સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 19 March 2015

અમેરિકામાં વ્યાજ દરો વધે એ વિકાસશીલ દેશો માટે નુકસાનકારક

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

અમેરિકામાં વ્યાજ દરો વધે એ વિકાસશીલ દેશો માટે નુકસાનકારક

ભારત જેવા વિકાસશીલ દેશોને નકારાત્મક અસર થશે ઃ નિષ્ણાતો

વ્યાજ દરો વધે ત્યારે ભારત જેવા વિકસતા અર્થતંત્રોમાં મૂડીનો પ્રવાહ મંદ પડવાની શક્યતા
નવી દિલ્હી, ગુરુવાર
હાલ ભારતીય શેરબજારોમાં બે કારણોસર અફડાતફડીનો માહોલ છે. પહેલું કારણ છે જમીન સંપાદન ખરડો. આ રાજકીય કારણ છે. બજેટ સત્ર હજુ ચાલી રહ્યું છે. સંસદનું બજેટ સત્ર હજુ ચાલી રહ્યું છે અને બંને ગૃહનું સંયુક્ત સત્ર બોલાવીને ખરડાની ચર્ચા કરે એવી શક્યતા છે. બીજું કારણ યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારવાના સંકેત આપી રહ્યું છે તે છે. જો અમેરિકા વ્યાજ દરોમાં વધારો કરશે તો ભારત જેવા વિકાસશીલ દેશોના અર્થતંત્ર પર તાત્કાલિક અસર થશે એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
જો અમેરિકામાં વ્યાજ દરો વધશે તો ભારત જેવા દેશોમાં ત્યાંથી આવતો મૂડીનો પ્રવાહ અટકી જશે. આ સંજોગોમાં ભારતીય શેરબજારોમાં પણ મૂડી આવતી અટકી જશે, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી નીચે જઈ શકે છે. જો મૂડીનો પ્રવાહ અટકી જશે તો અર્થતંત્રમાં જે ગતિશીલતા પણ ઘટી જશે, જે માળખાગત વિકાસ માટે અવરોધરૃપ છે. હાલ વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા છે ત્યારે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં વધારો કરતા પહેલાં આર્થિક વિકાસ અને ફુગાવા વિશે પણ વિચારશે. નિષ્ણાતોનું અનુમાન છે કે, આ સંજોગોમાં અમેરિકા જૂન ૨૦૧૫માં જ વ્યાજદરોમાં વધારો કરશે. જોકે, ભારતનો સવાલ છે ત્યાં સુધી આવા કોઈ પણ વ્યાજ દરના વધારા માટે ભારત તૈયાર છે.
ભારતની મુલાકાતે આવેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના વડા ક્રિસ્ટિન લેગાર્ડે પણ કબૂલ્યું હતું કે, અમેરિકાના વ્યાજ દરોના સંભવિત વધારા સામે ભારતીય અર્થતંત્ર પૂરતું સજ્જ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજન પહેલાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં અર્થશાસ્ત્રી હતા. રાજને કહ્યું હતું કે, અમેરિકા વ્યાજ દરોમાં વધારો કરશે તો ભારત જેવા વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં સામાન્ય અફડાતફડી સર્જાશે, પરંતુ આવી કોઈ પણ સ્થિતિ માટે ભારતીય અર્થતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.

અમેરિકન ફેડરલે હવે જુનમાં વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત આપ્યા
                              
આૃર્થતંત્ર અંગે સાવચેતીનો સૂર વ્યક્ત કર્યો
મુંબઈ, ગુરૃવાર
અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો વહેલામાં વહેલો જુન સુધીમાં આવવાના બુધવારે સંકેત આપ્યા હતા. બે દિવસની બેઠકના અંતે ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ અમેરિકાના આર્થિક વિકાસના ભાવિ અંગે સાવચેતીનો સૂર વ્યક્ત કર્યો હતો. આર્થિક વિકાસ દર થોડેઘણે અંશે મંદ પડયો છે અને નિકાસ વૃદ્ધિ પણ નબળી પડી હોવાનું સ્વીકાર્યું છે.
ટૂંકા ગાળે ફુગાવો પણ તેના નીતા સ્તરે જળવાઈ રહેવાની ફેડરલે તેના નિવેદનમાં અપેક્ષા વ્યકત કરી છે. રોજગારની સ્થિતિ સુધરી રહી હોવાથી ફુગાવો તબક્કાવાર વધીને મધ્યમ ગાળે બે ટકા પર આવવાની પણ શકયતા જણાવાઈ છે. અમેરિકામાં હાલમાં જે સુધારો શરૃ થયો છે તે જળવાઈ રહેશે કે કેમ તે અંગેની ચિંતા જાળવી રાખી છે.
  વ્યાજદર વધારવા અંગેનો કોઈપણ નિર્ણય જે તે સમયે આવનારા આંકડાના આધારે લેવાશે. એપ્રિલની બેઠકમાં વ્યાજદરમાં વધારાની શકયતા જોવાતી નથી, પણ આનો અર્થ એવો પણ નથી કે ફેડરલે વ્યાજદરમાં વધારો કરવાનો સમય નક્કી કરી નાખ્યો છે એમ નિવેદનમાં વધુમાં જણાવાયું છે. ફેડરલના ચેરમેન જેનેટ યેલેને ફેબુ્રઆરી ૨૦૧૪થી જ્યારથી ફેડરલની ધુરા સંભાળી છે ત્યારથી તેમણે વ્યાજદર શૂન્યની નજીક જાળવી રાખ્યો છે.
અમેરિકામાં વર્તમાન નીચા વ્યાજદર ૨૦૦૮થી જળવાઈ રહ્યા છે. છેલ્લે ફેડરલે ૨૦૦૬ના જુનમાં વ્યાજદર વધાર્યા હતા.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment