સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 15 March 2015

વિશ્વબજાર તૂટતાં કેન્દ્ર સરકારે સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં કરેલો મોટો ઘટાડો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વિશ્વબજાર તૂટતાં કેન્દ્ર સરકારે સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં કરેલો મોટો ઘટાડો

ઝવેરીબજારમાં સોનામાં આગળ વધતો સુધારો

વિશ્વબજારમાં નવ સેશનની લાંબી મંદીથી ૧૬ વર્ષનો રેકોર્ડ તૂટયોઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર હવે બધાની નજર
મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનામાં  નીચા ભાવથી પ્રત્યાઘાતી સુધારો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીમા ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી ઘટાડા પર રહ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૯૫ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવો કિલોના રૃ.૬૫ ઘટયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૧૫૭.૪૦ ડોલરવાળા વધી ૧૧૫૯.૫૦થી ૧૧૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. જ્યારે ચાંદીના ભાવો ૧૫.૫૨ વાળા ૧૫.૬૪ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરના ભાવો ૧૨ વર્ષની ટોચે પરથી સાધારણ નીચા આવતાં સોના- ચાંદીમાં હેજફંડોની લેવાલી દેખાઈ છે. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૫૯૦૦ વાળા રૃ.૨૫૯૯૫ તથા ૯૯.૯૦ના રૃ.૨૬૦૫૦ વાળા રૃ.૨૬૧૪૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૬૨૦૫ વાળા રૃ.૩૬૧૪૦ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં અમેરિકામાં પ્રોડયુસર પ્રાઈસ ઈન્ડેક્સના આંકડા અપેક્ષાથી નબળા આવ્યાના નિર્દેશો વચ્ચે વિશ્વબજારમાં ડોલરના ભાવો ઉંચેથી નીચા આવ્યાના નિર્દેશો હતા.
મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૩૬૧૦૦થી ૩૬૧૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૫૦થા ૧૦૦ જેટલા નીચા રહ્યા હતા જ્યારે સોનાના ભાવો છેલ્લે ૯૯.૫૦ના રૃ.૨૫૯૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૬૧૦૦ રહ્યા હતા જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો રૃ.૩૦૪૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં તાજેતરમાં સોના- ચાંદીના ભાવો ઝડપી નીચા આવતા ઘરઆંગણે કેન્દ્ર સરકારે સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં નોંધપાત્ર ઘટાડો કર્યાના સમાચારો હતા.
કેન્દ્ર સરકારે સોનાની ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ૩૯૩ ડોલરથી ઘટાડી ૩૭૫ ડોલર કરી છે જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોદીઠ ૫૪૯થી ઘટાડી ૫૧૨ ડોલર કર્યાના સમાચારો હતા. ભારતમાં સોનાની આયાત ફેબુ્રઆરીમાં ૪૮.૭૮ ટકા વધી ૧.૯૮ અબજ ડોલર થયાના નિર્દેશો હતા જ્યારે ચાંદીની આયાત ૬૦.૪૭ ટકા ઘટી ૧૨૧.૪૨ મિલીયન ડોલર થઈ છે. ભારતમાં સોનાની આયાત ડિસેમ્બરમાં ઘટયા પછી જાન્યુઆરી તથા ફેબુ્રઆરીમાં આવી આયાત વધી છે.
વિશ્વબજારમાં સોનાના ભાવો તાજેતરમાં ઘટી ત્રણ મહિનાના તળીયે ઉતર્યા પછી ધીમા સુધારા પર રહ્યા છે. વિશ્વબજારમાં પાછલા સતત નવ ટ્રેડિંગ સેશનમાંસોનાના ભાવો ઘટતા રહ્યા છે અને પાછલા ઘણા વર્ષનો આ રેકોર્ડ ગણાય છે. છેલ્લે છેક ૧૯૯૮માં આવો લાંબો  ભાવ ઘટાડો દેખાયો હતો.
વિશ્વબજારમાં હવે અમેરિકામાં ૧૭-૧૮ માર્ચે (મંગળવાર તથા બુધવારે) મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર રહી છે. આ મિટિંગમાં અમેરિકામાં હવે પછી વ્યાજના દરો ક્યારે વધારવામાં આવશે એના સંકેતો મળવાની શક્યતા છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment