સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 30 April 2015

પેટ્રોલમાં ૪ રૃા.નો-ડીઝલમાં ૨.૩૭નો ધરખમ વધારો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

પેટ્રોલમાં ૪ રૃા.નો-ડીઝલમાં ૨.૩૭નો ધરખમ વધારો

આંતરરાષ્ટ્રીય ફલક પર ક્રૂડના ભાવ વધારાની થયેલી શરૃઆત

પેટ્રોલમાં કુલ રૃા.૧૭.૧૧ના ઘટાડા બાદ ભાવ વધવાનો શરૃ થયેલો નવો તબક્કો

નવી દિલ્હી, તા. ૩૦
સતત બે વખતના ઘટાડા બાદ કેન્દ્ર સરકારે આજે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃપિયા ૩.૯૬ અને ડીઝલના ભાવમાં રૃપિયા ૨.૩૭નો તોતિંગ વધારો કર્યો  હતો. આ વધારાનો અમલ આજે મધરાતથી થશે. ભાવધારાને કારણે દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ હાલના રૃપિયા ૫૯.૨૦ને બદલે ૬૩.૧૬ રહેશે જ્યારે ડિઝલના હાલનો ભાવ ૪૭.૨૦થી વધીને રૃપિયા ૪૯.૫૭ થશે ેતમ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને જણાવ્યું હતું.
અગાઉ ૧૫મી એપ્રિલે પેટ્રોલના ભાવમાં ૮૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૧.૩૦ રૃપિયાનો ઘટાડો કર્યો હતો. આ માસમાં આમ બે વાર પેટ્રોલ અને ડિઝલના  ભાવ ઘટયા હતા.
પેટ્રોલના ભાવમાં ઓગસ્ટથી ફેબુ્રઆરી સુધી સતત ૧૦ વખત ઘટાડો થયો હતો અને રૃપિયા ૧૭.૧૧ ઘટયા  હતા. જ્યારે ડિઝલના ભાવમાં ૬ વખત ઘટાડો થઈને રૃપિયા ૧૨.૯૬ ઘટયા હતા. ફેબુ્રઆરીની સોળમીએ પેટ્રોલમાં ૦.૮૨ રૃપિયા અને ડિઝલમાં ૦.૬૧ રૃપિયાનો વધારો થયો  હતો.આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને રૃપિયા તેમજ ડોલરના વિનિમય મૂલ્યને ધ્યાનમાં રાખી દર ૧૫ દિવસે  પેટ્રોલ અને ડિઝલના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. સરકારની માલિકીની આઈ.ઓ.સી., ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ પદ્ધતિએ ભાવમાં ફારફાર કરે છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં અંદાજિત ભાવ
પેટ્રોલ
શહેર
જુનાભાવ
નવાભાવ
અમદાવાદ
૬૨.૨૯
૬૬.૩૯
રાજકોટ
૬૧.૫૭
૬૫.૬૭
વડોદરા
૬૧.૪૯
૬૫.૫૯
સુરત
૬૨.૨૦
૬૬.૩૦
ડિઝલ
શહેર
જુનાભાવ
નવાભાવ
અમદાવાદ
૫૨.૩૯
૫૪.૮૪
રાજકોટ
૫૨.૧૭
૫૬.૨૭
વડોદરા
૫૨.૦૬
૫૬.૧૬
સુરત
૫૨.૩૧
૫૪.૭૬

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday 28 April 2015

સોનું ઉછળી ૨૭૦૦૦ને આંબી ગયું ઃ ચાંદીએ રૃા. ૩૭૦૦૦ પાર કર્યા ઃ ડોલરમાં ઝડપી ઘટાડો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સોનું ઉછળી ૨૭૦૦૦ને આંબી ગયું ઃ ચાંદીએ રૃા. ૩૭૦૦૦ પાર કર્યા ઃ ડોલરમાં ઝડપી ઘટાડો

વિશ્વ બજાર પાછળ ઝવેરી બજારમાં ઝડપી તેજી આવી

અમેરિકામાં હવે જીડીપીના આંકડા તથા ફેડરલની મિટીંગ પર નજર ઃ ચીનમાં હાજર સોનાના પ્ર

મુંબઇ,મંગળવાર
મુંબઇ સોના-ચાંદી બજારમાં આજે ભાવોમાં તીવ્ર ઉછાળો દેખાયો હતો. ચાંદીના ભાવો આજે કિલોના રૃા. ૮૪૦ ઉછળી રૃા. ૩૭ હજારની સપાટી કુદાવી ગયા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃા.  ૨૦૦ ઉછળ્યા હતા જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવોમાં આજે બે હજાર રૃપિયાનો ઉછાળો દેખાયો હતો.
વિશ્વ બજારમાં ઓચિંતી ઝડપી તેજી આવી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૨૦૦ ડોલરની સપાટી  કુદાવી ગયા હતા જ્યારે ચાંદીના ભઆવો ઔંશના ૧૬ ડોલરની સપાટી પાર કરી ગયાના સમાચારો હતા. વિશ્વ બજાર ઉછળતા ઘર આંગમે આજે કિંમતી ધાતુઓના આયાત પડતર વધી આવતાં હાજર બજારમાં મુંબઇમાં આજે સોના-ચાંદીમાં નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું.
મુંબઇમાં આજે સોનાના ભાવો ૯૯/૫૦ના રૃા. ૨૬૬૮૫ વાળા રૃા. ૨૬૮૯૦ ખુલી રૃા. ૨૬૮૮૫ બંધ રહ્યા હતા જ્યારે ૯૯/૯૦ ના ભાવો રૃા. ૨૬૮૩૫ વાળા રૃા. ૨૭૦૪૦ ખુલી રૃા. ૨૭૦૩૫ બંધ રહ્યા હતા. આમ આજે સોનાના ભાવો ફરી રૃા. ૨૭ હજારને આંબી ગયા હતા. દરમિયાન, ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃા. ૩૬૮૪૦ વાળા રૃા. ૩૭૭૬૦ ખુલી રૃા. ૩૭૬૮૦ના મથાળે બંધ રહ્યા પછી સાંજે ચાંદીના ભાવો રૃા. ૩૭૯૦૦થી ૩૭૯૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃા. ૮૦૦થી ૨૫૦ જેટલા નીચા બોલાઇ રહ્યા હતા., વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૧૮૬/૫૦ ડોલરવાળા ઉછળી  ઉંચામાં ૧૨૦૦ પાર કરી ૧૨૦૬/૬૦ ડોલર રહ્યા પછી સાંજે ભાવો ૧૨૦૪/૭૦ ડોલર રહ્યાના સમાચારો હતાં.
વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો ઔંશના ૧૫/૮૭ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૧૬  ડોલર પાર કરી ૧૬/૫૯ થઇ સાંજે ૧૬/૫૩ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ડોલરના ભાવો વધતા અટકી ઘટાડા પર રહેતા તેના પગલે વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે હેજ ફંડોની લેવાલી વધયાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ આજે ડોલરના ભાવો ઝડપી નીચા આવ્યા હતા. મુંબઇ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો રૃા. ૬૩/૪૮ વાળા નીચામાં રૃા. ૬૩/૧૧ થઇ છેલ્લે રૃા. ૬૩/૧૫ રહ્યા હતા. શેરબજારમાં મંદી અટકી તેજી આવતા તેના કારણે પણ આજે કરન્સી બજારમાં ડોલરના ભાવો ઘટયા હતા. જ્યારે રૃપિયો મજબૂત બન્યો હતો.
વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવોમાં મોટો ઉછાળો આવવા છતાં ઘર આંગમે ડોલર ગબડતાં આજે ઝવેરી બજારમાં સોના-ચાંદીમાં તેજી મર્યાદીત આવી હતી. વિશ્વ બજારમાં  અમેરિકામાં જીડીપીનાં બહાર પડનાર આંકડા અપેક્ષાથી નબળા આવવાની ભીતી વચ્ચે આજે વિશ્વ બજારમાં ડોલરના ભાવો ઘટયા હતાં.  અમેરિકામાં ફેડરલ રિઝર્વની મળી રહેલી મીટિંગમાં હવે બુધવારે (આજે) વ્યાજના દરોની વૃદ્ધી અંગે શું સંકેતો મળે છે તેના પર બજારની નજર રહી છે. ત્યાં વ્યાજના દરોમાં થનારી અપેક્ષીત વૃદ્ધી જૂનના બદલે સપ્ટેમ્બરથી આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે અને તેના પગલે વિશ્વ બજારમાં ડોલર ઘટયો છે. તથા સોનું ઉછળ્યું છે.
ચીનમાં સોનાની માગ વધી છે. ત્યાં હાજર સોનાના પ્રિમયમો ઔંશના ૧ ડોલરથી વધી ૪ ોલર થયા છે. ચીન તથા ભારતમાં સોનાની આયાત વધી છે. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો ઘટી ત્રણ સપ્તાહના તળીયે ઉતર્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઉછળતાં ૫૦ દિવસની મુવિંગ એવરેજ પાર થઇ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૨૦થી ૨૨ ડોલર વધી જતાં પાછલા ત્રણ મહિનાનો એક દિવસીય સૌથી મોટો ઉછાળો ભાવોમાં નોંધાયો છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday 27 April 2015

શેરબજારમાં ધબડકો ઃ છેલ્લા નવ સત્રમાં સેન્સેક્સમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

શેરબજારમાં ધબડકો ઃ છેલ્લા નવ સત્રમાં સેન્સેક્સમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો

૬૩.૭૬ની ચાર માસની હાઈને સ્પર્શ્યા બાદ ડોલરની પીછેહઠ

અમદાવાદ, તા.૨૭
મેટના મુદ્દે ઉદભવેલી મડાગાંઠ, કોર્પોરેટ ક્ષેત્રના નિરસ પરિણામો સહિતના વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો પાછળ શેરબજારમાં મંદીનો માહોલ આજે પણ આગળ વધ્યો હતો. આમ કામકાજના છેલ્લાં નવ સત્રમાં સેન્સેક્સમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો બોલી જવા પામ્યો છે. તો બીજી તરફ એનએસઈના નિફટી ઈન્ડેક્સે આજે મહત્વની એવી ૨૦૦ ડીએમએની સપાટી ગુમાવી દીધી છે. જે ટેકનીકલી ગભરાટનો સંકેત છે.
સરકાર દ્વારા એફઆઈઆઈને મેટ ટેક્સના મુદ્દે ફટકારાયેલી નોટીસ, કોર્પોરેટ ક્ષેત્રના નબળા-નિરસ પરિણામોની શેરબજાર પર ગંભીર અસર થઈ છે.
આજે મારૃતિના સારા પરિણામ જાહેર થયા હતા પણ બીજી તરફ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી આઈસીઆઈસીઆઈ બેંકની બેડ લોનમાં વધારો થવાના અહેવાલોની પ્રતિકૂળ અસર જોવા મળી હતી. બીજી તરફ વૈશ્વિક સ્તરે ગ્રીસ મુદ્દે પ્રતિકૂળતા સર્જાવાની ભીતિએ યુરોપના બજારોમાં નરમાઈનો માહોલ છવાયેલો હતો. જ્યારે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર અંગે કોઈ નિર્ણય લેવાય તેવી ભીતિ પાછળ વૈશ્વિક સ્તરે ફંડોએ હળવા થવાનું પસંદ કર્યું હતું.
મુંબઈ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ઉપરોક્ત પ્રતિકૂળ અહેવાલો પાછળ એફઆઈઆઈ સહિત ચોમેરથી આવેલા વેચવાલીના દબાણ પાછળ સેન્સેક્સમાં ૨૬૦.૯૫ પોઈન્ટનો કડાકો બોલતા તે ૨૭૧૭૬.૯૯ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. આમ, કામકાજના છેલ્લા નવ સત્રમાં સેન્સેકસમાં ૧૭૯૧ પોઈન્ટનો કડાકો બોલી જવા પામ્યો છે. બીજી તરફ એનએસઈ નિફટી પણ આજે ૯૧-૪૫ પોઈન્ટ તુટતા તેની ૨૦૦ ડીએમએ સપાટી તોડી ૮૨૧૩.૮૦ની સપાટીએ નરમ રહ્યો હતો. હુંડિયામણ બજારમાં પણ આજે ભારે વોલેટાલીટી જોવા મળી હતી. આયાતકારોની નવી ઝડપી લેવાલી પાછળ અમેરિકન ડોલર સામે રૃપિયો ઈન્ટ્રાડે તૂટીને ૬૩.૭૬ની ચાર મહિનાની ટોચે પહોંચી ગયા બાદ કામકાજના મધ્યભાગ પછી ઊંચા મથાળે વેચવાલીનું દબાણ આવતાં તે પાછો પડયો હતો અને કામકાજના અંતે પાછલી ૬૩.૫૬ની સપાટીથી ઘટીને ૬૩.૪૮ની સપાટીએ નરમ રહ્યો હતો.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Sunday 26 April 2015

ઈન્ફોસીસમાં ત્રીજા ત્રિમાસિકની તુલનાએ નબળા પરિણામ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઈન્ફોસીસમાં ત્રીજા ત્રિમાસિકની તુલનાએ નબળા પરિણામ

૧ઃ૧ શેર બોનસની જાહેરાત

ચોખ્ખો નફો ૪ ટકા ઘટયો

મુંબઈ તા.૨૪
ભારતની આઈટી-સોફટવેર સર્વિસિઝ જાયન્ટ ઈન્ફોસીસ લિમિટેડે આજે કંપનીના નબળા પરિણામોની સાથે શેર ધારકોને એક શેર દીઠ એક શેર બોનસની લ્હાણી કરી હતી. કોન્સોલોડિટેડ ધોરણે ઈન્ફોસીસે ૩૧,માર્ચ ૨૦૧૫ના પૂરા થયેલા ચોથા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૪.૭ ટકા ઘટીને રૃ.૩૦૯૭ કરોડ થયો છે. જે ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૩.૫ ટકા વધ્યો છે. જ્યારે આવક ત્રીજા ત્રિમાસિકની તુલનાએ ૨.૮ ટકા ઘટીને રૃ.૧૩,૪૧૧ કરોડ થઈ છે. જે ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૪.૨ ટકા વધી છે.
શેર ધારકોને આજે ઈન્ફોસીસે એક શેર દીઠ એક શેર(૧ઃ૧) બોનસ શેર ઈસ્યુ કરવાનું જાહેર કર્યું છે. અમેરિકન ડિપોઝિટરી શેર -એડીએસ ધારકોને પણ એક એડીએસ દીઠ એક એડીએસ બોનસ ઈસ્યુ કરાશે. આ સાથે બોર્ડ ઓફ ડિરેકટર્સે શેર ધારકોને શેરદીઠ રૃ.૨૯.૫૦ અંતિમ ડિવિન્ડ આપવાની ભલામણ કરી છે. આ સાથે કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ માટે આવકમાં કોન્સ્ટન્ટ કરન્સી ધોરણે ૧૦ થી ૧૨ ટકા વૃદ્વિનો અંદાજ મૂક્યો છે. જ્યારે રૃપિયામાં આવકમાં  ૮.૪ ટકા થી ૧૦.૪ ટકા વૃદ્વિનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં  ઈન્ફોસીસનો ચોખ્ખો નફો ૧૫.૮ ટકા વધીને રૃ.૧૨,૩૨૯ કરોડ અને આવક ૬.૪ ટકા વધીને રૃ.૫૩,૩૧૯ કરોડ હાંસલ કર્યા છે. શેર દીઠ આવકમાં ૧૫.૮ ટકા વૃદ્વિ નોંધાવી રૃ.૧૦૭.૮૮ હાંસલ કરી છે. કંપનીએ વર્ષ દરમિયાન કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી પાછળ રૃ.૨૫૪ કરોડ ખર્ચ્યા છે.
કંપનીએ વર્ષ દરમિયાન કુલ ૫૦,૦૦૦ કર્મચારીઓની નિમણૂંક કરી છે. ઈન્ફોસીસના સીઈઓ અને એમડી ડો.વિશાલ શિકાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ ફંડામેન્ટલ અને માળખાકીય પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પડકારરૃપ ચોથા ત્રિમાસિક છતાં કંપનીની શિખવાના ફાઉન્ડેશન પર અપનાવાયેલા નવા વ્યુહને અમલમાં મૂકવામાં આરંભિક સફળતા મળતી જોવાઈ છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday 24 April 2015

જે દેશો સાથે કરાર હોય તેમને 'મેટ'માંથી મુક્તિ આપવા સૂચન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

જે દેશો સાથે કરાર હોય તેમને 'મેટ'માંથી મુક્તિ આપવા સૂચન

ભારતમાં અમેરિકાની એફઆઈઆઈ થકી સૌથી વધુ ૩૨ ટકા રોકાણ

ભારતમાં સિંગાપોર, ફ્રાન્સ, મોરેશિયસ જેવા દેશોને 'મેટ'માંથી મુક્તિ પણ અમેરિકાને નહીં
નવી દિલ્હી, બુધવાર
જે દેશો સાથે ભારતને ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રિમેન્ટ હોય તેવા ફોરેન ઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ)ને મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ એવી આવકવેરા વિભાગે માગ કરી છે. જો કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગની આ માગ સ્વીકારે તો તેનો અર્થ એ છે કે, સરકારે રૃ. ૪૦ હજાર કરોડની જંગી આવક ગુમાવવી પડે. જો આવું થાય તો ઈન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટમાં પણ વધારો થાય. વર્ષ ૨૦૦૭-૦૮થી એફઆઈઆઈ અને આવકવેરા વિભાગ વચ્ચે 'મેટ' મુદ્દે ઘર્ષણ થઈ રહ્યું હોવાથી માર્કેટ સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર થઈ છે એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે, ભારતમાં એફઆઈઆઈની મદદથી રોકાણ કરતા સૌથી મોટા ચાર દેશ અમેરિકા, સિંગાપોર, મોરેશિયસ અને લક્ઝમબર્ગ છે, જેમની સાથે ભારતે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રિમેન્ટ (ડીટીએએ) કરેલા છે.
મે ૨૦૧૪ સુધી ભારતમાં ૧૭ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું, જેમાં અમેરિકાએ ૫.૨૯ લાખ કરોડ, મોરેશિયસે ૩.૯૮ લાખ કરોડ અને સિંગાપોરનું રોકાણ ૨.૦૨ કરોડ હતું.
નિષ્ણાતોનું કહેવું છે કે, સામાન્ય રીતે બે દેશો વચ્ચે ડબલ ટેક્સેશનને લગતા કરારો થયા હોય તો તેમને સ્થાનિક કરવેરામાંથી મુક્તિ મળે છે. જોકે, વિદેશી રોકાણકારોએ કરવેરો ચૂકવવાનો આવે ત્યારે એ કરારો તપાસવા પડે. આમ કરવાથી રોકાણકારોને બિનજરૃરી કરવેરામાંથી છુટછાટ મળે છે. અહીં એ વાત પણ યાદ રાખવાની છે કે, દરેક કરારમાં કેપિટલ ગેઇન્સને કરવેરામાંથી મુક્તિ મળતી નથી. હાલ મોરેશિયસ, સિંગાપોર, સાયપ્રસ, ફ્રાન્સ અને નેધરલેન્ડને આ લાભ આપવામાં આવે છે.  નોંધનીય છે કે, અમેરિકા એફઆઈઆઈની મદદથી ભારતમાં સરેરાશ ૩૨ ટકા રોકાણ કરે છે. આમ છતાં, અમેરિકન રોકાણકારોને આ લાભ મળતો નહીં હોવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday 22 April 2015

ઓનલાઇન એપ્લિકેશન થયાના બે દિવસમાં પેન કાર્ડની ફાળવણીની યોજના

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ઓનલાઇન એપ્લિકેશન થયાના બે દિવસમાં પેન કાર્ડની ફાળવણીની યોજના

પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પેન) કાર્ડ મેળવવા માટે હવે તમારે ૧૫ દિવસ અથવા તેથી વધુ દિવસો સુધી રાહ જોવી નહીં પડે કારણકે સરકાર પેન કાર્ડ ૪૮ કલાકમાં ઇસ્યુ કરવાની યોજના ધરાવી રહી છે.
ઓનલાઇન એપ્લિકેશન થયાના ૪૮ કલાકમાં પેન કાર્ડની ફાળવણી કરવાની અમારી નેમ છે, એમ સરકારના એક ટોચના અધિકારીએ જણાવ્યુ હતું.
પેન મેળવવા માટે વેરા વિભાગ દ્વારા પ્રક્રિયા સરળ કરવા પાછલી ૧૦મી એપ્રિલે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યુ છે.
ઓનલાઇન અરજી કરતી વખતે વોટર આઇડી કાર્ડ અથવા આધાર કાર્ડ ઓળખ, જન્મ તારીખ અને સરનામું આપવા માટે પુરતા પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે.
આ પહેલાં ત્રણ અલગ અલગ બાબતો માટે ત્રણ વિવિધ દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કરવા પડતા હતા. પેન કાર્ડ વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે જન ધન બચત યોજના જેવો અભિગમ અપનાવવામાં આવશે, એમ આ અધિકારીએ જણાવ્યુ હતુ.
૨૩થી ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ દરમિયાન જન ધન યોજના હેઠળ વિક્રમી ૧.૮૦ કરોડ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવતાં તેની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રકોેર્ડમાં લેવામાં આવી હતી અને આ સિધ્ધિ શિબિર આધારિત કાર્યક્રમના કારણે હાંસલ થઇ હતી.
કાળા નાણાના દૂષણને ડામવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ કાર્યક્રમ હેઠળ પેન કાર્ડ ધારકોનો વ્યાપ વધારવા માટે સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી હોવાનું આ અધિકારીએ જણાવ્યુ હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday 21 April 2015

૨૮ બિલ્ડર ગુ્રપની રૃા.૨૩.૨૭ કરોડની વેટની ચોરી પકડાઈ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

૨૮ બિલ્ડર ગુ્રપની રૃા.૨૩.૨૭ કરોડની વેટની ચોરી પકડાઈ

અમદાવાદ, સુરત અને ભાવનગરના

સુરતના લેન્ડમાર્ક ડેવલપર્સ અને અભિરીત એન્ટરપ્રાઈસની રૃા. ૨.૪૫ કરોડની વેટ ચોરી, બ

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,મંગળવાર
અમદાવાદ, સુરત અને ભાવનગર તથા અમરેલી વિસ્તારના ૨૮ બિલ્ડરો પર વેટ કચેરીએ પાડેલા દરોડા દરમિયાન રૃા. ૨૩.૨૭ કરોડની વેટની ચોરી પકડી પાડવામાં સફળતા મળી છે. સુરતના બે બિલ્ડર ગુ્રપ લેન્ડમાર્ક ડેવલપર્સ અને અભિરીત એન્ટરપ્રાઈસ પાસેથી રૃા. ૨.૪૫ કરોડની વેટ ચોરી પકડી પાડવામાં કોમર્શિયલ ટેક્સ કચેરીના ફ્લાયિંગ સ્ક્વૉડના અધિકારીઓને સફળતા મળી છે.
સુરતના લૅન્ડમાર્ક ડેવલપર્સના જયેશ પટેલ, જનક પટેલ અને સંજય મંગુકિયાની ઉધના સ્થિત ઑફિસ પર ગત શુક્રવારે મોડી સાંજથી દરોડા ચાલુ કરવામાં આવ્યા હતા. આ દરોડામાં રૃા. ૨ કરોડની વેટ ચોરી બહાર આવી હતી. બીજી તરફ અભિરીત એન્ટર પ્રાઈસના આલોક મુખરજી, માલવિકા મુખરજી, શીલા આલોક મુખરજી, હાર્દિક દેસાઈ અને જિતેન્દ્ર વરાડેની ઑફિસ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન પ્રાથમિક રીતે રૃા. ૪૫ લાખની વેટની ચોરી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અભિરીત એન્ટરપ્રાઈસે વર્કસ કોન્ટ્રાક્ટ માટેની માફી યોજનામાં રૃા. ૬.૩૬ લાખની વેટની ચોરીની કબૂલાત કરીને તે રકમ જમા પણ કરાવી હતી. આ બંને પાર્ટીઓની ઉધના અને સુરતના કેનાલ રોડ પર જહાંગીરા બાદની ઑફિસ ઉપરાંત દહેજ ખાતેના તેમના પ્લોટને પણ ટાંચ લગાડી દેવામાં આવી છે. લૅન્ડ માર્ક ડેવલપરે વેટની જવાબદારી પેટે કોઈ જ રકમ જમા આપી નથી. આ અગાઉ અમદાવાદના પાંચ બિલ્ડર્સ ગુ્રપ તક્ષશિલા બિલ્ડર્સ, વિશ્વનાથ બિલ્ડર્સ, માયકા બિલ્ડર્સ, સન બિલ્ડર અને ગિરીવર બિલ્ડર પર પાડવામાં આવેલા દરોડામાં કુલ મળીને રૃા. ૧૬.૫૭ કરોડની વેટની ચોરી પકડાઈ હતી. વિશ્વનાથ બિલ્ડર્સની અન્ય એક જૂની કંપનીના હિસાબો તપાસતા તેમાંથી રૃા. ૫૧ લાખની વેટ ચોરી પકડાઈ હતી. ત્યારબાદ અન્ય બે ગુ્રપ ઓઝોન ગુ્રપ અને સર્જક ગુ્રપની રૃા. ૩.૨૦ કરોડની ચોરી પકડાઈ હતી. તેમની સાથે સાથે જ ભાવનગર અને તેની પરિસરમાં અમરેલી જિલ્લામાં આવેલા કેટલાક વિસ્તારના બિલ્ડરો પર પાડવામાં આવેલા દરોડામાં રૃા. ૧.૦૬ કરોડની વેટની ચોરી પકડાઈ હતી. અમદાવાદ અને ભાવનગરના બિલ્ડરોએ દરોડા દરમિયાન રૃા. ૪૪ લાખના ચૅક પણ જમા આપ્યા હતા.
દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા બિલ્ડરોના જપ્ત કરવામાં આવેલા ચોપડાઓને આધારે તેમની પાસેથી નીકળા લેણાની આકારણી કરવામાં આવશે. આ આકારણીને આધારે તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. આ નોટિસ પછી તેમની પાસેથી તમામ રકમની વ્યાજ અને દંડ સાથે વસૂલી કરવામાં આવશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Monday 20 April 2015

સેન્સેક્સ ૫૫૫ પોઇન્ટ અને રૃપિયો ૫૫ પૈસા તૂટયો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સેન્સેક્સ ૫૫૫ પોઇન્ટ અને રૃપિયો ૫૫ પૈસા તૂટયો

૨૦૧૫માં રૃપિયામાં નોંધાયેલો સૌથી મોટો કડાકો

નિફટીમાં પણ ૧૫૭ પોઈન્ટનું ગાબડું ઃ છેલ્લા ચાર સત્રમાં સેન્સેક્સ ૧૧૫૮ પોઈન્ટ તૂટય

અમદાવાદ, સોમવાર
બાકી રહેલા 'મેટ'ની વસુલાત માટે સરકાર દ્વારા નોટિસો પાઠવીને અપનાવાયેલા કડક વલણ, વિતેલા માર્ચ માસમાં વેપાર ખાધમાં વધારા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ એફઆઇઆઇની આગેવાની હેઠળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ આજે સેન્સેક્સ તેમજ નિફટીમાં છેલ્લા ત્રણ સપ્તાહનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. બીજી તરફ આયાતકારો દ્વારા ડૉલરમાં નીકળેલી નવેસરની લેવાલી પાછળ રૃપિયો પણ ૫૫ પૈસા તૂટયો હતો. જે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી મોટો કડાકો છે.
સરકાર દ્વારા પાછલા બાકી વેરાની વસુલાત માટે વિદેશી સંસ્થાઓને નોટિસ આપ્યાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત, માર્ચમાં વેપાર ખાધમાં વધારો, કોર્પોરેટ ક્ષેત્રના નિરસ પરિણામો, એશિયાઇ બજારોના ગાબડા તેમજ વૈશ્વિક અર્થતંત્રના નબળા અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી.
આ અહેવાલો પાછળ એફઆઇઆઇની આગેવાની હેઠળ ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા બીએસઇ સેન્સેક્સ ૫૫૫.૮૯ પોઇન્ટના ગાબડા સાથે ૨૮૦૦૦ની સપાટી ગુમાવી ૨૭૮૮૬.૨૧ની સપાટીએ નરમ રહ્યો હતો. બીજી તરફ એનએસઇનો નિફટી આંક પણ ૧૫૭.૯૦ પોઇન્ટ તૂટી ૮૪૪૮.૧૦ની સપાટીએ ઊતરી આવ્યો હતો. રિલાયન્સના પરિણામો અપેક્ષાથી નીચા રહેતા તેના શેરમાં આજે રૃા. ૪૧.૩૦ એટલે કે ૫ ટકા જેટલું ગાબડું નોંધાયું હતું.
બીજી તરફ હૂંડિયામણ બજારમાં પણ આજે આયાતકારો દ્વારા ડૉલરમાં હાથ ધરાયેલી નવેસરની લેવાલીના પગલે રૃપિયો પટકાયો હતો.આજે કામકાજનો પ્રારંભ ૬૨.૫૪ના નીચા મથાળે થયા બાદ ઈન્ટ્રાડે તે તૂટીને ૬૨.૯૩ને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે ૫૫ પૈસા તૂટીને ૬૨.૯૧ની એક માસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના ગાબડાં
તારીખ
ગાબડું (પોઈન્ટમાં)
૧૫ એપ્રિલ
૨૪૪.૭૫
૧૬ એપ્રિલ
૧૩૩.૬૫
૧૭ એપ્રિલ
૨૨૩.૯૪
૨૦ એપ્રિલ
૫૫૫.૮૯
કુલ
૧૧૫૮.૨૩