સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 17 March 2015

ગુજરાતમાં આવકવેરાની TDSની આવકમાં ૫,૯૦૦ કરોડનો જંગી ઘટાડો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગુજરાતમાં આવકવેરાની TDSની આવકમાં ૫,૯૦૦ કરોડનો જંગી ઘટાડો

૨૦૧૪-૧૫ના ટાર્ગેટ પ્રમાણે આવક થવા અંગે અધિકારીઓને શંકા

રિલાયન્સ, એસ્સાર, ઓએનજીસીએ તેમની ઓફિસ અન્ય રાજ્યમાં ખસેડી લેતાં ગુજરાતની આવકમાં

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે ગુજરાતને ૨૦૧૪-૧૫ના વર્ષ માટે આપેલા રૃા. ૩૪૦૯૦ કરોડની આવક કરવાના ટાર્ગેટ સામે ૧૬મી માર્ચ ૨૦૧૫ સુધીમાં રૃા. ૨૮૨૩૪.૯ કરોડની જ આવક થઈ હોવાથી ટાર્ગેટને પહોંચી વળાશે કે કેમ તે અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવકવેરાની ગુજરાતમાંથી રેવન્યુ જનરેટ કરવાના આપેલા ટાર્ગેટની તુલનાએ હજી અંદાજે ૫૯૦૦ કરોડ દૂર છે. ૨૦૧૩-૧૪ની સાલમાં આવકવેરાની કુલ રૃા. ૨૯૧૩૬ કરોડની આવક કરવામાં સફળતા મળી હતી. બીજી તરફ ટીડીએસ- કરકપાત થકી રૃા. ૧૩,૫૦૦ કરોડની ૨૦૧૪-૧૫માં આવક કરવાના આપેલા ટાર્ગેટ સામે રૃા. ૧૦,૬૦૦ કરોડની જ આવક થઈ છે. આમ ટીડીએસના ટાર્ગેટ કરતાં રૃા. ૨૯૦૦ કરોડ હજી દૂર છે.
આવકવેરા ખાતાના ટોચના સૂત્રોનું કહેવું છે કે ભારતમાં આવકવેરાની આવકમાં આખા ભારતમાં ૧૪.૨ ટકાનો વધારો થયો છે. તેની સામે ગુજરાતમાં ૧૩.૭ ટકાના દરે વધારો થયો છે. આવકવેરાની માસિક આવકમાં સરેરાશ ૫ ટકાના દરે વધારો થયો છે.આ વર્ષે ગુજરાતમાંથી રિફંડ ખાસ્સું વધુ ચૂકવવામાં આવ્યું છે તેને પરિણામે પણ આવકવેરાની ફાઈનલ આવક પર અસર દેખાઈ રહી છે. ૨૦૧૩-૧૪ના નાણાંકીય વર્ષમાં ચૂકવવામાં આવેલા રિફંડની તુલનાએ ૨૦૧૪-૧૫ના વર્ષમાં આવકવેરા ખાતાએ ૪૧.૨૮ ટકા ઊંચું રિફંડ ચૂકવ્યું છે. આ વર્ષે રિફંડની કુલ ચૂકવાયેલી રકમ રૃા. ૪૧૩૮ કરોડને આંબી ગઈ છે. ૨૦૧૩-૧૪માં ૧૭મી માર્ચ સુધીમાં રૃા. ૨૯૨૯ કરોડનું રિફંડ ચૂકવાયું હતું. જ્યારે ૨૦૧૩-૧૪ના આખા વર્ષમાં રૃા. ૩૨૫૦ કરોડનું કુલ રિફંડ ચૂકવાયું હતું. આમ તેની તુલનાએ આ વર્ષે અંદાજે ૯૦૦ કરોડ વધુ રિફંડ ચૂકવાયું છે.


ગુજરાત બહાર કંપનીઓ શિફ્ટ થતાં કરકપાતની આવક ગુમાવી
અમદાવાદ,મંગળવાર
ટેક્સ ડિડક્શન એટ સોર્સ - ટીડીએસની આવકમાં પણ કંપનીઓ ગુજરાત બહાર ચાલી જતાં ગાબડું પડયું છે. આ ગાબડું અંદાજે રૃા. ૧૫૦૦ કરોડની આસપાસનું છે. ટીડીએસની આવક આપતી ૩૦ જેટલી કંપનીઓ ૨૦૧૪-૧૫માં ગુજરાત બહાર ગઈ હોવાથી પણ આવક ઘટી છે. તેમાંની કેટલીક કંપનીઓ નીચે મુજબ છે. ટીડીએસ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રૃા. ૧૩,૫૦૦ કરોડની આવક કરવાના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં અંદાજે રૃા. ૧૦,૬૦૦ કરોડની આવક થઈ છે.
ઓએનજીસી
 ૧૦૦૦ કરોડ
રિલાયન્સ ગુ્રપ
  ૨૭૫ કરોડ
ઝાયડસ હેલ્થકેર
  ૧૦ કરોડ
બોમ્બાર્ડિયન ટ્રાન્સપોર્ટ
 ૮.૪૧ કરોડ
એએમડબ્લ્યુ મોટર્સ લિ.
 ૭.૫૯ કરોડ
એએસઆર મલ્ટી મેટલ
 ૬.૫૦ કરોડ
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન
 ૬.૫૦ કરોડ
ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક
 ૬.૨૮ કરોડ
રૃચિ સોયા
 ૧.૮ કરોડ
અંબુજા સિમેન્ટ
 રૃા. ૩૦ લાખ

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment