સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 25 July 2014

રૃમાં દેશમાં તથા વિદેશમાં વ્યાપક કડાકો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

રૃમાં દેશમાં તથા વિદેશમાં વ્યાપક કડાકો

રૃના વૈશ્વિક ભાવ તૂટી પાંચ વર્ષના તળિયે ફોરવર્ડ સોદા ડિફોલ્ટ થવાનો આરંભ

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ મંદીનો માહોલઃ નોર્થમાં વાવેતર ૧૮ ટકા વધ્યું ઃ પાકિસ્તાનમાં પણ મોટો પાક આવશે
મુંબઈ, શુક્રવાર
મુંબઈ રૃ બજારમાં આજે મંદી આગળ વધી હતી. મથકોએ સ્પોટ પર નવી ડિમાન્ડ પાંખી રહી હતી.  વિશ્વ બજારમાં મંદી ઝડપી ગતિએ આગળ વધતાં વૈશ્વિક ભાવો ગગડી પાંચ વર્ષના તળિયે  ઉતરી ગયાના નિર્દેશો હતા. વિશ્વ બજાર તૂટતાં  ભારતમાં હવે રૃની આયાત વધવાની તથા નિકાસ ઘટવાની શક્યતા જાણકારો બતાવી  રહ્યા હતા.
ન્યુયોર્ક વાયદાના ઓવરનાઈટ સમાચારો આજે ભાવોમાં વધુ ૨૩૭, ૨૦૩, ૧૭૫ તથા ૧૬૦ પોઈન્ટનો કડાકો બતાવતા હતા. ઘરઆંગણે નોર્થ બાજુ નવા પાક માટે વાવેતર ૧૮ ટકા વધ્યું  હોવાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આજે ઓલ ઈન્ડિયા આવકો ૧૭થી ૧૮હજાર ગાંસડી આવી હતી.  સ્પોટ પર ભાવો ઘટી ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્ય-પ્રદેશ બાજુ જાતવાર નીચામાં   રૃ.૩૯૫૦૦થી ૪૦૦૦૦ તથા  ઉંચામાં  રૃ.૪૧૦૦૦થી ૪૧૨૦૦ રહ્યા હતા.  ફરધર પાકના ભાવો રૃ.૩૨૦૦૦થી ૩૬૦૦૦ રહ્યા હતા.  ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૬૦૦૦થી ૩૦૦૦૦ બોલાઈ  રહ્યા હતા. આંધ્ર-કર્ણાટક બાજુ ભાવો રૃ.૪૨૫૦૦ રહ્યા હતા. નોર્થ બાજુ નરમાના ભાવો ઘટી જાતવાર મણના રાજસ્થાન બાજુ રૃ.૪૨૫૦થી ૪૩૦૦, હરિયાણા બાજુ  રૃ.૪૨૮૦થી ૪૩૦૦ તથા પંજાબ બાજુ રૃ.૪૩૨૦થી ૪૩૭૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ન્યુયોર્ક  વાયદો ઓવરનાઈટ  ૩ ટકા તૂટયો છે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ)  દ્વારા વિશ્વનો  આર્થિક વિકાસ ચાલુ  વર્ષે ૩.૭૦ ટકા વાળો અંદાજ હવે  ઘટાડી ૩.૩૦ ટકા કરવામાં આવતાં તથા અમેરિકામાં રૃનો પાક-પુરવઠો  મોટો અંદાજાતાં  વિશ્વ બજારમાં  ભાવો તૂટતા  રહ્યા છે.  ટૂંકાગાળામાં  વૈશ્વિક ભાવો નોંધપાત્ર તૂટી પાંચ વર્ષના તળિયે  ઉતરી ગયા હોવાથી હવે ફોરવર્ડ વેપારો સુલ્ટાવવામાં પણ ગુંચવાડો સર્જાયો છે. ઘણી મિલોએ ફોરવર્ડ  ખરીદીના  ઉભા સોદા કેન્સલ કર્યા છે. ફોરવર્ડ  વેપારોમાં ઘણા બાયરો હવે  ડિફોલ્ટ  થવાની શક્યતા  છે. પાકિસ્તાનમાં  વાવેતર વધ્યું છે. ત્યાં પંજાબ  વિસ્તારમાં નવા પાક માટે વાવેતરનો વિસ્તાર ૨ લાખ ૨૭ હજાર  એકર્સ વધ્યો છે.   તથા વાવેતર વધી ૫૬.૭૦ લાખ એકર્સમાં થયું છે. આટલા વાવેતરમાં ત્યાં નવો પાક ૧૦૦ લાખ ગાંસડી આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment