સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 4 July 2013

આગામી ઓક્ટોબર માસથી LICની પોલીસી પર સર્વિસ ટેક્સ વસુલાશે

Gayatri Business Solution
Gujarat Samachar News

આગામી ઓક્ટોબર માસથી LICની પોલીસી પર સર્વિસ ટેક્સ વસુલાશે

ખાનગી કંપનીઓ દ્રારા પ્રિમિયમના પ્રમાણમાં સર્વિસ ટેક્સની વસુલાત

નવી દિલ્હી, ગુરૃવાર
આગામી ઓક્ટોબર મહિનાથી જીવન વીમા નિગમ (LIC) ની પોલીસી ખરીદનારાઓને થોડા વધુ રૃપિયા ખર્ચવા પડશે. વીમા ક્ષેત્રે ૮૩ ટકાનો બજાર હિસ્સો ધરાવતું નિગમ હવે સર્વિસ ટેક્સ (ચાર્જ) વસુલ કરશે. પહેલી ઓક્ટોબરથી નોન-યુનિટ લિન્કડ ઉત્પાદનો ઉપર એલઆઇસી ત્રણ ટકા ટેક્સ વસુલ કરશે.
આનો અર્થ એ થયો કે જો તમે રૃપિયા દસ લાખની પોલીસી લીધી હોય તો તેની ઉપર તમારે વધારાના રૃપિયા ૩૦,૦૦૦ ચૂકવવા પડશે. જ્યારે ખાનગી વીમા કંપનીઓ પ્રિમિયમના પ્રમાણમાં સર્વિસ ટેક્સ વસુલે છે. જો કે LIC તેની લોકપ્રિય એન્ડોમેન્ટ અને મનીબેક પ્લાન્સ ઉપર ટેક્સ વસુલતી નથી.
ઓક્ટોબરથી LIC ની તમામ પોલીસીઓ ઉપર અલગ અલગ સર્વિસ ટેક્સ લાગુ પડશે. એમ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. વર્ષ ૨૦૧૧-૧૨માં LIC એ નોન-યુનિટ લિન્ક્ડ પોલીસીઓ ઉપર રૃપિયા ૧,૮૭,૦૦૦ કરોડ તો ભેગા કરી જ લીધા હતા.
તાજેતરમાં એક જાહેરાતમાં વીમા નિયમનકારી ઇરડાએ આદેશ આપ્યો હતો કે કરાર આધારિત પ્રિમિયમ ઉપર સર્વિસ ટેક્સ નહી લેવામાં આવે પરંતુ પોલીસી ધારકો પાસેથી અલગથી વસુલવામાં આવશે આ અંગે વાત કરતા LIC ના એક અધિકારીએ કહ્યું હતું કે, 'અમે પહેલી ઓક્ટોબરથી પોલિસી હોલ્ડરો પાસેથી ત્રણ ટકા સર્વિસ ચાર્જ વસુલ કરીશું. જે ઇરડાની સૂચના મુજબ હશે. હાલમાં અમે પોલીસી હોલ્ડરના ફન્ડના એક ભાગરૃપે જ એને એબઝોર્બ કરીએ છીએ. હાલમાં સરકારની (એટલે કે અમારી) મૂડી માત્ર એક સો કરોડની જ છે.'
તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે સર્વિસ ટેક્સ વસુલવામાં આવશે ત્યાર પછી પોલીસી ઉપર વધુ બોનસ આપી શકીશું. અત્યાર સુધી એલ.આઇ.સી. પોલીસી હોલ્ડરના એકાઉન્ટમાંથી સર્વિસ ટેક્સ ચુકવતી હતી (જેમાં સ્વીકારવામાં આવેલું પ્રિમિયમ અને રોકાણ ઉપરના નફાનો સમાવેશ થતો હોય છે.)
આ તો વધારાની રકમ હોય છે જે પરંપરાગત પ્લાન ઉપર બોનસરૃપે અપાય છે. જો કે ગ્રાહકો તો આને વધારાના બોજા તરીકે જ જોશે. કેટલાક એજન્ટોએ કહ્યું હતું કે, LIC અન્ય ખાનગી વીમા કંપનીઓ પાસેથી લાભ ગુમાવશે અને શરુઆતમાં તો ગ્રાહકો માટે આ વધારો આઘાત સમાન હશે પરંતુ ધીરે ધીરે તેઓ ટેવાઈ જશે અને સામાન્ય થઈ જશે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel}
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment