને S6 એઝ મોડલમાં 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા અને 16 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા આપ્યો છે. જેમાં f9.1નો લેન્સ આપવામાં આવ્યો છે, જે ઓછા પ્રકાશમાં પણ પિક્સચ ક્લિયારિટી આપશે. આ બંને ફોનમાં ‘ક્વીક લોન્ચ’ ફીચર આપવામાં આવ્યું છે, આ બટનને બે વખત ટેપ કરવાથી 0.7 સેકન્ડમાં કેમેરા શરૂ થઇ જશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday, 22 March 2015

પાંચ શુગર મિલોને ૪૩૭ કરોડ ટેક્સ ભરવા IT વિભાગની નોટિસ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

પાંચ શુગર મિલોને ૪૩૭ કરોડ ટેક્સ ભરવા IT વિભાગની નોટિસ

સુરત જિલ્લાની ૬ પૈકી પાંચ મિલોને બે વર્ષનો ટેક્સ ભરવા નોટિસ

જો કે ઇન્કમટેક્સ વિભાગ હાલ કાર્યવાહી નહી કરે

બારડોલી, તા.૨૨
સુરત જિલ્લામાં કાર્યરત ૬ સહકારી શુગર ફેકટરીઓમાંથી મહુવા શુગર ફેકટરી સિવાયની પાંચ શુગર ફેકટરીને ઇન્કમટેક્સ વિભાગની નોટીસો મળતાં સંચાલકો અને સહકારી અગ્રણીઓ દોડતા થઇ ગયા છે. તમામ પાંચ શુગર ફેકટરીઓને બે વર્ષના કુલ રૃ।. ૪૩૭.૨૯ કરોડ ભરવા અંગે નોટીસ મળી ગઇ છે. સહકારી શુગર ફેકટરીઓને ઇન્કમટેક્સની નોટીસો મળતાં ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ સહિતનાઆગેવાનોએ દિલ્હી જઇ રજુઆત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગ દ્વારા ખેડૂતોને શેરડીને આપવાના ભાવ અંગે એફઆરપી (ફેર રેગ્યુલેટરી પ્રાઇઝ) જાહેર કરેલી છે. જે એફઆરપી કરતાં વધુ ભાવ સહકારી શુગર ફેકટરીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. આ વધુ ચૂકવેલા ભાવે તેમજ શેરડીના આખરી ભાવ પુરા થતા નાણાકીય વર્ષના માર્ચ માસની જગ્યાએ સપ્ટેમ્બર માસમાં જાહેર કરવામાં આવતા હતા. જે વધુ ચૂકવેલા નાણાને ઇન્કમટેક્સ વિભાગે નફો ગણી લઇ જેમાંથી ૩૦ ટકા રકમ ટેક્સના ભાગરૃપે જમા કરાવવા નોટીસ આપવાની શરૃ કરી હતી. દરમિયાન ગત વર્ષે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા માર્ચ માસમાં શેરડીના આખરી ભાવો નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવતાં તમામ સહકારી શુગર ફેકટરીના સંચાલકોએ બોર્ડ મીટીંગ કરી તા.૩૧ માર્ચ પહેલાં શેરડીના ભાવો જાહેર કરી દીધા હતા. જ્યારે વર્તમાન પિલાણ સીઝન અંગે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા શેરડીના ભાવો જાહેર કરવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગત વર્ષે આપેલી નોટીસના તમામ શુગર ફેકટરીઓ દ્વારા જવાબો રજૂ કર્યા હતા.  જે જવાબોને ઇન્કમટેક્સ વિભાગે માન્ય ન ગણીને વર્ષ ૨૦૧૦-૧૧ અને વર્ષ ૨૦૧૧-૧૨ના ટેક્સ ભરવા અંગે તમામ સહકારી શુગર ફેકટરીઓને નોટીસ આપવામાં આવી રહી છે. આના પગલે  રજૂઆત કરવામાં આવતા હાલ પૂરતુ વસુલાત મુલતવી રાખવામાં આવી છે.

કોને કેટલો ઇન્કમટેક્સ ભરવા નોટીસ
સુરત જિલ્લાની
વર્ષ ૨૦૧૦-૧૧
વર્ષ ૨૦૧૧-૧૨
શુગર ફેકટરી
રૃપિયા
રૃપિયા
બારડોલી
૩૭ કરોડ
૧૦૨ કરોડ
ચલથાણ
૩૦ કરોડ
૪૨.૬૫ કરોડ
કામરેજ
૭.૬૪ કરોડ
૫૨ કરોડ
સાયણ
૩૭ કરોડ
૫૬.૫૦ કરોડ
મઢી
-
૬૧ કરોડ
મહુવા
-
-
કોપર (દાદરીયા)
-
૧૧.૫૦ કરોડ
કુલ
૧૧૧.૬૪
૩૨૫.૬૫