સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 27 January 2015

રેસ્ટોરન્ટના મેનુમાં ડિશના ભાવ સાથે ચીજ કેટલા ગ્રામ છે તે લખવું ફરજિયાત

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

રેસ્ટોરન્ટના મેનુમાં ડિશના ભાવ સાથે ચીજ કેટલા ગ્રામ છે તે લખવું ફરજિયાત

ચા કે છાશના ભાવની સામે કેટલા મિલી લિટર અપાશે તે પણ લખવું પડશે

રાયપુર ભજિયા હાઉસએ વજનિયાં બે વર્ષથી ઉપર સમય જતો રહેવા છતાં સર્ટીફાઈ કરાવ્યા નહો

અમદાવાદ, મંગળવાર
ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી એન્ફોર્સમેન્ટ રુલ્સ-૨૦૧૧ના નિયમ ૧૦ મુજબ કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલના મેનુંમાં શાક કે દાળની ડિશના ભાવની સામે કેટલાં ગ્રામ અપાશે તે પણ લખવું ફરજીયાત છે. જો કે આ નિયમ કોઈ જગ્યાએ પાળવામાં આવતો નથી જેના કારણે લોકો છેતરાઈ રહ્યાં છે. તોલમાપ વિભાગે અમદાવાદના રેસ્ટોરન્ટસમાં આ નિયમનું કડકાઈથી પાલન કરાવવાનું શરૃ કર્યુ છે અને સીટી કોલેજની સામે આવેલા ન્યુ લકી રેસ્ટોરન્ટ તથા માણેકચોકમાં આવેલા ન્યુ જનતા આઈસક્રીમ અને કોક સામે કાર્યવાહી શરૃ કરી છે. રાયપુર ભજીયા સામે વજનીયા સમયસર સર્ટીફાઈ ના કરાવવા બદલ કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
તોલમાપ વિભાગના અધિકારીઓના જણાવ્યાં મુજબ જયારે મેનુંમાં કેટલા ગ્રામ કે કેટલા મીલી લીટર વસ્તુ અપાશે તે દર્શાવેલું હોય ત્યારે જ જો તેનાથી ઓછું આપવામાં આવે તો તેની ચકાસણી કરી શકાય અને તેના પર કાર્યવાહી કરી શકાય. ગ્રાહકને પણ ખબર પડે કે તે કેટલા ગ્રામ વસ્તુ મેળવવા માટે કેટલાં રૃપિયા ખર્ચી રહ્યાં છે. લંચ અને ડિનરની વસ્તુ ઉપરાંત ચા-કોફી આખી અને અડધી એ રીતે વેચાય છે, પરંતુ આખી ચા અને અડધી ચામાં ૧૦૦ મીલી કે ૧૫૦ મીલી ગ્રાહકને કેટલી મળશે ત મેનુંમાં લખવું અથવા તે અંગેનું બોર્ડ મારવું ફરજીયાત છે. એ જ રીતે છાશ કેેે લસ્સી ગ્સાલના ભાવે વેચાય છે. પરંતુ દરેક રેસ્ટોરન્ટમાં ગ્લાસનું માપ અલગ અલગ હોય છે. આથી છાસ,લસ્સી, જયુસ, સુપ, કોકટેલ વગેરેના ભાવની સામે કેટલાં મીલી લીટર એ લખવું ફરજીયાત છે. આ મુદ્દે ન્યુ લકી રેસ્ટોરન્ટ અને ન્યુ જનતા આઈસક્રીમ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં પ્રથમ વાર ગુના બદલ પાંચ હજારનો દંડ છે અને ત્રણ વર્ષમાં બીજી વાર ગુનો કરતાં પકડાય તો કોર્ટમાં કેસ કરવામાં આવે છે જેમાં દંડ ઉપરાંત એક વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે. રાયપુર ભજીયા હાઉસમાં મેન્યુઅલી કાટાથી જોખીને ભજીયા વેચાઈ છે. આ મેન્યુઅલી કાટાના વજનીયા લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ની કલમ ૨૪ મુજબ દર બે વર્ષે સર્ટીફાઈ કરાવવા ફરજીયાત છે તે સર્ટીફાઈ ના કરાવ્યાં હોવાથી જપ્ત કરવામાં આવ્યા છે અને આ સર્ટીફિકેટ દુકાનમાં ડિસ્પલે કરવાનું હોય છે તે ડિસ્પલે પણ કરવામાં નથી આવ્યું તેથી વજનીયા જપ્ત કરવામાં આવ્યા છે. આ બન્ને ગુના હેઠળ સાત હજારના દંડની જોગવાઈ છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment