સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 10 August 2014

વ્યાજદર બીજા છએક મહિના ઘટે એમ લાગતું નથી!

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

વ્યાજદર બીજા છએક મહિના ઘટે એમ લાગતું નથી!


ઇન્ડોનોમિક્સ : * જીતેન્દ્ર સંઘવી
બજારોની ધારણા પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની મોનેટરી પોલિસીમાં વ્યાજના દરમાં ઘટાડો કર્યો નથી. પરિણામે રિપોરેટ (જે દરે આરબીઆઈ બેંકોને ધિરાણ કરે છે) ૮ ટકા અને રિવર્સ રિપો રેટ (જે દરે આરબીઆઈ બેંકો પાસેથી નાણાં લે છે) ૭ ટકા જેટલા રહ્યા છે. કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) પણ બદલાયા વિના ૪ ટકા રહ્યો છે.
ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં આરબીઆઈ ગવર્નર ડો. રાજને વ્યાજના દર ઘટાડયા નથી. તેમના મતે આ ઘટાડો કામચલાઉ હોઈ શકે. સીપીઆઈ વરસના બાકીના મહિનાઓમાં વધી પણ શકે. આ ખેતીપ્રધાન દેશ માટે આઝાદીના ૬૭ વર્ષ પછી આજે પણ વરસાદ જ 'સર્વેસર્વા-ભગવાન' છે એટલે ચોમાસું ધાર્યા કરતાં નબળું જાય અને ફુગાવો, ખાસ કરીને 'ફૂડ ઇન્ફલેશન' વકરે તો શું એ પ્રશ્ન સતત આરબીઆઈ સામે ઝળુંબે છે. સીપીઆઈ ઇન્ફલેશનનું આરબીઆઈનું ટાર્ગેટ જાન્યુઆરી, ૨૦૧૫ માટે ૮ ટકા અને જાન્યુઆરી, ૨૦૧૬ માટે ૬ ટકાનું છે. એટલે રિઝર્વ બેંકે નીતિની જાહેરાતમાં પણ 'ઉટ્વૈં ટ્વહઙ્ઘ ઉટ્વંષ્ઠર'ની નીતિ અપનાવી છે. બેંક ઇન્ફલેશનની બાબતમાં તસુભાર જોખમ લેવા માગતી નથી.
ગવર્નરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે : "પહેલાં ઇન્ફલેશન સામેની લડત લડીએ અને જીતીએ તો આપોઆપ જ આર્િથક વિકાસ (ર્ખ્તિુંર) માટેના સંજોગો નિર્માણ થશે. અત્યારની પરિસ્થિતિમાં કદાચ આવતા વરસની શરૃઆત સુધી તો વ્યાજના દરના ઘટાડાને ભૂલી જઈને જ કોર્પોરેટ ક્ષેત્રે તેના ચાલુ ખર્ચ કે મૂડીરોકાણ માટેનું આયોજન કરવું પડશે.
સતત ત્રીજી વારના પોલિસી રિવ્યૂમાં વ્યાજના દર યથાવત્ રખાયા છે. વ્યાજના દર ઘટાડવાને બદલે સતત બીજીવાર બેંકે એસએલઆર-સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો ઘટાડીને ૨૨ ટકા કર્યો છે. પરિણામે બેંકોને તેમની ડિપોઝિટના સરકારી જામીનપત્રોના રોકાણ થોડું ઓછું કરવું પડશે. અડધા ટકાનો આ ઘટાડો બેંકોના હાથમાં ૪૦,૦૦૦ કરોડ રૃપિયા વધારાના રહે જેનો ઉપયોગ બેંકો વેપાર ઉદ્યોગના ધિરાણ માટે કરી શકે, પણ વાસ્તવિકતા કાંઈક જુદી છે. નિયમ પ્રમાણે બેંકો તેમને સરકારી પત્રોમાં જે નાણાં રોકવા પડે તે કરતાં ૫ ટકા (૨૨ ટકા સામે ૨૭ ટકા) વધુ નાણાં તેમાં રોકીને બેઠી છે એટલે આ અડધા ટકાની રાહત પેપર પરની રાહત જ ગણાય.
આનું એક કારણ છેલ્લા થોડા મહિનાઓમાં બેંકો પાસે કર્મિશયલી વાયેબલ પ્રોજેક્ટ ધિરાણ માટે આવતા ન હોય એ પણ હોઈ શકે. ઘણાં બધાં પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે મંજૂર થયા હોય, પણ પછી અનેક મંજૂરીઓના તાણાવાણામાં અટવાઈ જાય એટલે બેંકો તેમાં ધિરાણ કરે તો પણ તેવા પ્રોજેક્ટ ઉત્પાદનના સ્ટેજે જલદી પહોંચે નહીં. પરિણામે બેંકોએ કરેલ ધિરાણ બિનઉત્પાદક સાબિત થાય એટલું જ નહીં, આ નાણાં જલદી પરત ન આવે અને બેંકોની એનપીએે વધે અને તેમની બેલેન્સશીટ બગડે. એટલે બેંકો પણ આવું ધિરાણ કરવાનું જોખમ સહેલાઈથી ન લે.
ઘણીવાર આવા નોન-વાયેબલ પ્રોજેક્ટો માટે ધિરાણ આપવા માટે બેંકોના અધ્યક્ષ પર રાજકીય દબાણ પણ થતું હોય છે. જે નકારવાનું એટલું સહેલું નથી હોતું. કોઈક કેસમાં ધિરાણ કર્યા પછી બજારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ બદલાય અને ધિરાણ પાછું ન આવે કે તેમાં ઢીલ થાય ત્યારે બેંકની મેનેજમેન્ટ પર તવાઈ આવે કે આવા ધિરાણના નાણાં પરત ન આવે તો રિટાયરમેન્ટ પછી પણ એક કોઈ ખાસ વ્યક્તિએ તે માટેની જવાબદારી વહન કરીને કોર્ટ-કચેરીમાં જવાબ આપવા પડે એ સ્થિતિ ટાળવાનો પણ બેંકો પ્રયાસ કરતી હોય. એટલે એવા જોખમવાળા ધિરાણ કરવા કરતાં અને તે દ્વારા બેંકનું હિત જોવા કરતાં સરકારી પત્રોના સહીસલામત રોકાણનો સરળ માર્ગ બેંક મેનેજરો અપનાવે તે સ્વાભાવિક છે.
નવી સરકારના શાસનમાં ઘણા સમયથી અટવાયેલા પ્રોજેક્ટો ક્લિયર થવા માંડયા છે. બ્યુરોક્રેટિક ડિલે પણ ન રહે એ સંજોગોમાં ધિરાણ માટેની માગ નીકળે તે સંજોગોમાં નાણાંના અભાવે બેંકો ધિરાણ ન કરી શકે એ સ્થિતિ અટકાવવા રિઝર્વ બેંકે બેંકોના હાથમાં ૪૦,૦૦૦ કરોડ રૃપિયા વધારાના રહે અને તેનો ઉપયોગ કરી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે. વિશ્વબજારમાં દબાયેલા કોમોડિટીના ભાવો, ફૂડ મેનેજમેન્ટ સુધારવા લેવાયેલ પગલાં અને માગના અભાવમાં કોર્પોરેટ ક્ષેત્રની ભાવો ન વધારી શકવાની મર્યાદા ઇન્ફલેશનને અંકુશમાં રાખી શકે તે સામે પક્ષે ચોમાસાની અનિશ્ચિતતા, ડિઝલ-પેટ્રોલના છૂટક ભાવોમાં સમયાંતરે વધારો કરવાની છૂટ અને ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો ક્યારે પણ ફુગાવાને ભડકાવી શકે. આ ભય સાચો પડતો હોય તેમ છેલ્લા સમાચાર મુજબ ઇરાકના ત્રાસવાદીઓ પર અમેરિકાએ કરેલ હુમલાની વિપરીત અસર 'ઓઈલ'ના ભાવોમાં જોવા મળી શકે. વિકાસના થોડાઘણા આંકડા ખાસ કરીને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા (જે છેલ્લા બે વરસના શ્રેષ્ઠ દેખાવની શાખ પૂરે છે) અને જુલાઈના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સના આંક, એમ દર્શાવે છે કે, વ્યાજના ઊંચા દર ઉત્પાદન વધારવા આડે આવતા નથી. જો બીજા બધા સંજોગો અનુકૂળ હોય તો. સરકાર દ્વારા લેવાયેલ પગલાં ડાંગર (ચોખા) માટેના પ્રાપ્તિભાવનો નહિવત્ વધારો, સરકારી ગોદામોના અનાજમાંથી ખુલ્લા બજારમાં અમુક જથ્થો વેચવાની જાહેરાત અનાજ પ્રાપ્તિ માટે રાજ્ય સરકારો ખેડૂતોને બિનજરૃરી ઈન્સેન્ટિવ ન આપે તેની તકેદારી ફુગાવામાં ખાસ કરીને અનાજના ફુગાવામાં થોડી રાહત કરી શકે. રિઝર્વ બેંક સીપીઆઈ-ઇન્ફલેશને ૭.૫થી ૮.૫ ટકા વચ્ચે અને વિકાસનો દર ૫.૫ ટકા રહેવાની અપેક્ષા રાખે છે. બીજા શબ્દોમાં નવી સરકારના પ્રથમ બજેટની બહુ મોટી અસર નહીં થાય એમ ગણાય. સપ્ટેમ્બર-૩૦ની પછીની પોલિસી જાહેરાતમાં વ્યાજના દર નહીં ઘટે કે નહીં વધે સિવાય કે કોઈ અસાધારણ સંજોગો ઊભા થાય. એટલે કોર્પોરેટ ક્ષેત્ર તેનો ટૂંકા ગાળાનો રોડમેપ નિશ્ચિત રીતે તૈયાર કરી શકશે.

Source :-http://www.sandesh.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment